વાચકોને નમ્ર વિનંતી…. – તંત્રી

રીડગુજરાતીના તમામ વાચકોને પ્રણામ. ગુજરાતી સાહિત્યની કૃતિઓના રોજિંદા પ્રવાહને કારણે આપની સાથે સીધી વાતચીત કરવાનું ઘણું ઓછું બને છે તેમ છતાં અમુક સમયે અમુક માહિતી આપ સુધી પહોંચાડવાની જરૂરી હોઈ, આવા કોઈક લેખના માધ્યમથી આપના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરું છું.

છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે અમુક સર્વસામાન્ય સવાલોને લગતા એક સરખા અનેક ઈ-મેઈલ અને પત્રો મને પ્રાપ્ત થાય છે, કદાચ એમ બને કે નવા વાચકો રીડગુજરાતીના સ્વરૂપથી પરિચિત ન હોય – અને તેથી જ અમુક ચોખવટ અને સ્પષ્ટતા કરી દેવી જરૂરી સમજું છું.

રીડગુજરાતી વિવિધ ડિપાર્ટમેન્ટો ધરાવતી કોઈ મલ્ટીનેશનલ કંપની નથી. ન તો તેની કોઈ ઓફિસ છે ન તો કોઈ સ્ટાફ છે. રીડગુજરાતી મારો એક વ્યક્તિગત શોખ છે, અથવા ગમતાનો ગુલાલ કરવાનો એક પ્રયાસ છે. સાહિત્યની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે – રીડગુજરાતી કોઈ વિશાળ ખેતરોમાં લહેરાતો પાક નથી, એ તો ઘરના આંગણામાં વિકસેલો એક નાનો સરખો છોડ છે. એક માળી તરીકે શક્ય એટલી એની માવજત કરવાનો હું ઈશ્વરકૃપાથી પ્રયાસ કરું છું.

વ્યક્તિની એક મર્યાદા હોય છે. રીડગુજરાતી પર લેખો મૂકવાના કાર્ય ઉપરાંત – કૃતિઓ મૂકવા માટે વાંચન, સાઈટ પર કોઈ નવી સુવિધા મૂકવા માટે કરવું પડતું સંશોધન, મારે મારાં પોતાની આવક માટેનો વ્યવસાય, વળી એ સાથે ધરના સભ્યો સાથે અમુક સમય ફાળવવો – આ બધી જ વસ્તુ સાથે તાલ રાખીને ચાલવું પડતું હોય છે. આ માત્ર મારી વાત નથી, પરંતુ દરેક ક્ષેત્રમાં કાર્ય કરતા વિવિધ વ્યક્તિઓને એક ટાઈમ મેનેજમેન્ટથી જ ચાલવું પડતું હોય છે. આ બધા કારણોસર અમુક પ્રકારના ઈ-મેઈલના જવાબો હું આપી શકતો નથી પણ આનું કારણ એ નથી કે મને આપવાનો સમય રહેતો નથી પરંતુ એ પ્રકારના ઈ-મેઈલના જો હું જવાબો આપવા બેસું તો કદાચ મારે રીડગુજરાતી પર લેખો મુકવાનું બંધ કરીને સંખ્યાબંધ પત્રોના જવાબો લખવા બેસવું પડે અને તેથી જ આજે આ એક ચોખવટ કરવી હું જરૂરી સમજું છું કે સાહિત્ય ને લગતા કે આપે કોઈ કૃતિ મોકલી હોય તેને લગતા સવાલોના જવાબો આપને શક્ય એટલા જલ્દી મળશે, પરંતુ રીડગુજરાતીની જે સીમા છે એની બહારના દરેક વિષયોને લગતા જવાબો આપવાનું…. એ જરા મારા માટે અશક્ય બાબત છે.

