સુરભિ…. – વર્ષા અડાલજા

વર્ષા અડાલજા આ મહાનગરની બહુમાળી ઈમારતના એક નાનકડા ઘરમાં રહું છું. મારી આસપાસ તીવ્ર ગતિએ વહી જતા જીવનના પ્રવાહનો સતત પડઘાતો જોરદાર અવાજ હું બધિર બની જાઉં ત્યાં સુધી દરિયાનાં મોજાંની જેમ અફળાય છે.
    દીવાસળીના ખોખા જેવડા મારા બેડરૂમની બાલ્કની મારું સર્વસ્વ. લીલુંછમ્મ ફેફસું. અહીં થોડાં કૂંડાઓમાં છોડ મેં વાવ્યા છે. આટલે ઊંચે મને ધરતીની મહેંક અને માટીનો ભીનો કરકરો સ્પર્શ ક્યાંથી મળે ? પણ મોકળે મને થોડા શ્વાસ લઈ શકવાનું સુખ કંઈ ઓછું નથી.
    અહીં ઊભી રહું છું ત્યારે મને સામેનું ઘર આરપાર દેખાય છે. ખુલ્લી કિતાબ જેવું. એ ઘરના સભ્યોનાં જીવન પવનમાં ફરફરતાં પાનાંઓની જેમ આગળપાછળ ખૂલતાં રહે છે. સંયુક્ત કુટુંબમાં રહે છે અહીં. ઘરનું મુખ્ય કેન્દ્ર છે સુરભિ. મોટી પુત્રવધૂ. જ્યારે જ્યારે મારી નજર પડે છે ત્યારે ત્યારે એના જીવનની લિપિ આટલે દૂરથીયે સાફ વંચાય છે.
    વહી જતા પવનની લહેરખીએ એના નામની ઓળખ મને આપી છે. દિવસમાં કેટકેટલી વાર એ નામ ઘરમાં ઘૂમી વળે છે ! વહેલી સવારે છોડને પાણી પાતાં અનાયાસ મને દેખાય છે – બધાનો ચા-નાસ્તો ડાઈનિંગ ટેબલ પર તૈયાર છે. સાસુ માટે દૂધ, બાપુજીને દાંતની તકલીફ માટે નરમ નાસ્તો, પતિ માટે લંચબોક્સ. ત્યાં નાની નણંદ આમીરાની બૂમ, ભાભી, મારા ડ્રેસને ઈસ્ત્રી પ્લીઝ !
    ઓ નો ભાભી ! એનું કામ તો કરતા જ નહીં, મારે કરાટે કલાસનું મોડું થાય છે. વ્હેર ઈઝ માય ટોસ્ટ ડીયરેસ્ટ ભાભી ?
    આમીરા પ્રતીકની સામે આંખો કાઢે છે. ના ભાભી, પહેલાં મારી ઈસ્ત્રી.
    પ્રતીક મોં નિમાણું કરીને સુરભિને બે હાથે જોડે છે.
    ભાભી ! બાને સમજાવો ને મને સવારે બ્રેકફાસ્ટમાં આમલેટ ખાવા દે. મહેરબાની કરી નો બટેટાપૌંઆ., નો ગોળપાપડી.
    આમીરા રસ્તો સુઝાડે છે.
    ભાભી, એના કરતાં ડાયરેકટ ઠાકોરજીને પૂછી જુઓ ને કે ઈંડામાં એમને વાંધો શો છે ?
    એમની સાથે સુરભિ લમણાંઝીંક કરતી હોય ત્યાં બહારના રૂમમાંથી બૂમ સંભળાય, સુરભિબેટા ! વાંચવાનાં ચશ્મા મળતાં નથી. જરા શોધી દે તો !
    આવી બાપુજી.
    સુરભિ સતત પતંગિયાની જેમ ઊડતી રહે છે. સૌનાં નાનાંમોટાં કામ એના જ પાલવમાં આવી પડે છે ને એ બધા માટે એની પાસે છે સ્મિત. બપોરે બાને મંદિર લઈ જવાનાં અને સાંજે બાપુજીને ઘર પાસેનો એક નાનો લીલો ટુકડો – જેનું માનવાચક નામ બગીચો છે – છે ત્યાંની બૅન્ચ પર બેસાડી આવે છે. અરે આ મિક્સરની મોટર ખોટકાઈ ગઈ કે પછી પંખાની સ્વીચ ચાલતી નથી ને પેલ્લાં સતુમાસી ખરાં ને ! કેમ દેશમાં પીપળાવાળી શેરીમાં રહેતા હતા એ. બિચ્ચારાં પડી ગયાં. હૉસ્પિટલમાં છે. સુરભિ એની જરા ખબર કાઢી આવશે ? ને રસ્તામાં જ બૅન્ક આવે છે. જરા ડોકું કાઢતી આવજે. ફલાણો ચેક ખાતામાં જમા થયો છે કે નહીં ! અને હાં…. દરજીને જરા ફોન….
    સુરભિ – એક નામ, એક વ્યકિત. ઘરસંસારના મશીનમાં સતત તેલ પૂરતી રહે છે એથી કીચૂડાટ વિના સંસાર સરળતાથી ચાલતો રહે. એ ઘરમાંથી મને ક્યારેય ઝઘડાનો અવાજ સંભળાયો નથી. ઘરમાં શાંતિ છે. મારી બાલ્કનીમાંથી દેખાતાં દશ્યો પ્રસન્નકર છે, એનો અંશ કયારેક હું પણ પામું છું.
    એક દિવસ મોડી સાંજે મને સુરભિ પેલા લીલા ટુકડાના બાંકડે મળી ગઈ. મેં નવાઈ પામી કહ્યું, તમે અહીં ? આજે તમને ભલું પગ વાળીને બેસવાનો સમય મળ્યો.
    ફિક્કું હસીને એ બોલી.
    ઘરના બધાં લગ્નમાં ગયાં છે, મારી તબિયત સારી નથી કહીને હું ગઈ નથી.
    ખોટું બોલ્યાનો સંકોચ થયો હોય એમ તરત કહ્યું,
    અહીં આવવાની ઘણા વખતથી ઈચ્છા હતી એટલે…..
    એ અટકી ગઈ. હું એની બાજુમાં બેસી ગઈ.
    હું રોજ તમને બાલ્કનીમાંથી જોઉં છું. ઝાંઝરની જેમ રણકતાં રહો છો. આજે ઉદાસ લાગો છો.
    ક્યારેક પ્રસન્નતાનોય થાક લાગે છે. ઘરનું કામ કે ઘરનાં લોકોનાં કામ એ વિષે મારી કોઈ ફરિયાદ નથી, પણ મને ક્યારેક શાંતિ અને એકલતાની ઝંખના થાય, ક્યારેક માત્ર મારા એકાંતના ટાપુ પર હું થોડો સમય મારા માટે અને મારી સાથે વિતાવું. આ ભર્યા ભર્યા ઘરમાં મારો એક નાનોસરખો ખૂણો હોય, જ્યાં હું નિરાંતે આકાશને જોઈ રહું કે મારી મનપસંદ કવિતા વાંચી શકું. હું તો એય ભૂલી ગઈ છું કે હું બી.એ સંસ્કૃત સાથે થઈ છું અને ભાસ ને કાલિદાસ મારા પ્રિય હતા ! મારા સંગીતપ્રેમી મામાને ત્યાં દર વૅકેશનમાં જતી ત્યારે પિયાનો અને સિતાર શીખતી.
    ખરેખર ? મેં જરા આશ્ચર્યથી પૂછયું.
    મનેય મારા માટે નવાઈ લાગે છે. ઘણી વાર રિયાઝ શરૂ કરવાની ઝંખના થાય છે, પણ તમે જુઓ છો ને ! હું સહુ માટે જીવું છું. કયારેક પીડાની ફાંસ મનમાં ઊંડી ઊતરી જાય છે, ત્યારે અહીં આવવા મન ઉપરતળે થઈ જાય.
    એક વાત કહું સુરભિ ? તમે જ તમને મદદ કરી શકશો.
    એટલે ?
    તમારે માથે લદાયેલાં બધા કામની ગાંસડી બાંધી લેવાને બદલે એ કામ સૌને ધીમે ધીમે સોંપી દેતા જાઓ. પોતાની જરૂરિયાતોની થોડી ચિંતા સૌ પોતાની મેળે કરી લે એમાં કશું ખોટું નથી.

