ચિકુન ગુનિયા સામે સાવચેતી – સં. તરંગ હાથી

[હાલમાં ગુજરાતના અમુક શહેરોમાં અને ભારતના અમુક પ્રદેશોમાં મચ્છરથી આ રોગ ઘણા વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. આ સામે સાવચેતીના પગલા લઈ શકાય તે માટે શ્રી તરંગભાઈએ (ગાંધીનગર) રીડગુજરાતીને આ વિશેષ માહિતી લોકજાગૃતિ માટે પૂરી પાડી છે. આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ]

ચિકુન ગુનિયા એ એડીસ નામના મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર જ્યાં સુર્ય પ્રકાશનો અભાવ છે તેવા સ્થળે, ઘરમાં વધારાનું પાણીનો સંગ્રહ થાય છે ત્યાં, ભેજવાળા વાતાવરણમાં અને ગ્રીનરી (બાગ બગીચા) માં વધારે પ્રમાણમાં ઉદ્દભવે છે. આજે ઘણા શહેરોમાં પાણીની સમસ્યા છે એટલે લોકો વધારે પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરે છે અને તેના વાસણોને ખુલ્લા રાખવામાં આવે છે એટલે તેમાં આવા પ્રકારના મચ્છરો ઉદ્દભવે છે.

આ રોગના લક્ષણોમાં સહુ પ્રથમ શરીરના સાંધા જકડાઈ જાય છે. ત્યાર બાદ એક બે દિવસ તાવ આવે છે અને પછી આખું શરીર જકડાય છે. સાંધાનું જકડાવું એટલે સાંધામાં પ્રવાહીનું ઓછું થવું. આ રોગમાં ભારે ખોરાક લેવાને બદલે પ્રવાહી લેવું વધારે હિતાવહ છે. વિટામીન-સી ધરાવતા ફળોના રસનું પ્રમાણ વધારે લેવામાં આવે તો આવા રોગમાં દર્દીને આવતી શારીરિક નબળાઈ ઓછી લાગે છે. સાંધા જકડાવા જેવું લાગે કે તરત લોહીની તપાસ કરાવવી હિતાવહ છે જેથી ચિકુન ગુનિયા છે કે કોઈ બીજા રોગના લક્ષણો છે તેની તરત તપાસ થઈ જાય અને તરત તેની સારવાર કરી શકાય.

ચિકુન ગુનિયા રોગમાં દર્દીને આરામ વધારે પ્રમાણમાં કરાવવો જોઈએ. આયુર્વેદીક સારવારમાં સુદર્શન ચૂર્ણ, સુદર્શન ઘનવટી, કડુ, કરીયાતું જેવા ઔષધો આપવામાં આવે છે. મેલેરિયા, ચિકુન ગુનિયા જેવા જવર સંબંધી રોગોમાં આવા ઔષધો આપવામાં આવે તો દર્દીને આરામ મળે છે.

ચિકુન ગુનિયા જેવા રોગોની રોકથામ માટે આટલું તો આપણે કરવું જ રહ્યું.

[01] જરૂરિયાત પ્રમાણે પાણીનો સંગ્રહ કરવો.
[02] જો આપણા ઘરમાં બગીચો કે ગ્રીનરી હોય તો તેમાં નિયમિત દવાનો છંટકાવ કરવો.
[03] ઘરની કચરાટોપલી સાફ રાખવી કારણકે તેમાં ગંદકી હોય તો મચ્છરનું પ્રમાણ વધારે જોવામાં આવે છે.
[04] ટોઈલેટ, બાથરૂમ, રસોડાની બહારની ચોકડી કે જ્યાં વાસણો સાફ કરવામાં આવતા હોય છે તેવી જગ્યાઓ સાફ રાખવી.
[05] ઘરની ફર્સ પર ફીનાઈલ અથવા ડેટોલ ના પોતાં મારવા.
[06] બારી બારણા ખુલ્લા રાખવા જેથી ઘરમાં સુર્યપ્રકાશ સરળતાથી આવી શકે.
[07] શયન કક્ષની બારીઓમાં મચ્છરજાળી અથવા મચ્છરદાની નો ઉપયોગ હિતાવહ છે.
[08] એન્ટી મોસ્કીટોરેપલન્ટનો ઉપયોગ કરવો.
[09] સાંજના 6 થી 8 સમયમાં મચ્છર ઘરમાં દાખલ થાય છે એટલે એટલો સમય ઘરના બારી બારણા બંધ રાખવાં.
[10] નિયમિત ઘરની સાફસફાઈ કરવી જેમાં ફર્નીચરોમાં દવાઓનો નિયમિત છંટકાવ કરવો.

આટલું નિયમિત કરવામાં આવે તો ચિકુન ગુનિયા કે મેલેરીયા જેવા રોગોને જાકારો આપી શકાય છે.

Advertisements

6 responses to “ચિકુન ગુનિયા સામે સાવચેતી – સં. તરંગ હાથી

  1. a very useful article in present situations

  2. a very useful article. such initiatives are highly regarded. congratulations

  3. આજરીતે ડેંગ્યુ રોગ માટેની માહિતી ઉપલબ્ધ હોય,
    તો આપવા વિનંતી છે…….આભાર !

  4. chicken guniya e khub dard nak rog chhe patient khub pida anubhave chhe mr tarag hathi no artical khub upyogi chhe aa rog ma veli savarno tadako pan khub jaruri ne upyog thay chhe bhej vala vatavaran ma jaldi felay chhe aava disease aapanigandakine lithej felsy chhe biju aarog purush na karta ledies ne vadhu thay chhe tena mate temno pervesh vadhu javabdar chhe than u dr tarag thank u read gujarati

  5. Nice, Very useful article. congratulations to ReadGujarati also. It is a very informative initiative. Right now, we are in a era of attack of such diseases. Mr. Tarang keep it up..

  6. thanx 4 dis article very nice..