ઉપરોકત બાબત હું આપને દ્રષ્ટાંત સાથે સમજાવું. ઘણા વાચકો પૂછે છે કે ફલાણા શહેરમાં આ પુસ્તક કઈ જગ્યાએ મળશે ? આ ગીતની ઑડિયો સીડી કઈ જગ્યાએ મળે ? આ બુકના પ્રકાશક કોણ છે ? શું તમે આ લેખકનો ફોન નંબર આપશો ? – આ બધા પ્રશ્નોના જવાબ નો સંશોધન કરવાનો સમય મારી પાસે હોતો નથી. નવા વાચકોની જાણ ખાતર કહી દઉં કે હું ગુજરાતી સાહિત્યનો કોઈ મોટો ધુરંધર, કે વિદ્વાન નથી. હું પણ આપના જેવો એક સામાન્ય વાચક છું. સમાજમાં જે શુભ અને સુંદર કૃતિઓ સર્જાય છે તેને આ ઈન્ટર્નેટના માધ્યમથી વહેંચવાનો પ્રયત્ન કરું છું. અત્યારે હું આ લખું છું ત્યારે પણ આણંદથી કોઈ ભાઈનો પત્ર (ટપાલ) આવ્યો છે કે મારે મારુ પુસ્તક પ્રકાશિત કરવા શું કરવું ? અનેક લોકોના પત્રો આવે છે કે ‘અમારા પુસ્તકનું માર્કેટિંગ તમે કઈ રીતે કરશો ?’ – સાહેબ, આપની ભૂલ થાય છે. રીડગુજરાતી કોઈનું માર્કેટિંગ કરનારી સંસ્થા નથી. સમાજને જે ઉપયોગી થાય, ઠંડક આપે અને સુસાહિત્ય લોકોના હૃદયમાં જળવાઈ રહે તેવી જ કૃતિઓ રીડગુજરાતી પર મૂકવામાં આવે છે. કોઈ મોટા વિદ્વાન કે એવોર્ડ વિજેતા લેખક હોય, પણ તેમની કૃતિ જો જીવનલક્ષી, કે ઉપયોગી લાગે તેવી ન હોય રીડગુજરાતી પર લેવામાં નથી આવતી. એથી ઉલટું, જેને કોઈ ઓળખતું પણ ન હોય અને જેની કૃતિઓ માત્ર તેની અંગત ડાયરી પૂરતી જ રહી હોય અને ઉત્તમ જીવનલક્ષી દ્રષ્ટિ પ્રદાન કરતી હોય તો તેને ચોક્કસ રીડગુજરાતી પર લેવામાં આવે છે. રીડગુજરાતી પર કોઈ લેખકના કોઈ પુસ્તકનું માર્કેટિંગ કરવાનો હેતુ નથી હોતો. અત્રે એ પણ વારંવાર ઉલ્લેખ કરવો જરૂરી સમજું છું કે કોઈની પાસે એક રૂપિયો લેવામાં નથી આવતો, કોઈને એક રૂપિયો આપવામાં પણ નથી આવતો. જેટલી કૃતિઓ મૂકવામાં આવી છે તેમાંની ઘણી ખરી કૃતિઓ લેખકોની પરમિશન લઈને મૂકવામાં આવેલી છે, જે કૃતિઓ માટે પરમિશન લેવાની બાકી છે તે માટે જે તે લેખકોને જાણ કરવામાં પણ આવેલી છે. રીડગુજરાતી કોઈ પણ સંસ્થા, પ્રકાશન, લેખક, મંડળ, ટ્રસ્ટ કે કોઈ પણ જાતની કોઈ ઓરગેનાઈઝેશન સાથે જોડાયેલું નથી. આ સાઈટનો હેતુ માત્ર અને માત્ર વાંચનનો છે.

પુસ્તક પરિચય વિભાગ તેમજ ફરમાઈશ વિભાગમાં સ્પષ્ટતા કરી હોવા છતાં કેટલાક વાચક મિત્રો એ માહિતી મંગાવતી કોમેન્ટો આપી છે. ફરમાઈશ વિભાગ – એ આપે કોઈ પુસ્તક વાંચ્યું હોય અને તેમાં આપને કોઈ કૃતિ ગમી હોય તો તેની માહિતી મને આપવાનો છે જેથી હું તે પુસ્તક કોઈ જગ્યાએથી મળે તો તે વાંચીને તેમાંની તે કૃતિ જો યોગ્ય હોય તો પરમીશન મેળવીને પ્રકાશિત કરી શકું. આમ કરવાની જગ્યાએ ફરમાઈશ વિભાગમાં વાચકો એ પોતાની જોઈતી વસ્તુ મંગાવવાની ફરમાઈશ રજુ કરી છે ! પુસ્તક પરિચય વિભાગમાં તમામ પ્રકાશકના ફોન નંબર એટલા માટે જ આપવામાં આવે છે કે જેથી જેને જે પુસ્તક મેળવવાની ઈચ્છા હોય તેનો લેખ વાંચીને જે તે પ્રકાશકનો સંપર્ક કરી શકે. તેમ છતાં અમુક વાચકે ‘આ પુસ્તક મને વી.પી.પી થી મોકલી આપો’ તેમ લખી જણાવેલું છે. અમુકવાર હાસ્ય લેખોમાં પણ ‘આ ઘટનાથી અમને દુખ થયું’ એવી કોમેન્ટ આવતી હોય છે, જેથી મને ઘણું આશ્ચર્ય થાય છે. કોઈ પણ કૃતિ વાંચતા પહેલા તે ક્યા વિભાગમાં ફાઈલ કરવામાં આવી છે તે જોઈ લેવું વાચકો માટે જરૂરી સમજું છું. હાસ્યલેખમાં અમુક વિધાનો આવે એ સહજ છે. આ માટે આપ સૌ વાચકોને નમ્ર વિનંતી છે કે આપ જે તે વિભાગમાં આપેલી નોંધ ને વિશેષ ધ્યાનમાં લેશો. રીડગુજરાતીનું ક્ષેત્ર ઑડિયો, સંગીત વગેરે નથી તેમ છતાં અનેક ઈ-મેઈલ આ સંબંધી મળતા રહે છે. તેથી દરેક ને વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે અશક્ય બની જાય છે.