    એ જરા ચમકી ગઈ હોય એમ મારી સામે જોઈ રહી.
    મેં કહ્યું, તમે જાણો છો પ્રેમને નામે કેટલું શોષણ થાય છે સ્વજનોના સંબંધોમાં ? તમે આપણા પ્રખ્યાત લેખક દર્શકની નવલકથા ‘ઝેર પીધાં જાણી જાણી’ વાંચી છે ?
    કૉલેજમાં ટેક્સ્ટબુક હતી. રોહિણી મારું પ્રિય પાત્ર છે.
    દર્શક લખે છે, જે બાંધે છે તે મોહ, મુક્ત કરે તે પ્રેમ.
    એણે સ્નેહથી મારો હાથ પકડી લીધો.
    ચાલો ઊઠીશું ? સૌ આવે એ પહેલાં સ્ટોરેજના કબાટમાંથી મારી સિતાર બહાર કાઢીને સાફ કરી લઉં. તાર મેળવતાં જ કેટલાં દિવસો થશે !
    અમે બન્ને ચાલવા લાગ્યાં. ધીમે ધીમે ઊતરતા અંધકારમાં રસ્તા પર સાંજની બત્તીઓ ઝગમગી ઊઠી હતી.
    જો તમે વહેલી સાંજે કદીક અહીંથી નીકળો તો એ બાંકડા પર કોઈ સ્ત્રીને બેસેલી જોઈ શકશો. એ સુરભિ જ હશે….

