શ્રી અંબાજી આરતી અને ગરબા

‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો. ગુજરાતમાં ‘ગરબો’ શબ્દપ્રયોગ ઈ.સ 1415 થી ઈ.સ. 1480 થી વપરાતો આવ્યો છે. તમિળ ભાષામાં ‘કુરવઈ કટ્ટ’ એ નૃત્યસમૂહનો પ્રકાર છે, જેનો અર્થ ‘ગુરબી’ થાય છે અને ગુરબીમાંથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું કહેવાય છે. ‘ગરબા’નું મધ્યકાલીન સ્વરૂપ (સાહિત્ય) વલ્લભ મેવાડાએ પ્રગટાવ્યું અને ‘ગરબા’ નું અર્જન કવિ દયારામે કર્યું હોવાનું મનાય છે. હાલ પ્રાચીન અને અર્વાચીન ગરબા એવા બે ભાગ જોવાં મળે છે.

ambe maata ji[1] આરતી

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

[2] માનો ગરબો ઘૂમતો જાય….

ઘૂમતો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય.

ફર ફર ફૂદડી ફરતો જાય,
ચાચર ચોકમાં રમતો જાય….. આજ…

એ રે ગરબાને નવલખ તારલા,
ઝળકતો, ઝળકતો જાય…. આજ…

એ રે ગરબાને ચાર ચાર ફૂલડાં,
મ્હેકતો, મ્હેકતો જાય…. આજ…

એ રે ગરબાને ધોળી રે ધજાઓ,
ફરકતી, ફરકતી જાય…. આજ…

એ રે ગરબાને અંબાના નામ છે,
ચાચર ચોકમાં રમતો જાય… આજ…

એ રે ગરબાને બહુચરના નામ છે,
ચુંવાળે ફરતો જાય…. આજ…

એ રે ગરબાને મહાકાળીના નામ છે,
દક્ષિણે ફરતો જાય…. આજ….

એ રે ગરબાનું ભદ્રકાળી નામ છે,
દરવાજે ફરતો જાય…. આજ…

એ રે ગરબાને આજ ભક્તોનો સાથ છે,
હાં રે ગરબાને આજ સૈયરનો સાથ છે,

ઝૂમી ઝૂમી હાં…… હાં….
ઘૂમીને ભક્તો સૌ ગાય… આજ…..

[3] રૂડે ગરબે રમે છે…

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘુઘરીના ઘમકાર રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ

સાથે દેવી રન્નદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહીણી ને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ

સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મ જોવા આવિયા રે લોલ

સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ.

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

Advertisements

5 responses to “શ્રી અંબાજી આરતી અને ગરબા

 1. આજ્થી શરુ થતા નવરાત્રીના શુભ પર્વ ની શરુઆત મા અંબાની આરતીથી જ કરાય. સવારમાં સૌ પ્રથમ અંબામાતાના “દર્શન” કરાવવા અને સ્તુતિ/આરતી માટે રીડગુજરાતી નો આભાર. આ આરતી વાંચતા બાળપણની નવરાત્રી યાદ આવી ગઇ. એ ગુલાબી ગુલાબી ઠંડી, ઝાંકળથી ભીની ભીની અને અગરબ્તી ના ધુમાડાથી મહેકતી હવા, એમા લાઉડ-સ્પિકર વગર ગવાતા ગરબા અને આરતી, અને છેલ્લે જાતજાતના પ્રસાદ … બધું જ નજર સામે આવી ગયું.

  આ સાથે, નવરાત્રીના નવ દિવસો દરમ્યાન રીડગુજરાતી પર રોજ એક નવો ગરબો “જોવા” મળે એવી માંગણી મુકુ છું

  મા અંબા બધાની મનોકામના પુરી કરે એવી પ્રાર્થના.

 2. એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો મા (2)
  ભોળા ભવાની ને ભજતાં (2), ભવસાગર તરશો…..જયો જયો…

  ભાવ ન જાણું ભક્તિ જ જાણું ન જાણું સેવા મા (2)
  વલ્લ્ભ ભટ્ટને રાખ્યા (2), નિજ શરણે રહેવા…..જયો જયો…

  માનો મંડપ લાલ ગુલાલ, શોભે બહુ સારો મા (2)
  હું છું બાળ તમારો (2), શરણે નિત્ય રાખો…..જયો જયો…

  સર્વે ને નવરાત્રીની શુભ કામનાઓ…

 3. I really miss India’s Garba.. and everything … thanks for this arti also..

  Happy Navrati to all..

