હાસ્યોત્સવ – સંકલિત

[સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકવામાં આવેલા ટૂચકાઓનો સંગ્રહ. ]

નટુ : ‘આ બસમાં સિગારેટ પી શકાય ?’
ગટુ : ‘ના, જી.’
નટુ : ‘તો પછી આટલા બધા ઠૂંઠા ક્યાંથી આવ્યા ?’
ગટુ : ‘જે લોકો પૂછતા નથી તેમણે પીધેલી સિગારેટના હશે !’
*************

કાકા : ‘તારાં લગ્નની વાત કેટલે આવી ?’ ભત્રીજો : ‘બસ, પચાસ ટકા તો નક્કી જ છે !’
કાકા : ‘તો વાંધો ક્યાં છે ?’
ભત્રીજો : ‘સામેવાળાએ જવાબ આપવાનો બાકી છે !’
*************

દર્દી : ‘મને લાગે છે કે હું બે વ્યક્તિત્વોમાં જીવું છું. મારે મારું નિદાન કરાવવું છે કે સાચો હું કોણ છું.’
મનોચિકિત્સક : ‘તમારાં બે વ્યક્તિત્વોમાંથી સાચો કોણ છે એ જાણવું હોય તો બેમાંથી એકે મને અત્યારે આગોતરી ફી આપવાની રહેશે.’
*************

રાજુ : ‘મગન, તને એક વાત ખબર છે ?’
મગન : ‘કઈ વાત ?’
રાજુ : ‘ઊંડા શ્વાસ લેવાથી શરીરના વિષાણુઓ મરી જાય છે !’
મગન : ‘પણ યાર, એમને ઊંડા શ્વાસ લેવાનું કહેવું કઈ રીતે ?’
*************

જય : હું કાલે ટ્રેનમાં આખી રાત સૂઈ ન શક્યો.
વિજય : કેમ ?
જય : ઊપલી સીટ આવેલી એટલે.
વિજય : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતી ને ?
જય : એ જ તો કઠણાઈ હતી ને. કોની સાથે બદલું ? નીચેની સીટ પર કોઈ હોય તો બદલું ને !?!
*************

મગન પાછળ એક કૂતરો દોડતો હતો. મગન હસતો જતો હતો. એની પાસેથી પસાર થનાર એક ભાઈએ પૂછ્યું : ‘તમે આમ હસો છો કેમ ?’
મગન : ‘મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે તોય આ હચવાળા પાછળ ને પાછળ ફરે છે એટલે.
*************

દીકરો : ‘પપ્પા, બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે, તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?
પિતા : ‘બેટા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે.
*************

પત્ની ” અમિત ઊઠ તો !” સુરભિ એ મધરાતે અમિતને ઢંઢોળતા કહ્યું. “રસોડામાં ચોર ઘુસ્યો છે અને મેં કાલે જ બનાવેલી મીઠાઇ ખાઇ રહ્યો છે.”
અમિત – “ખાવા દે ને, એ તો એ જ લાગ નો છે !” કહી અમિત પડખુ ફેરવી ને સુઇ ગયો .
*************

પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્ર ને પિતાએ કહ્યુ ;
‘બેટા અરૂણ , તારા આટલા ઓછા માર્ક જોઇને મને એક વાત નો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.’
*************

ઠોઠ વિદ્યાર્થી : “ પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઇએ એમ મને લાગે છે.” શિક્ષક : “મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો – શૂન્યથી ઓછા માર્ક આપવા નો મને અધિકાર નથી.”
************

નિશાળમાં એક દિવસ બહુ ભણવાનુ થયું પછી થાક્યો પાક્યો ઘેર આવેલ નાનો મહેશ એની મમ્મીને કહે , “હું જૂના જમાનામાં જનમ્યો હોત તો કેવું સારુ થાત !” ”કેમ એમ, બેટા ?” મહેશની મમ્મીએ પૂછ્યું. મહેશ કહે “કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહી ને !”
************

