કહેવતોમાં આરોગ્ય – રમેશ સંઘવી અને રમણીક સોમેશ્વર

[જેની ટૂંક સમયમાં ચાર-ચાર આવૃત્તિ થઈ છે એવા પ્રખ્યાત પુસ્તક ‘શાંત તોમાર છંદ’ માં દોહરા, કાવ્ય, સુવાક્ય, પ્રેરકપ્રસંગ, પથ્ય અને ચૂંટેલી વાંચન સામગ્રીનો જાણે છપ્પનભોગ પીરસેલો છે. તેમાંથી આરોગ્ય લક્ષી કહેવતોની માહિતી આજે સાભાર લેવામાં આવે છે. આ પુસ્તકની વધુ પૂછપરછ માટે આપ પ્રકાશક શ્રી વનરાજભાઈ પટેલનો +91 285 2650505(જૂનાગઢ) ખાતે સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પ્રકાશકશ્રીનો ખૂબ ખૂબ આભાર. ]

[01] ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે.
[02] ચેતતો નર સદા સુખી.
[03] અન્ન એવા ઓડકાર.
[04] કજિયાનું મૂળ હાંસીને રોગનું મૂળ ખાંસી.
[05] કડવું ઓસડ મા જ પાય.
[06] જાગ્યા ત્યારથી સવાર.
[07] જેટલા ભોગ તેટલા રોગ.
[08] જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ.
[09] દુ:ખનું ઓસડ દહાડા.
[10] ધીરજના ફળ મીઠાં.
[11] પહેલું સુખ તે જાતે નર્યા.
[12] મન ચંગા તો કથરોટમેં ગંગા.
[13] વાવે તેવું લણે.
[14] જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે.
[15] અન્ન તેવું મન, પાણી તેવી વાણી.
[16] અન્ન પારકું છે પણ પેટ કંઈ પારકું નથી.

[17] અલ્પાહારી સદા સુખી.
[18] ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય; દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય.
[19] ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે.
[20] કેળાં માગે એલચી ને કેરી માગે સૂંઠ.
[21] ખાટી છાશ ઉકરડે જ ઢોળાય.
[22] કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ; તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ ?
[23] ખાવામાં ન જુવે તે વ્હેલો ખાટ સુવે.
[24] ગળ્યું જે નિત્ય ખાય તે વૈદ્ય પાસે જરૂર જાય.
[25] ઘઉંની કણક જેમ કેળવો તેમ કેળવાય.
[26] ઘેર દુજણું ને લુખું ખાય, એવો કોણ મૂરખ રાય ?
[27] ઘણીય ભૂખ લાગે પણ તેથી કંઈ બે હાથે ખવાય ?
[28] જાન બચી લાખો પાયા.
[29] થોડા ખાના, ખૂબીસે રહના.
[30] દૂધ, પૌંઆ ને ખીચડી ને ઉપર ખાધું દહીં; તાવે સંદેશો મોકલ્યો, ખાટલો પાથર્યો કે નહીં ?
[31] દૂધ, સાકર ને એલચી, વરીઆળી ને દ્રાક્ષ; જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ.
[32] પેટને પૂછીને ખાવું, જીભને નહીં.
[33] બેઠું ખાય તે એઠું થાય.
[34] ભાવે તેટલું ખાવું નહીં ને આવડે તેટલું લવવું નહીં.
[35] બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન; ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન.
[36] મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ.
[37] રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે.
[36] રોગને શત્રુ ઉગતા જ ડામવા.
[37] સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.
[38] સો દવા એક હવા.
[39] સૂંઠ, સંચળ ને કાચકો, જે ખાય તેને ન આવે આંચકો.
[40] હીંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ મેલ.
[41] થોડું ખાઈએ તો સુખ ઉપજે, વધુ ડૉક્ટર લઈ જાય.
[42] આંખે પાણી, દાંતે લુણ; પેટ ન ભરીએ ચારે ખૂણ
[43] અલ્પાહાર એ હંમેશનો અપવાસ છે.
[44] વધુ ખાવાથી જ માંદા પડાય છે, ઓછું ખાવાથી માંદા પડ્યાનું સાંભળ્યું ?

