ગઝલ સૌરભ – વાચકોની કૃતિઓ

આંખો – લજ્જા

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી લજ્જાબહેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

મારૂં મંદિર, મારી મસ્જિદ તારી આંખો,
તારા નામે ઈશ્વર આપે મને શબ્દની પાંખો.

નથી તારા સિવાય કશું મારી પાસે,
ને તું માંગે મારી પાસે પોતાને આખે-આખો !

તારી રાહમાં જીવું છું, તારા નામ પર મરી જઈશ,
પછી મારી યાદમાં, લો આ શબ્દો રાખો !

નફરતનાં મહોરાં પાછળથી પ્રેમ છલકાશે તારો,
ને સનમ લો તમેય, આ અમૃતપિયાલો ચાખો.

તું આવે ક્યા રસ્તેથી, એની એક તો ખબર મળે,
‘લજ્જા’ પાથરીને બેઠી છે વરસોથી આ આંખો.

……….
હાથમાં કાગળ કલમ રાખો હવે – ‘સિરાઝ’ પટેલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી સિરાઝ ભાઈનો (યુ.કે.) ખૂબ ખૂબ આભાર. ]

સ્નેહ સંબંધ જાળવી રાખો હવે
દંભ છોડો દિલ નરમ રાખો હવે

ઠોકરો છે જિંદગીની રાહમાં
ફૂંકી ફૂંકીને કદમ રાખો હવે

આપ પર યૌવન નીછાવર થઈ ગયું
આંખોમાં લજ્જા શરમ રાખો હવે

તીર-ભાલા ફેંકી દો ખંજર અને-
હાથમાં કાગળ-કલમ રાખો હવે

અવનવી કોઈ ગઝલ સંભળાવી ને
‘સિરાઝ’ મહેફિલને ગરમ રાખો હવે.

………
તો સારું હતું – શશી આડેસરા

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે શ્રી શશીભાઈ (રાજકોટ) નો ખૂબ ખૂબ આભાર. ]

માઠા શુકન એને થયા જો હોત તો સારું હતું.
છેલ્લી ક્ષણોની જાણ ના હોત તો સારું હતું.

દોસ્તો, કહો એને હવે કાનમાં, મોડું થયું.
થોડી વફા એણે બતાવી હોત તો સારું હતું.

શોધી શક્યા દફનાવવા જો આ બધા સારી જગા,
દિલમાં થોડી જગા અપાવી હોત તો સારું હતું.

એને વહાવી પ્રેમ ધારા આ દિલ મહીં એવી ક્ષણે,
એની ક્ષણો અમારી ક્ષણો જો હોત તો સારું હતું.

મારી નજર કબર પરની એ રાહ પર મંડાઈ છે,
એને કબરની રાહ જોઈ ન હોત તો સારું હતું,

Advertisements

5 responses to “ગઝલ સૌરભ – વાચકોની કૃતિઓ

 1. તું આવે ક્યા રસ્તેથી, એની એક તો ખબર મળો,
  ‘લજ્જા’ પાથરીને બેઠી છે વરસોથી આ આંખો.
  સુંદર પંક્તિઓ , અભિનંદન લજ્જાબહેન.

  અવનવી કોઈ ગઝલ સંભળાવી ને
  ‘સિરાઝ’ મહેફિલને ગરમ રાખો હવે.
  વાહ ! સિરાઝભાઇ વાત જામી હો !!!

  દોસ્તો, કહો એને હવે કાનમાં, મોડું થયું.
  થોડી વફા એણે બતાવી હોત તો સારું હતું.
  સરસ !!!! અભિનંદન શશીભાઇ

 2. Hi Lajjaben, Shirazbhai & Shashibhai
  Excellent Gazals. Congrat to all. I loved all three.

 3. 1, maru mandir, mari masjid tari aankho…
  2, thokaro chhe zindagi ni raah ma….
  3, shodhi shakya dafnavavaa jo aa badha sari jaga…
  just great!!
  enjoyed all the 3 kaavyo.. keep it up,,

 4. very nice kavita, nice to read congratulation Lajja ji

 5. HI,
  This poems and ghazals really touched my heart and soul. They are simply marvellous.