રીટાનો અકર્મયોગ – પલ્લવી મિસ્ત્રી

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ લખી મોકલવા બદલ શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં અર્જુનને સમજાવેલા ‘કર્મયોગ’ થી તદ્દન વિપરીત એવો ‘અકર્મયોગ’ માતા કૃષ્ણાદેવીએ પુત્રી રીટાને પરણાવતી વેળાએ સમજાવ્યો હતો. રીટા એ કઈ રીતે પ્રયોજતી તે કેટલાંક દશ્યો અને સંવાદો દ્વારા સમજાવ્યું છે.

દશ્ય-1 : પતિ સાથે સંવાદ

‘રીટા, એ રીટા, મારાં કપડાં અને ટુવાલ ક્યાં છે ?’
‘તારી ચીજો તું જાણે, મને શું ખબર ?’
‘ન ખબર હોય તો મમ્મીને પૂછીને અથવા શોધીને મને આપ.’
‘તું જાતે લઈ લે. હું કંઈ તારી ગુલામ નથી.’
‘પણ મારી પત્ની તો છે ને ? પત્ની તરીકેની તારી ફરજ છે કે તું મને કામમાં મદદ કરે.’
‘તું તો “આંગળી આપે તો પહોંચો પકડે” તેવો છે. એક વાર મદદ કરું તો પછી જિંદગીભર વેઠ કરાવે.’
‘ઘરકામને તું વેઠ ગણે છે ?’
‘નહીંતર બીજું શું ? તું મને અહીં કામ કરવા લાવ્યો છે ?’
‘ના, તને મારા માથે બેસાડીને ફેરવવા લઈ આવ્યો છું.’
‘હું કંઈ તારી કામવાળી નથી સમજ્યો ?’
‘ઘરનું કામ કર્યેથી કોઈ સ્ત્રી કામવાળી બની જતી નથી, સમજી ? મમ્મી અને મોટાં ભાભી કામ કરે જ છે ને ?’
‘કરતા હશે, એમને એમની પૉઝિશનની પડી નથી.’
‘તને તો ગૃહિણી તરીકેની તારી ફરજની પણ પડી નથી.’
‘તું ગમે તે કહે, મને કંઈ જ ફરક નહીં પડે.’
‘પણ મને, પડે છે. કંઈક કરવું જ પડશે તારું.’

દશ્ય-2 : સાસુ સાથે સંવાદ

‘રીટાબેટા, તારા સસરા માટે એક કપ ચા મૂકી દે તો.’
‘મમ્મી, હું ટી.વી. પર પ્રોગ્રામ જોઈ રહી છું.’
‘ચા બનાવતાં વળી કેટલી વાર ? એ બનાવીને પછી ટી.વી. જો જે.’
‘મમ્મી, તમે જ ચા બનાવી આપો ને.’
‘હું અથાણા નાંખી રહી છું. મારા હાથ તેલવાળા છે અને તારા સસરાને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તને ચા બનાવવા કહ્યું.’
‘મમ્મી, એક તો મને ચા બનાવતા આવડતી નથી અને એની ‘ડર્ટી’ સ્મેલ પણ ગમતી નથી.’
‘તને આવ્યાને ચાર મહિના થયા. રસોઈનું તો ઠીક પણ હજી ચા બનાવતાંય ન શીખી.’
‘મમ્મી, તમે લોકો આ ‘ડર્ટી-ટી’ પીવાનું છોડી કેમ દેતાં નથી ?’
‘અરે ! તને ચા બનાવવાનું કહ્યું એમાં તુ અમને ચા છોડાવવા બેઠી – કાલે ઊઠીને ખાવાનું બનાવવાનું આવશે તો અમને એય છોડી દેવાનું કહેશે ?’
‘અફકોર્સ ! હું કંઈ તમારી ‘રસોઈયણ’ નથી.’
‘તું શું છે એ જ નથી સમજાતું. બસ, એટલું સમજાય છે કે તારી સાથે “જીભ બાળવી તે કરતાં જાત બાળવી સારી.’