………….
આરોગ્ય વિશે વધુ કંઈક……

[01]
સર્વમન્યત પરિત્યજ્ય શરીર મનુ પાલ્યેત્ |
તદ્દઅભાવેન ભાવનાં સર્વાભાવ ઈવાસ્મૃત: ||
– ચરક સંહિતા
(બીજું બધું છોડીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ મુખ્ય ગણવું જોઈએ, કેમ કે શરીર અભાવ કે નાશ થતાં સર્વ ભાવોનો નાશ થઈ જાય છે.)

[02]
બ્રાહ્મ મુહૂર્તે બુદ્ધયેત્ સ્વસ્થો રક્ષાર્થ માનુષ: |
તત્ર દુ:ખસ્ય શાંતયર્થ સ્મરેદ્વિ મધુસૂદનમ્ ||
-ભાવમિશ્ર
(પોતાનાં આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યે બ્રાહ્મમુહૂર્તમાં એટલે કે સવારે 4 થી 6 ના ગાળામાં ઉઠીને દુ:ખની શાંતિ માટે પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ.)

[03]
પરિહાર્યાણી અપથ્યાનિ સદાપરિહરન્નર: |
ભવત્યનૃણતાં પ્રાપ્ત સાધુનામિહ પંડિત: ||
(માણસે રોગ મટે એવો હોય કે ન મટે એવો હોય પરંતુ જીવનમાં સુપથ્ય, દુરાચારદિથી તો સદાય દૂર જ રહેવું જોઈએ. કેમકે તેનાથી જીવન અને મરણ બંને ઉદાહરણીય બની જાય છે.)

[04]
અણુ હિ પ્રથમ ભુત્વારોગ: પશ્ચાત વિવર્ધતે
તસ્માત પ્રાગેવ રોગેભ્યો રોગેષુ તરુણેષુ ચ;
ભૈષજૈ પ્રતિ કૃર્વીત ય ઈચ્છેત સુખાત્મન: ||
-ચરક
(રોગ પ્રારંભમાં અણુસમાન નાનો હોય છે. પરંતુ ઉપેક્ષાથી તે વધતો જાય છે અને મારક સુધી લઈ જાય છે. આથી સ્વાસ્થ્ય ઈચ્છનારાઓએ રોગને તરુણાવસ્થામાં જ જીતી લેવા પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો પસ્તાવા સિવાય કંઈ રહેતું નથી.)

[05]
ચિંતા વ્યાધિ પ્રકાશાય નરકાય પ્રકલપતે |
તસ્માદ્દ ચિંતા પરિત્યજ્ય અનુવર્તસ્ય શોભતે ||
-વૈદિક રહસ્ય
(ચિંતા વ્યાધિને વધારે છે અને નવા વ્યાધિઓ પ્રગટ પણ કરે છે, તેથી સજ્જન પુરુષે ચિંતાને, તન-મનનાં સ્વાસ્થ્ય માટે છોડી દેવી જોઈએ.)

[06]
લાઘવં કર્મ સામર્થ્યં સ્થૈર્યં કલેશ સહિષ્ણુતા |
દોષક્ષયોઅગ્નિવૃદ્ધિશ્ચ વ્યાયામદુપજાયતે ||
(માપસરની કસરતથી શરીર હલકું થાય છે. કામ કરવાનું સામર્થ્ય પણ આવે છે. શરીર મજબૂત થાય છે. પરિશ્રમ સહન કરવાની ટેવ પડે છે. વધેલા દોષો જેવા કે વાત, પિત્ત, કફ ઘટે છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.)

[07]
વ્યાયામ કુર્વતો નિત્યં વિરુદ્ધમપિ ભોજનમ |
વિદગ્ધમઅંદગ્ધવા નિર્દોષં પરિપચ્યતે ||
-સુશ્રુત
(નિત્ય વ્યાયામ કે પરિશ્રમ કરનારને વિરુદ્ધ ભોજન, અપક્વ અન્ન કે વિરુદ્ધ અન્ન પણ નિર્દોષ રીતે, સારી રીતે પચી જાય છે.

