અજાણ્યા સરનામા – શ્રેયા સંધવી શાહ

[ સુપ્રસિદ્ધ અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના લેખિકા તેમજ વ્યવસાયે ગ્રાફીક ડીઝાઈનર એવા શ્રીમતી શ્રેયાબેન(વડોદરા) – કાવ્યો, ગઝલો ઉપરાંત સુંદર ટૂંકીવાર્તાઓ અને વર્તમાનલક્ષી લઘુ નવલકથાઓ પણ લખે છે. તેમની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ તેમજ ‘નવનીત સમર્પણ’ જેવા અનેક સાહિત્યના સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર અછાંદસ કાવ્યો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sn_sanghvi95@ yahoo.co.in ]

અરીસાઓનું નગર

એક દિવસ
સુગરીના માળા જેવા સાફસૂથરા ઘરની
હૂંફાળી હથેળીઓમાં બેસી
તમે… અરીસાઓનું નગર જોતા હશો ત્યારે

ક્યાંક દૂર
કોક અજાણ્યા વૃક્ષની… અજાણી ડાળી ઉપર
ટૂંટિયૂં વાળી સૂતેલા કોક અજાણ્યા ફૂલની
ચપટી જેવી ભીનાશ….. જો તમારી….કોરીકટ
હથેળીમાં ઉગી આવે તો….

સોફાના હાથા ઉપર… તમે તમારી
હથેળીઓને લૂછી ન નાખતા….

તેની છાપ એક કાગળ ઉપર ઉતારી
કોક અજાણ્યા ઘરના…. કોક અજાણ્યા સરનામા
ઉપર તેને મોકલી આપશો.


ઓળખ વગરનો ઈતિહાસ….

સરનામા વગરના
બંધ પરબીડીયામાં
આવેલો માણસ…..

સાવ ઓળખ વગરનો નથી હોતો.

તેની અંદરથી નીકળી આવે છે
કેટકેટલા કાચા પાકા રસ્તાઓ…..

રસ્તાઓની ઉપરથી
ચાલી નીકળે છે કેટલીય પગલાંની છાપો.

પગલાની છાપો ઉપરથી મળી આવે છે
કેટલાય દફનાવાઈ ગયેલા
ઈતિહાસના પાનાઓ.

અને એ પાનાઓને
અશ્મી બનાવી દેતા
બે કંપતા હાથો….

અને એ જ કંપતા…. કરમાતા હાથો
પરબિડિયામાં બંધ કરે છે

એક ઈતિહાસ… એક માણસ…. એક…..

Advertisements

6 responses to “અજાણ્યા સરનામા – શ્રેયા સંધવી શાહ

 1. hello
  nice poems.

  અને એ જ કંપતા…. કરમાતા હાથો
  પરબિડિયામાં બંધ કરે છે

  એક ઈતિહાસ… એક માણસ…. એક…..

  thats makes one thinking… nice.
  thanks
  Janki

 2. ક્યાંક દૂર
  કોક અજાણ્યા વૃક્ષની… અજાણી ડાળી ઉપર
  ટૂંટિયૂં વાળી સૂતેલા કોક અજાણ્યા ફૂલની
  ચપટી જેવી ભીનાશ….. જો તમારી….કોરીકટ
  હથેળીમાં ઉગી આવે તો….

  સુંદર અભિવ્યક્તિ !!!

  ઓળખ વગર નો ઇતિહાસ … પણ સરસ છે.

  અભિનંદન.

 3. good creation both……….vadhare shabado nathi malata…….sundar ne sunadarthi vadhare shu kahevay atisundar……….babu desai ahmedabad gujarat

 4. રસ્તાઓની ઉપરથી
  ચાલી નીકળે છે કેટલીય પગલાંની છાપો.

  પગલાની છાપો ઉપરથી મળી આવે છે
  કેટલાય દફનાવાઈ ગયેલા
  ઈતિહાસના પાનાઓ.

  Khoob saras vrnan chhe. thank you Mrugeshbhai for putting such a nice Kavita on net. Thank you Shrya ben

 5. few lines of the poem conveys …. a lot,
  FROM
  hatheli and pagala ni chhap.
  Mrugeshbhai,Thanks for giving this opportunity to connect with writer’s thought provoking expressions.
  Shreyaben,those words and thoughts do convey a lot about connecting with the UNKNOWN.Thanks for sharing.
  Darshana