નોંઘ કર – રિષભ મહેતા

કર ભલે તું પ્રેમનો પ્રતિરોધ કર
પ્રેમના પર્યાયની પણ શોધ કર.

પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે
નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર.

તે જનારો છે જવા દે પ્રેમથી
વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર.

એ સૂરજનો તાપ ના જીરવી શકે
ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.

તત્વચિંતક તુંય કહેવાશે પછી
વાતને તારી જરા દુર્બોધ કર !

એક કહેવતથીય આગળ વધ હવે
હું તને ટીપું દઉં, તું ધોધ કર.

નામ સરનામું કદી કાયમ નથી,
ડાયરીમાં સૌપ્રથમ આ નોંધ કર.

Advertisements

6 responses to “નોંઘ કર – રિષભ મહેતા

 1. હું તને ટીપું દઉં, તું ધોધ કર.

  સુંદર વાત….

 2. પ્રસિધ્ધ ત્રિવેદી

  અત્યંત સુંદર કવિતા…
  ખરેખર નોંધ કરી લેવા લાયક.

  Very few contemporary Gujarati poets have such wonderful creative ability.

  એ સૂરજનો તાપ ના જીરવી શકે
  ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.
  My favorite one!

 3. ઘણી જ સુંદર ગઝલ…

  પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે
  નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર.

  તે જનારો છે જવા દે પ્રેમથી
  વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર.

  – આ બે શેર તો સાચે જ આસ્વાદનીય છે…

 4. Naam sarnamu kadi kayam nathi,
  diary me so pratham e nondh kar….

  Toooooooo Goooood,

  Rishbhbhai Thanks a lot….

 5. khubaj sunder … speach less

 6. sabdo thi vadhaavu? sakya nathi…..too good ,keep it up…….