[08]
ગ્લાનિ ગૌરવ વિષ્ટમ્ભ ભ્રમ મારુત મૂઢતા: |
વિબન્ધો વા પ્રવૃત્તિ સામાન્યઅજિર્ણલક્ષણમ્ ||
(બેચેની, શરીર ભારે લાગવું, આળસ, પેટ ભારે લાગવું, અંધારા આવવા, અવળો ગેસ થવો, ઝાડો ન આવે અથવા ઝાડા થઈ જાય – આ બધાં ખોરાક ન પચ્યાં એટલે કે અજીર્ણનાં લક્ષણ છે.

[09]
આપ્તોદેશ: પ્રાનં પ્રતિ પ્રતિશ્ચકારણમ્ |
વિકારાણામનુત્યા તાં ઉત્પતાનાં ચ શાન્તયે ||
(આપ્ત પુરુષો કે તજજ્ઞોના ઉપદેશ, આરોગ્ય પ્રત્યેની ઉત્તમ સમજણ, તે પ્રમાણેનું અનુસરણ, વિકારોને ઉત્પન્ન ન થવામાં તથા ઉત્પન્ન થયેલા વિકારો – રોગોને શાંત કરવામાં ઉપયોગી બને છે.)

[10]
નરાગાન્નાપ્યઅ વિનાદ આહારાનુ પ્રયોજયેત |
પરીક્ષ્ય હિતમરનીયાદ દેહો આહાર સંભવ: ||
(મનુષ્યએ કોઈ દિવસ જીભના સ્વાદથી લાલચથી, આહાર દ્રવ્યોનું સેવન કરવું જોઈએ નહીં. બરાબર પોતાની તાસીરનું તથા હિતકારી આહારનું પરીક્ષણ કરી પછી જમવું જોઈએ, કારણકે આહારથી જ આ શરીર ટકે છે.)

[11]
યાવદચયસ્યા શમનમ્ શિતમનુ વહત્ય પ્રકૃતિ દશાકાલં |
જરાં ગચ્છતિ તાવદસ્ય માત્રા પ્રમાણં વેદિતવ્યં ભવતિ ||
(ખોરાક માત્રામાં જ જમવો જોઈએ. અને જે માણસને જમ્યા પછી તેની પ્રકૃતિ બગડ્યા વિના સમય પ્રમાણે સારી રીતે પચી જાય કે પેટ ભારે ન લાગે તેના માટે તેટલી ખોરાકની માત્રા જાણવી જોઈએ.]

[12]
યોગમાસાં તુ યો વિદ્યાદેશકાલોપપાદિતમ્ |
પુરુષં પુરુષં વીક્ષ્ય સ જ્ઞેયો ભિષગુત્તમ: ||
-ચરક સંહિતા
(પ્રત્યેક વ્યક્તિને દષ્ટિમાં રાખીને જે વૈદ્ય સ્થળ અને કાળ પ્રમાણે રોગી માટેના ઔષધો દ્રવ્યોના સંયોજન અને આયોજનને જાણે છે તે જ વૈદ્યોમાં શ્રેષ્ઠ છે.)

Advertisements

9 responses to “કહેવતોમાં આરોગ્ય – રમેશ સંઘવી અને રમણીક સોમેશ્વર

 1. Thank you very much for this all things.

 2. Excellent!! all together in one lekh..just great….

 3. Aatli saras information aapva badal aapno Aabhar!!

 4. really nice collction of quotes…….do have some more please………dhanyawaad

 5. પાઁવકો રખો ગરમ, સિરકો રખો ઠંડા
  ઔર પીછે ડોક્ટર આયે તો મારો ઉસકો ડંડા

  – ૧૦૦ વર્ષ જીવવાની કળા

 6. Very informative and interesting site.
  Khoob Khoob aabhar !