દીવો થાય છે – મનીષ પરમાર

બારણામાં રોશની ફેલાય છે,
દૂર ઘરમાં દીવો થાય છે.

કેટલા રસ્તા હવે ડૂબી ગયા,
પગલુ ક્યાં અંધારનું દેખાય છે ?

હુંય તારી આંખના શબ્દો બનું,
પત્ર આજે આંસુનો સમજાય છે.

આ પવનનો હાથ સ્પર્શે ફૂલને,
એટલામાં મ્હેક વરસી જાય છે.

એ પછી વરસાદ ખાબકશે મનીષ –
જળ ભરીને વાદળો બંધાય છે.

Advertisements

2 responses to “દીવો થાય છે – મનીષ પરમાર

 1. “હુંય તારી આંખના શબ્દો બનું,
  પત્ર આજે આંસુનો સમજાય છે.”

  વાહ! આ હૃદયસ્પર્શી કવિતા માટે મનીષભાઈ તમને હાર્દિક અભિનંદન

 2. સુંદર ગઝલ…

  હુંય તારી આંખના શબ્દો બનું,
  પત્ર આજે આંસુનો સમજાય છે.

  આ પવનનો હાથ સ્પર્શે ફૂલને,
  એટલામાં મ્હેક વરસી જાય છે.

  -અને મજાના કલ્પન !