એક દાદા તેમની 125 મી વર્ષગાંઠ ઉજવતા હતા. એટલે છાપાવાળાઓએ તેમનુ ઇન્ટરવ્યુ ગોઠવ્યુ. પૂછ્યુ કે દાદા, “ આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે આપને ?” દાદાએ ઘડીભર વિચાર કરીને કહ્યું, “ મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો.”
*************

પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના પુત્રને દેખાડવા માટે એક શિકારી તેના પુત્ર ને લઇને શિકાર કરવા જંગલ તરફ ગયા.
પુત્રને જંગલમાં લઇ જઇ ને, જમીન પર બેઠેલા બતક પર નિશાન તાકીને શિકારીએ બંધૂક ચલાવી. પણ બતક નિશાન ચૂકવીને ઊડી ગયું.
જરા પણ થડક્યા વિના શિકારીએ તેના દિકરાને કહ્યુ, “જો બેટા, દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઇ રહ્યો છે – મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!!”
*************

એક રેલ્વે સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ પાડી : “એલા એ લારીવાળા, 250 ગ્રામ ગરમાગરમ ભજીયા , ને મરચાં નો સંભાર ને આંબલીની ચટણી બરાબર નાખજે અને હા બધું આજના છાપામાં વેંટીને લાવજે.”
*************

દીકરી : ‘પપ્પા, મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.’
પિતા : ‘એમ ? એની પાસે કેટલા પૈસા છે ?’
દીકરી : ‘તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?’
*************

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉકટર પાસે લઈ ગયો. ડોકટરે પૂછ્યું કે ‘તમે મારી ફી તો બરાબર આપશો ને ?’ કંજૂસ કહે હા ‘તમે મારી પત્નીને જીવાડો કે મારો, હું તમને ફી આપીશ.’ બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી. ડૉકટરે પોતાની ફી માંગી.
કંજૂસ : ‘તમે મારી પત્નીને જિવાડી ?’
ડૉકટર : ‘ના.’
કંજૂસ : ‘તો શું તમે એને મારી નાખી ?’
ડૉકટર : ‘ના.’
કંજૂસ : ‘તો પછી હું તમને ફી શાની આપું ?’
*************

દર્દી : ‘ડૉકટર સાહેબ, તમે મારો દારૂ છોડાવી શકો ?
ડૉકટર : ‘100% છોડાવી શકું દોસ્ત.’
દર્દી : ‘તો છોડાવી દો ને સાહેબ, પોલીસે મારી બે પેટી પકડી લીધી છે !’
*************

પતિ-પત્નીમાં લડાઈ થઈ ગઈ. પતિ ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો ગયો. રાતે ઘરે ફોન કર્યો.
‘ખાવામાં શું છે ?’
પત્નીએ ગુસ્સામાં જવાબ આપ્યો : ‘ઝેર’
પતિ કહે : ‘તુ ખાઈ લેજે, હું મોડો આવવાનો છું.’
*************

એક માણસે ડૉકટરને પૂછ્યું : ‘લાંબુ જીવવા માટેનો કોઈ રસ્તો છે ખરો ?
ડૉકટર : ‘પરણી જા.’
પેલો માણસ કહે : ‘એનાથી શું થશે ?’
ડૉકટર : ‘પછીથી લાંબુ જીવવાની ઈચ્છા તારા મનમાં કદી આવશે જ નહીં.’
*************

નેપોલિયન : ‘તને ખબર છે ?’
ગટુ : ‘શું ?’
નેપોલિયન : ‘મારી ડિક્સનેરીમાં ઈમપોસીબલ નામનો શબ્દ જ નથી.’
ગટુ : ‘તો ડિક્સનેરી જોઈને લેવી જોઈએ ને ! જોયા વગર જ લઈ લીધી ?’
*************

ચિન્ટુ ગાલિબના ઘરે ગયો. બારણું ખખડાવ્યું, ગાલિબે પૂછ્યું : ‘કૌન ?’
ચિન્ટુ : ‘મેં !’
ગાલિબ : ‘મૈં કૌન ?’
ચિન્ટુ : ‘અરે યાર તૂ તો ગાલિબ હૈ ! પૂછતા ક્યું હૈ ?’
*************