દશ્ય – 3 : નણંદ સાથે સંવાદ

‘એ રીટાભાભી, મારા વાળમાં આ ગજરો પરોવી આપો ને.’
‘મને ટાઈમ નથી.’
‘અરે વાહ ! પલંગ પર લેટીને મૅગેઝીન તો વાંચી રહ્યા છો. પ્લીઝ, ભાભી, પરોવી દો ને.’
‘જુઓ, શીનાબેન, હું કંઈ તમારી ‘હેરડ્રેસર’ નથી કે તમારા વાળમાં ગજરા પરોવતી ફરું. એકચ્યુઅલી, મને આવાં બધાં કામ ગમતાં જ નથી.’
‘તમને તો કોઈ કામ ગમતું નથી. સાચું કહું ? ‘યૂ આર યુઝલેસ પર્સન ઈન ધીસ હાઉસ.’
‘સો વ્હોટ ? મને કંઈ ફરક પડતો નથી.’

દશ્ય-4 : જેઠાણી સાથે સંવાદ

‘રીટા, પીંકીને જરા આટલા શૂઝ પહેરાવી દે ને. હમણાં એની સ્કૂલની વાન આવી જશે.’
‘મને નથી આવડતું.’
‘શું ? શૂઝ પહેરાવતાં ?’
‘હા.’
‘ઠીક, તો આ મુન્નાને જરા વાર હીંચકો નાંખ. હું પીંકીને શૂઝ પહેરાવી દઉં.’
‘ભાભી, હું કંઈ તમારાં બાળકોની આયા કે નોકર નથી. અને મને આવાં હલકાં કામો પસંદ નથી.’
‘હા, તને તો આળસુની જેમ પડ્યા રહેવાનું કે પછી મહારાણીની જેમ મહાલવાનું જ પસંદ છે.’
‘તમારે તેથી શું નિસબત ? ઈર્ષ્યા આવે છે મારી ?’
‘ના, દયા આવે છે અમારા રોનકભાઈની. તમારા જેવી નકામી વહુ લાવ્યા તે દિ’થી બિચારાની રોનક જ ઊડી ગઈ છે.’
‘હં – તમે તમારું સંભાળો ભાભી, અમારી પંચાત છોડો ને.’
*************

લેટેસ્ટ ન્યૂઝ મુજબ ‘અકર્મયોગી’ એવી રીટા પિયર પાછી ફરી. પિયરમાં પણ ‘અકર્મયોગ’ પ્રયોગથી ભાઈ-ભાભી સાથે ન ફાવ્યું અને પછી એકલી અલગ રહેવા ગઈ, નોકરી કરવા લાગી. નોકરીમાં અને પોતાના ઘરમાં એણે ક્યા યોગનું પાલન કર્યું તે ખબર નથી !!

Advertisements

12 responses to “રીટાનો અકર્મયોગ – પલ્લવી મિસ્ત્રી

 1. LOL…thank you Mrs. Mistry. it was totally Hillarious.

 2. i do not think this was funny..our daughters learn from all these examples and please do not link this with Gita’s Karmyog…

 3. રીટા નો અકર્મયોગ તો ભારે હો ! 🙂

  બહુ જ સુંદર હાસ્ય લેખ,

  અમિત ના જય શ્રી કૃષ્ણ
  http://amitpisavadiya.wordpress.com

 4. The nude-fact of some modern families has been nicely represented with a touch of humour.
  Great Posting…. Keep it up…

 5. Good one LOL !!!!!!!!!!!!1

 6. અકર્મીનાં પડિયા કાણા.
  આટલા સરસ સ્વભાવવાળા રીટાબેને નોકરીમાં શો દાટ વાળ્યો હશે? ભગવાન જાણે.
  નીલા

 7. It’s reality of our society. Each one should understand his/her responsibility.

  Very Good joke with reality.

  Thank you

  Kirit

 8. સાત પગલાં આકાશમાં હવે બહુ જૂનાં થઇ ગયાં. આધુનિક જમાનાની આ વાત ગમી.

 9. This is I think the story for new version Girls who are thinking like this.

 10. Good satire…novel way to teach Geeta to today’s generation…..

 11. ગજબનો હાસ્યલેખ!!!!!!!!!!!હસવા માટે સારો…અમલમા મૂકવા લાયક જરા પણ નહીં..

 12. I don’t see the reality here. I don’t think any Indian educated woman would behave like this.