વાચકોને વિશેષ સૂચના – તંત્રી

વ્હાલા વાચકમિત્રો,

રીડગુજરાતી જે સર્વર પર મૂકવામાં આવી છે તેની પર વાયરસ નો કોઈક પ્રોબ્લેમ થયો હોવાને લીધે કદાચ આપને પણ અસુવિધા થઈ હશે જેના લીધે હું ક્ષમા ચાહું છું. કૃપયા આપ આપના કોમ્પ્યુટરનું એન્ટીવાયરસ ચાલુ રાખીને જ સાઈટ ખોલશો. (સાહિત્ય વિભાગમાં વાયરસ નો કોઈ પ્રોબલેમ નથી, જે પ્રોબલેમ છે તે સાઈટના મુખ્ય પેજ પર જ છે.) ચોવીસ કલાકથી સર્વર એડમિનિસ્ટ્રેસ્ટર્સ વાયરસ કાઢવાનો સતત પ્રયત્ન કરી જ રહ્યા છે પરંતુ ટેકનિકલ કારણોસર એને હજી સંપૂર્ણ સુધારી શકાયું નથી. આગામી 12 કલાકમાં સર્વર સંપૂણ નોર્મલ થઈ જાય તે માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. અને તેથી આવતીકાલે કદાચ આ સાહિત્ય વિભાગમાં નવી કૃતિઓ નહીં મૂકી શકાય તે માટે માફી ચાહું છું. તેમ છતાં કંઈક નાની કૃતિ મૂકી શકાય એવી કોશિશ અવશ્ય કરીશ. આ સાથે સાઈટના હોમપેજ પર ગુરુવારે જે વિશેષ લેખ માટે સૂચના મૂકવામાં આવી હતી તેને પણ હવે આ પરિસ્થિતિ નોર્મલ થયે જ લઈ શકાશે જેની આપ નોંધ લેશો.

રીડગુજરાતી માટે બને ત્યાં સુધી હું કોઈ પણ પ્રકારની આર્થિક સહાય લેવી ના પડે તેવી જ કોશિશ કરું છું અને તે માટેનું પ્રોવિઝન અને ગણતરીથી જ ચાલુ છું પરંતુ આ વાયરસ, સ્લો સર્વર અને તે ઉપરાંત હવે વધારે વાચકોને ધ્યાનમાં રાખીને ઉત્તમ અને કોઈ પણ અડચણ વગર સાઈટ સતત ચાલુ રહે તે માટે તેને નવા સર્વર પર ખસેડવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. આમ અચાનક કરવાનું થયું હોઈને સાઈટને નવા સર્વર પર લેવા માટે રૂ. 7000 ની તાત્કાલિક જરૂર ઊભી થઈ છે. વાચકો જો શક્ય હોય, અને જેટલું શક્ય હોય એટલી સહાય કરશે તો મારું કામ સરળ થઈ રહેશે. કદાચ કોઈ કારણોસર કોઈ આર્થિક સહાય ન કરી શકે તો પણ એમાં કશો જ વાંધો નથી, ઈશ્વર કૃપા હશે તો હું બને એટલી જલ્દીથી આ સમસ્યા ઉકેલવા પ્રયત્ન કરીશ.

આપના સહકારની અપેક્ષા સહ,

તંત્રી :
મૃગેશ શાહ

Advertisements

8 responses to “વાચકોને વિશેષ સૂચના – તંત્રી

 1. Are Mrugeshbhai, Tamare to hak to paisa magvana hoy.

  Bolo pura Rs 7000 /- kevi rite pahonchadu?

  Regards,

 2. How can I send you money?
  Ashish

 3. Hello,

  Can you please send some information regarding how can we send money and where?

  Kanan

 4. I would like to help you. Please let me know address to send the check.–Hasmukh

 5. પ્રિય વાચકમિત્રો,

  આપ સહુના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌને મેં વ્યક્તિગત ઈ-મેઈલ કરીને મારું પોસ્ટલ એડ્રેસ મોકલી આપ્યું છે.

  હાલ પુરતું તો રીડગુજરાતી સર્વર પર વાયરસ દૂર થઈ ગયા છે પરંતુ તેને નજીકના ભવિષ્યમાં સારા સર્વર પર ખસેડવાની જરૂરીયાત તો રહે છે જ, જે માટે આપના આ સહયોગ બદલ હું ઋણી રહીશ. આ તમામ પ્રાપ્ત થતી રકમ રીડગુજરાતી વધારે સારી રીતે સુવિધાઓ આપી શકે તે માટે જ વાપરવામાં આવશે તેની ખાત્રી આપું છું.

  આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.
  ધન્યવાદ.

  તંત્રી :
  મૃગેશ શાહ, વડોદરા.

 6. Hi,
  I am reading sahitya on this site for last few months. I never posted any coments on any article. But I would also like to contribute for that. Please send me your address.
  Thanks a lot for good Sahitya

 7. અમે છે જ સાથે. ચિંતા ના કરો.