જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

ખુદમાં ભરચક, ખુદમાં એકાંત છું,
મૌન હલચલ જેવો જ હયાત છું.

જે સમજ છે એ જ અવિચલ રહી,
જ્યાં અડગ છું, એક ઉત્પાત છું.

છેક મક્તામાં સમાવી શક્યો,
હાંસિયાના શબ્દની જાત છું.

ખુદ નથી વશ ખુદના પણ હાથમાં,
પથ્થરો તોડે એ પ્રપાત છું.

છું અનોખો એટલે છું સફળ,
‘કીર્તિ’ નામે એક જજબાત છું.

Advertisements

3 responses to “જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

  1. wahwah…….last line is too good…….keep it up
    keerti means prakhyaat……