ગુજરાતી સોફટવેર કેવી રીતે નાખવા ? ગુજરાતી ઈન્સ્ટોલ કરવા શું કરવું ? વગેરે ને લગતી માહિતી વાચકમિત્રો સતત પૂછતા રહે છે. સમય અનુકૂળતા પ્રમાણે જો શક્ય હશે તો તે માટેની એક માહિતી દર્શાવતું પેજ બનાવવની કોશિશ કરીશ. પણ આમ છતાં ગુગલ, ભાષાઈન્ડિયા.કોમ તેમજ અન્ય સુંદર બ્લોગસમાં આ માહિતી મળી જ રહેતી હોય છે તેથી વાચકમિત્રોને વિનંતી કે ઈન્ટરનેટ સર્ચ કરીને તે શોધવાનો આગ્રહ રાખે.

મારી ઘરે જેમનું ઈ-મેઈલ એડ્રેસ ન હોય એવા અનેક પત્રો આવે છે. દરેકનો ઉત્તર લખવાનો મને સમય નથી રહેતો, માટે તેમની પણ ક્ષમા માંગી લઉં. ફરી એકવાર જણાવી દઉં કે ગુજરાતી સાહિત્યનો મારી પાસે ખજાનો હોય, લેખકો-પ્રકાશકો બધાનો મારી પાસે ડેટાબેઝ હોય અને ગુજરાતી સાહિત્યની રજેરજ વસ્તુ મને ખબર હોય – એવું કશું જ નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું. અને સ્વતંત્રતાથી આનંદદાયક પ્રવૃતિ કરવાની ઈચ્છા રાખું છું, એનાથી વિશેષ કશું જ નથી.

અત્રે આ તમામ સ્પષ્ટતા કરવાનું કારણ એટલું છે કે અન્ય વિષયોને લગતા ઈમેઈલના જવાબ આપવાનું મારું કામનું ભારણ ઘટે અને રીડગુજરાતીના જે મુખ્ય કામ છે, નવા સર્જકોની કૃતિ અંગેના જે ઈમેઈલના જવાબો મારે આપવાના હોય અને સાહિત્યને લગતા જે પ્રમુખ કામો હોય તે હું સરળતાથી કરી શકું અને બાકીનો સમય વધે તો સાઈટ પર કોઈ નવી સુવિધાઓ અંગે વિચારી શકું. મને આશા છે આપ આ કાર્યમાં આ રીતે મને સહયોગ આપશો. આપના સૂચનો, પ્રતિભાવો અને આપની કૃતિઓ મોકલવા અંગેના ઈ-મેઈલ સદા આવકાર્ય છે. ધન્યવાદ.

તંત્રી :
મૃગેશ શાહ, રીડગુજરાતી.કોમ

Advertisements

15 responses to “વાચકોને નમ્ર વિનંતી…. – તંત્રી

 1. આશા રાખીએ કે તમને મળતા બીનજરુરી પત્રો અને ઇ-મેઇલ નો ટ્રાફિક જલ્દી હળવો થાય અને તમે પસંદ કરીને અમને જે સરસ રચનાઓ વાંચવાનો લહાવો આપો છો તેના પર જ વધુ ધ્યાન આપી શકો.
  સાથે સાથે દશેરાની શુભેચ્છાઓ.