બિટ્ટુ મૈસુરનો પેલેસ જોવા ગયો. ટુરિસ્ટ ગાઈડે એને કહ્યું : ‘સર, પ્લીઝ, એ ખુરશી પર ન બેસતા.’
બિટ્ટુ : ‘કેમ ?’
ગાઈડ : ‘એ ટીપુ સુલતાનની છે.’
બિટ્ટુ : ‘અરે ગભરાય છે કેમ ? એ આવશે એટલે હું ઊભો થઈ જઈશ. ચિંતા ના કર યાર.’
*************

પિતા : ‘બેટા. ચલ ગણિત પાકુ કર. મારા હાથમાં કેટલી આંગળીઓ છે.
પુત્ર : ‘પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી. જે છે તે પંજા પર જ છે.
પિતા : ‘સારું, સારું અવે. પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?’
પુત્ર : ‘શું પપ્પા ! તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.’
*************

એક મુસાફર : ‘આજે લાગે છે કે બસમાં મુસાફરોના બદલે બધી જાતનાં જાનવરો જ ભરી દીધાં છે.’
બીજો મુસાફર : ‘ખરી વાત છે, તમે આવ્યા એ પહેલાં એક ઘુવડની કમી હતી, અને તમે આવી ગયા.
*************

શેઠ (ભિખારીને) : ‘તું ગંદા કપડાં કાઢી, નહાઈ-ધોઈ ચોખ્ખાં કપડાં પહેરી લે, વાળ કપાવીને દાઢી બનાવી લે તો કોઈક તને કામ પર રાખી લેશે.
ભિખારી : ‘ખબર છે એટલે જ આ બધુ નથી કરતો શેઠજી.’
*************

નાનકડો ચંદુ : ‘મારા પપ્પા રસ્તો ઓળંગતી વખતે ખૂબ જ ડરે છે.’
મનુ : ‘તને કેવી રીતે ખબર પડી ?’
ચંદુ : ‘રસ્તો ઓળંગતી વખતે એ મારો હાથ પકડી લે છે.’
*************

ભિખારી : ‘શેઠ, કંઈક આપો.’
શેઠ : ‘અત્યારે છૂટા નથી. પાછો ફરું ત્યારે લઈ લેજે.’
ભિખારી : ‘સાહેબ, આમ ઉધાર રાખવામાં મારા લાખો રૂપિયા ડૂબી ગયા છે, નહીંતર તો હું અત્યારે લખપતિ હોત. આવી રીતે ભિખારી ન હોત.
*************

પિતા : ‘તારે મારુતિ કાર જોઈએ છે ? પણ ભગવાને તને આ બે પગ શા માટે આપ્યા છે ?’
પુત્ર : ‘એક એક્સિલેટર પર રાખવા માટે અને બીજો બ્રેક પર રાખવા માટે.’
*************

શિક્ષક : ‘કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?’
મનિયો : ‘હું બોલું સર ?’
શિક્ષક : ‘હા બોલ’
મનિયો : ‘કીડીઓ આપણને મમ્મીએ મીઠાઈ ક્યાં મૂકી છે એ શોધી આપે છે.
*************

મોનાબેન : ‘શીલાબેન, તમારા છોકરાએ આજે ફરીથી મારા ઘરની બારીના કાચ તોડી નાખ્યા.’
શીલાબેન : ‘તમને ખબર જ છે ને બહેન, કે એ થોડો તોફાની છે.’
મોનાબેન : ‘તોફાની છે તો તમારા ઘરના કાચ કેમ નથી તોડતો ?’
શીલાબેન : ‘એટલો બધો તોફાની નથી.’

Advertisements

2 responses to “હાસ્યોત્સવ – સંકલિત

  1. hAAHAAHAAA ….hu office thi aavi ane readgujarati kholine bethi…aa jokes vanchine thak utari gayo

  2. Really good jokes. I read it & I laugh a lot. Maru mind fresh thai gayu. Really this are good jokes.