Advertisements

12 responses to “સુરભિ…. – વર્ષા અડાલજા

 1. I think this is really a heart touching article. I read it and most i liked is the words used and character of SURBHI because she is there in real life. Plz put such real artcle regularly. thanx to writer.

 2. When I was reading, I double checked whether the author is Varsha or Kundanika ! ‘Surabhi’ reminded me of ‘Vasudha’ in ‘ Saat Pagalaa Aakaashamaan.

  But I think, the story is at least thirty years old. The present day Gujarati housewife, even in middle class families in cities, is much more liberated.And the families are mostly nuclear now.

  I do not know much about woen’s life in poor or rural families.

 3. After a long long time..like Surbhi..I have also found some time to read this story!! Very touchy..Thanks for sharing Varsha ji.
  Regards,
  Sonal ( NJ,U.S. A)

 4. We did a play in London based on her writings – it was super !! She is a very good writer.

  RT

 5. અમિત પિસાવાડિયા

  સરસ , ઘણી સુંદર વાર્તા છે , વર્ષા અડાલજા ની વાર્તા ઓ ખુબ જ સુંદર હોય છે ,

 6. Compliments to Varshaben for putting across characters like ‘Surabhi’. Yes, I see Kundanika Kapadia’s ‘vasudha’ in here too. And many more I have come across in my social circle.

 7. again it is a beautiful creation by varsha adalja.
  her stories portrays human emotions in very effective manner. keep writing such fantastic stories

 8. versha adalja ni aa surbhi ne hu pan ghani waar madi chhu. swajano na prem ma khowaai gayeli ..
  daulatbhai desaai na pustak ma vaanchelu vaakya yaad aawi gayu – :” laagnisheel jaroor rahevu pan laagnivash n thai javu.”
  aa laagnishil ne laagni vash vachhe ni je baarik dekha chae aene jo aatmsaat kari laiye to swajano ne sambhadta sambhadta potane sambhadwanu pan chuki n jawaay.
  versha adalja ne vaanchwa ae humesha man na aagne avsar aawya juwu j laage chae.

 9. simply the best

 10. It’s very touching. I really liked to read Varsha Adalja’s stories. pl. put more stories like this.

 11. read the story-indian culture teaches to sacrifice for various reasons – BUT to what extent – WHEN duties are over and all the members hve left the nest – lot of’surbhis’ are left wondering how to fill the void in their lives – this story is eye opener and inspiration without feeling guilty to teach members of the family not to take for granted an individual but to think of the emotional and physical limits of others – pls print more stories of similar themes

 12. priya priya Varsha ben
  tamari vartao siddhi dil ne sparsh kari jay che. Ben tame ek var kacchi lohana mahajan ma em kahu hatu k j sacchu hoi te lakho kalpanik vato ochchi lakho . me aa vakhte lohana nu mahila visheshank ma ej kimiyo ajmaviyo ane hu safal thai. tamaro khub khub aabhar
  Neeta