મિલન-વિરહ – હસમુખ બલસારા

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી હસમુખભાઈનો (ઍડિસન, ન્યુજર્સી) ખૂબ ખૂબ આભાર. ]

થઈ ગયું…

આવ્યા તમે મારી જિંદગીમાં
સિંદુર મારું સુભાગ્ય થઈ ગયું.

તમારા પગલે પગલે જીવનમાં
સમય, શબ્દ અને સૂરનું ભાન થઈ ગયું.

થઈ ગઈ તમારી રહેમ ને
સુકા રણમાં સિંચન થઈ ગયું.

ટક્કર લાગી નજરથી નજરને
અને અમીરૂપ હેતનું છાંટણ થઈ ગયું.

જીવન તો છે બે ચાર પળનું
મોજ મસ્તીને માનતું થઈ ગયું.

કોને ફીકર છે હવે આ સંસારની ?
જીવન મારું સાફલ્ય થઈ ગયું.

આવ્યા તમે મારી જિંદગીમાં
જીવતર ‘હસમુખ’નું રૂડું થઈ ગયું.

વિરહ વ્યથા

પાછું વળતાં જોઈ ગયા, સુંદર ગીત મૂકી ગયા
પોતે કંઈ ગાયું નહીં, મને ગાતો કરી ગયા.

પડી તમારી કાતિલ નજર, પ્રેમમાં અંધ કરી ગયા
સુપ્ત હતો અહલ્યાની જેમ, તમારા સ્પર્શે જાગી ગયા.

હૃદયના ઉંડાણમાં પ્રીતના સ્પંદનો મૂકી ચાલી ગયા
ધડકતું થયું હૃદય, કિન્તુ આંખોમાં આંસુ રહી ગયા.

સમી સાંજ શોધ્યા, સૂરજ પણ હવે ડૂબી ગયા
નવલખ તારલા સહિત, ચંદ્ર પણ હવે ઊગી ગયા

પાછા ન વળ્યા તમે, વિરહની વ્યથા છોડી ગયા
સદીઓ વિતી ગઈ હવે, પ્રેમ કથા પણ ભૂલી ગયા.

નિર્દોષ અને નિર્મળ, મારી આંખોમાં તમે વસી ગયા
ન જડ્યા આખરે તમે, મદિરામાં અમે ડૂબી ગયા.

Advertisements

3 responses to “મિલન-વિરહ – હસમુખ બલસારા

 1. જાણે-અજાણે આપણા જીવનમાં કોઈ વ્યકિત એ હદે જોડાઇ જાય છે કે ઉપરની બંને રચના એને માટે બંધબેસે. એના આવવાથી ઉત્સાહ, આનંદ અને આશા જાગે અને એના જવાથી આવતો દર્દ ભર્યો ખાલીપો ઘણાને મદિરામાં ડુબાદી દે છે.

  સરસ રચનાઓ છે. અભિનંદન શ્રી હસમુખ બલસારા.

 2. Very Good Poems!
  Keep it up your spirit of writing. I enjoyed them.
  Love is Eternal!!
  પોતે કંઈ ગાયું નહીં, મને ગાતો કરી ગયા.
  Wah Ustad!!

 3. very nice poems thank you…
  love is sacrifice!! : “હૃદયના ઉંડાણમાં પ્રીતના સ્પંદનો મૂકી ચાલી ગયા
  ધડકતું થયું હૃદય, કિન્તુ આંખોમાં આંસુ રહી ગયા.
  નિર્દોષ અને નિર્મળ, મારી આંખોમાં તમે વસી ગયા
  ન જડ્યા આખરે તમે, મદિરામાં અમે ડૂબી ગયા.