સુસંસ્કાર – રોહિત દેસાઈ

[‘સંદેશ’ અખબારની બાળપૂર્તિમાં બાળકોએ લખેલી મૌલિક વાર્તામાં જેને 23-ઓક્ટોબર-2006 ના અઠવાડિયામાં શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો છે તે બાળલેખક રોહિત દેસાઈ (અરોડા)ની વાર્તા ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. ]

સુંદરપુર નામનું એક ગામ હતું. એ ગામમાં બધા હળીમળીને સંપથી રહેતા હતા. આ ગામમાં વિનય નામનો એક હોંશિયાર છોકરો હતો. જેવા નામ તેવા ગુણ, મોટા માણસોનું માન જાળવતો. ઘરડાં લોકોને કંઈ કામહોય તો મદદ કરતો. પોતાના મિત્રો જોડે પણ લડાઈ-ઝઘડા કરતો નહીં. અને શાંતિથી તે રહેતો હતો.

વિનયના પિતાજીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વિધવા માતાએ વિનયને ખૂબ જ સારા સંસ્કાર આપીને મોટો કર્યો. ગામની અંદર ચાર ધોરણ સુધી શાળા ચાલતી હોવાથી આગળ ભણવા માટે શહેરમાં જવું પડતું હતું.

ગામના સરપંચ ભલાભોળા માણસ હતા. વિનયની હોશિયારી અને તેજસ્વીતા જોઈને ગામના સરપંચ શહેરની એક સારી શાળામાં ભણવા માટે આવે છે. શાળામાં તો પૈસાદારના બાળકો આ ગામડાના વિનયને જોઈને હસે અને તેની મજાક ઉડાવે છે. વિનય ગુસ્સે થતો નથી અને પ્રેમથી બધા મિત્રો જોડે વાતો કરે છે. વિનય હોશિયાર હોવાથી શાળામાં સાહેબ જે પ્રશ્નો પૂછે એનો સરસ જવાબ આપે છે. આ વર્ગમાં મહેશ નામનો તોફાની વિદ્યાર્થી હતો વિનયની હોંશિયારી જોઈને મહેશને ઈર્ષા આવે છે. મહેશ કાયમવિનયને હેરાન-પરેશાન કરતો હોય છે. જ્યારે પણ તક મળે ત્યારે વિનયને સાહેબની હાજરીમાં નીચો પાડવાની કોશિશ તે કરતો હોય છે.

એકવાર મહેશના તોફાની મિત્રોએ ભેગા થઈને વિનયને ચોર અને જુઠ્ઠો પાડવા માટે નવો ખેલ રચ્યો. તોફાની મહેશે પોતાના એક મિત્રની ચોપડી વિનયની થેલીમાં મૂકી દીધી. વર્ગમાં આવીને સાહેબે પાઠ ભણાવવાનું શરૂ કર્યું ત્યાં તો મહેશના તોફાની મિત્રએ ઊભા થઈને મારી ચોપડીઓ ગુમ થઈ છે એવી બૂમ પાડી. વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. સાહેબે વિદ્યાર્થીઓને પૂછ્યું. કોઈ બોલ્યું નહીં. બધા વિદ્યાર્થીઓ એક બીજા સામે જોવા લાગ્યા. તોફાની મહેશ ઊભો થયો અને કહ્યું કે, ‘સાહેબ, વિનયને મેં રિસેસમાં ચોપડી ચોરતાં જોયો હતો. સાહેબ તપાસ કરો.’ સાહેબે તપાસ કરી. ખરેખર વિનયની થેલીમાંથી ચોપડી મળી. સાહેબ ગુસ્સે થયા. વિનયને પાંચ સોટીઓ મારી. વિનય સાહેબની હાજરીમાં ચોર સાબિત થયો.

મહેશ અને તેના તોફાની મિત્રો એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા. તેમને તો મજા પડી. સાહેબે વિનયને આચાર્યસાહેબ પાસે શિક્ષા માટે મોકલ્યો. આચાર્ય સાહેબે વિનયનું શાળામાંથી એડમિશન રદ કર્યું અને વિનયને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો.

વિનય શાળામાંથી બહાર નીકળતાં પહેલાં તોફાની મહેશને મળ્યો અને પોતાના નાસ્તાના ડબ્બામાંથી મીઠાઈ ખવડાવી અને વિનયને કહ્યું કે, ‘આજે મારો જન્મદિવસ છે. એટલે મારી માતાએ મીઠાઈ બનાવી છે અને કહ્યું છે કે, તારા મિત્રોને ખવડાવજે. આજે આ શાળામાં મારો છેલ્લો દિવસ છે. આપણે ફરી મળીએ કે ના મળીએ. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માગું છું. એમ કહીને એ શાળામાંથી પોતાનો થેલો લઈને બહાર નીકળી જાય છે.

તોફાની મહેશને મનમાં અનેક વિચારો આવે છે. મહેશને થાય છે કે, મેં વિનયને કેટલો હેરાન પરેશાન કર્યો છે પણ છતાંય તે ગુસ્સે થતો નથી અને મને એના જન્મદિવસની મીઠાઈ ખવડાવે છે અને મારી માફી માગે છે. તોફાની મહેશનું હૃદયપરિવર્તન થાય છે. મહેશને પસ્તાવો થાય છે. આથી તોફાની મહેશ આચાર્યસાહેબ જોડે માફી માગે છે અને કહે છે કે સાહેબ, વિનયે ચોપડીઓની ચોરી કરી નથી. એ તો મેં વિનયને હેરાન-પરેશાન કરવા માટે મેં નાટક કર્યું હતું. વિનયને આ શાળામાં સાહેબ, ફરીથી એડમિશન આપી દો. નહિ તો સાહેબ એક સારા અને હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી જશે. વિનય તો સાહેબ ખૂબ જ હોંશિયાર અને સંસ્કારી વિદ્યાર્થી છે. વિનય તો શાળાનું નામરોશન કરે એવો વિદ્યાર્થી છે.

આચાર્ય સાહેબે વિનયને ફરીથી એડમિશન આપી દીધું. મહેશ અને તેના તોફાની મિત્રો ભેગા થઈને વિનયની માફી માગે છે. વિનય હસતા મુખે માફ કરી દે છે. વિનય અને મહેશ બંને સારા મિત્રો બની ગયાં. વિનયના સારા સંસ્કારો જોઈને તોફાની મહેશ અને તેના તોફાની મિત્રો સુધરી જાય છે. આમ, વિનયે પોતાના કુટુંબનું, ગામનું અને શાળાનું નામરોશન કર્યું.

Advertisements

4 responses to “સુસંસ્કાર – રોહિત દેસાઈ

  1. Very positive lesson for children.

  2. સુસંસ્કાર – સુંદર બાળવાર્તા.
    અભિનંદન રોહિતભાઇ દેસાઇને…

  3. સરસ વાર્તા છે.

    રોહિત ને ખુબ – ખુબ અભિનંદન