 4. નવરાતીની યાદ તાજી કરાવવા બદલ આભાર. આ આરતી એવી છે કે સર્વે ગૂર્જરજનોને કંઠસ્થ હશે. શૈશવની સ્મૃતિઓના સાગરમાં સ્નાન કરી પાવન થઈએ. આજનો અર્વાચીન ગરબો ગ્લોબલ થતાં શું વરવો નથી લાગતો? આ સંદર્ભમાં કેટલાક વિચારો અત્રે પ્રસ્તુત છે. કોઈકની લાગણી દુભાય તો મા દુર્ગા માફ કરે એ પ્રાર્થના.

  ગરબો ગ્લોબલ

  મા તારો ગામઠી ગરબો આજ ભુંસાઈ ગયો બની ગ્લોબલ;

  રમે ગરવો ગુજરાતી નવખંડ સંગ છેલછબીલી ગુજરાતણ.

  નમણી નવરાતે કંઠ કિલ્લોલે, કરે શક્તિનું નવ આરાધન;

  તાલીઓના તાલે હૈયું હિલોળે, માણે ભક્તિહીન મનોરંજન.

  ડી. જે., દાંડિયા, ડીસ્કો, રાસ; મરોડે અંગ મહિલા મોડર્ન.

  પરંપરા બની ગઈ સ્ટાઈલીસ પરિઘાને વસ્ત્રો બહુ વેસ્ટર્ન.

  ફી ભરીને શીખે ગરબા બેઝ; લચક લાવવા લે પ્રશિક્ષણ.

  દોઢિયા યા વેસ્ટર્ન ગરબા કે અમદાવાદી ગરબા ફ્યુઝન.

  શેરી ગરબા હવે થતા બંધ ને ગ્રુપ ગરબાનું થયું વિસ્તરણ.

  લ્હાણી આરતીનો ના ઉમંગ,અંતે એક્ટરનું ઈનામ વિતરણ.

  નોરતા કાજે ટિકિટ નોતરાં ! ગરબા નામે કેવુંક ગાંડપણ?

  જગદંબાનું ના કરે દર્શન, નિરખે નાચ નશાનું પ્રદર્શન.

  ના અંબા અવસાદ પ્રભુ પ્રસાદ, અસ્મિતા રહિત જાગરણ.

  ગરવો ગરબો લાગે વરવો, ગૂમ થઈ ક્યાં પેમલ પૂજારણ?

  મા તારો ગામઠી ગરબો કાં ન ગુંજાઈ ગ્યો બની ગ્લોબલ?

  દર્શન દે આજ દુર્ગા શક્તિ શીખવ ભક્તિસભર આચરણ.

  ડૉ. દિલીપ ર. પટેલ ( કવિલોક )

  ઓરેન્જ, કેલિફોર્નીયા

 5. જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
  અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
  ૐ જયો જયો મા જગદંબે.

  દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
  બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
  ૐ જયો જયો મા જગદંબે.

  તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
  ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
  ૐ જયો જયો મા જગદંબે.

  ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
  ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
  ૐ જયો જયો મા જગદંબે.

  પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
  પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
  ૐ જયો જયો મા જગદંબે.

  ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
  નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
  ૐ જયો જયો મા જગદંબે.

  સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
  ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
  ૐ જયો જયો મા જગદંબે.

  અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
  સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
  ૐ જયો જયો મા જગદંબે.

  નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
  નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
  ૐ જયો જયો મા જગદંબે.

  દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
  રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
  ૐ જયો જયો મા જગદંબે.

  એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
  કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
  ૐ જયો જયો મા જગદંબે.

  બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
  બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
  ૐ જયો જયો મા જગદંબે.

  તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
  બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
  ૐ જયો જયો મા જગદંબે.

  ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
  ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
  ૐ જયો જયો મા જગદંબે.

  પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
  વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
  ૐ જયો જયો મા જગદંબે.

  સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
  સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
  ૐ જયો જયો મા જગદંબે.

  ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
  સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
  મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

  શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
  ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
  હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
  ૐ જયો જયો મા જગદંબે.

  એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો મા (2)