 2. Absolutely agree with you, but take it easy, as these farmaishes are manifastation of hungerness of good reading only. In absence of specific platform, they are requesting your site. It is fine that you are doing it independently & with your own interest, but when it is published on a mass level, it also generates eagerness & EUREKA type of mania amongst people that they have find out very easy way of reading out good material & that too very handy & FREE. When such site picks up momentum, such farmishes are bound to happen.
  Pl. keep it up as usual. Our best wishes are with you. We promise not to bother you with trival requests so that you can continue with more qualitative upgradation of sites alongwith your other important individual activities.
  With regards

 3. Dear Mrugeshbhai,
  Thank-you for being so patient with all of us. I am sure that your work/hobby must get frustrating for you at times, but just remember that you make a lot of people very happy every single day. Again I really appreciate all your hard work.
  Best Wishes,
  Mohita

 4. Dear Mrugeshbhai,
  I totally agree with Mohita’s comment. Everyday, I enjoy reading articles on ReadGugarati.com. I appreciate the time and energy you spending on this website and doing such a great service to Gujarati readers. Good luck!
  Chetna

 5. Mrugeshbhai,

  Tension lene ka nahi. Well everyone has their own insight for everything. I would say depending on that, they try to communicate. Please take it easy. We know that the effort that you are putting here takes exteme time and it is humoungous task. As a regular reader of ReagGujarati, I am very thankful to you for what ever you are doing at this moment. Please – please – please keep it up and please don’t get down if you receive some mail or email that trys to deceive you.

  At the end I will like to tell all the readers that Mrugeshbhai is doing this for all of us and that also without charging us a dime. So people please try to understand. Gamta no gulal – doing so is not easy people. So make sure you don’t put any kind of personal feelings or personal requests that are not easy to fulfill.

  Once again, THANK YOU – MRUGESHBHAI. We love ReadGujarati……

 6. Mrugeshbhai,

  I also agree with Mohita’s comment. please keep it up. I’m kind of addicted to readgujarati. Since I have found readgujarati I haven not missed a day to read. I love to read gujarati sahitya.
  THANK YOU VERY MUCH Mrugeshbhai.
  Jagruti

 7. Dear Mrugeshbhai,

  You rock!!! Your efforts are well regarded and we all enjoy the material you post ever since. Keep cranking…

  Ashish

 8. બરોબર છે.

  ફાલતુ ઇમેઇલનાં જવાબ આપવા જરુરી નથી. તમે એક પાનું વારંવાર પુછાતાં સવાલોનું બનાવી શકો છો.

  — કાર્તિક

 9. Dear Mrugeshbhai…

  Pleasure in the job puts perfection in the work.. and it is quite evident from the compilation and presentation on this web-site. I must honestly state that hardly any web-site of even Gujarati commercial magazines would come close to this website you have nurtured.

  Bravo.. please keep it up.

  Thanks and Best Regards,

  Ashit Kansara

 10. Hey Mrugeshbhai !
  Please keep up your spirits of quality and quantity
  of READ GUJARATI,COM.WE ALL LOVE YOU HEARTILY.Manvant.

 11. Hi Mrugesh Bhai…

  you are absolutely right on your side but what can others do about their Enthusiast to read Gujarati?? that happens you don’t worry.. you can Ignore them very easily which you tried but didn’t work and then you had to write this..
  anyways, your site is a TOTAL BLAST. and KEEP IT UP…
  We love you and your site also….

  – Honey & Butter

 12. HELLO MRUGESHBHAI
  AAP JE KARI RAHYA CHHO TE SAHU NA KARE DAREK SAVAL AAP READ UPER MUKSHO ANE VACHAK MITRO TENO JAVAB AAPE TEVU KARI SAKAY CHHE

 13. heelo mrugeshbhai
  manas jignasha vas hoy chhe mate te saval puchhe chhe aap je rite read gujarati chalavo chho te mujab aap badha saval na javab na aapi sako te mate aape je saval na javab aap vo jajuri lage te saval read gujarati umuki sakay chhe……………GOOD LUCK

 14. BHAISHREE Mrugeshbhai, Aapani mithi munzavan maani. Parantu potaanu manaayu hoy tyan darek aashaa raakhe. ReadGujarati chhahkonaa gharoghar AAP vasyaa chho. Niswarth sewanu uttam fal chhe. Bhalaa Aadmi khub khub safalataa paamo.

 15. PARESH VINODRAY VASAQNTRAY MOHANLAL ANTANI

  yes, i am fully agree with you. Hoby shoud not be burden on you.