મારું બાળપણ – સદરૂદીન ખીમાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સદરૂદીન ભાઈનો (જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર) ખૂબ ખૂબ આભાર.]

આંચળમાં નમતું, હેતથી નવાઝતું,
કેવું અનોખું છે મારું બાળપણ.

પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્દભુત છે મારું બાળપણ.

મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબી છે મારું બાળપણ.

બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,
કેવું વિચિત્ર છે મારું બાળપણ.

રમકડાંથી રમતું, લોકચાહના પામતું,
કેવું પ્રેમાળ છે મારું બાળપણ.

વડિલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,
કેવું સુખ રૂપ છે મારું બાળપણ.

સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
કેવું વિચારશીલ છે મારું બાળપણ.

Advertisements

2 responses to “મારું બાળપણ – સદરૂદીન ખીમાણી

 1. બાળપણ યાદ આવી ગયુ હો !

  સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
  કેવું વિચારશીલ છે મારું બાળપણ.
  સરસ પંક્તિઓ.
  અભિનંદન સદરૂદીનભાઇ.

 2. want to rewind the life button, Mr.Sadruddin?
  Nice words in the poem..keep on writing