સેવા દ્વારા પર્સનાલિટી – પાર્થ વસાવડા

parth

[ ‘અભિયાન’ સામાયિક (ઓગસ્ટ 2006) ના અંકમાં પ્રકાશિત થયેલો એક યુવાલક્ષી લેખ સાભાર. ]

‘સૌને પોતાના દેશ, રાજ્ય કે શહેર માટે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા જરૂર હોય છે, પરંતુ દરેકને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. પણ જો તમારે સેવા કરવી જ હોય અને તેનો દઢ નિશ્ચય તમારા મનમાં થઈ જાય તો તમે ક્યાંય પાછા નહીં પડો,” આવું જ કંઈક માનવું છે અમદાવાદના યુવક પાર્થ વસાવડાનું. પાર્થની ઉંમર 18 વર્ષની છે અને અમદાવાદની એચ.એલ. કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો આત્મવિશ્વાસ અને અન્યને મદદરૂપ થવાના તેના વિચારો ઘણા ઉચ્ચ છે.

પાર્થ કોઈ મહિલાને ઈંટના તગારાં ઉપાડતાં, કોઈ બાળકને તેની ભણવાની અને રમવાની ઉંમરે ગલીમાં કચરો વીણતાં કે ચાની કીટલીએ કપરકાબી ધોતાં જોતો ત્યારે તેનું હૃદય દ્રવી ઊઠતું. પણ તેને સમજાતું નહીં કે તે આ દુ:ખી બાળકો કે મહિલાઓ માટે શું કરી શકે. પછી તેનો સંપર્ક થયો યુવા સંગઠન સાથે અને તેના મનનો ભાર હળવો થયો. યુવા સંગઠન દ્વારા તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરી શકતો અને શેરીમાં કચરો વીણતાં બાળકોને કે મહિલા મજૂરોને મદદ કરી શકતો.

પાર્થ કહે છે, ‘કૉલેજમાં અભ્યાસની સાથે મોટેભાગે વિદ્યાર્થીઓ ઈંગ્લિંશ સ્પીકિંગ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટના કલાસ કરતા હોય છે, પરંતુ મને લાગે છે કે હું બહાર જઈને લોકોની સેવા કરું છું ત્યારે મારામાં આપોઆપ આત્મવિશ્વાસ આવી જાય છે અને મારી પર્સનાલિટી પણ ડેવલપ થતી જાય છે.’

‘મારા અભ્યાસ સાથે મારું સેવાનું કાર્ય ચાલતું રહે છે. મારાં માતાપિતાએ ક્યારેય આ વાતનો વિરોધ નથી કર્યો, બલ્કે મને વધારે મદદરૂપ થઈને આ કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. હા, પરીક્ષા વખતે થોડું ટેન્શન થઈ જાય છે તેથી તે સમય દરમિયાન હું સેવાકાર્યમાં નથી જતો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે હું સેવાની સાથે સાથે પણ મારું રિઝલ્ટ પહેલાં કરતાં ઘણું સારું લાવી શકું છું. માતાપિતાને તેથી ઘણો જ આનંદ થાય છે.’ પાર્થ કહે છે.

પાર્થ અઠવાડિયામાં બે દિવસ અમદાવાદના અક્વી નામના સ્લમ વિસ્તારમાં જાય છે. પાર્થ કહે છે, ‘આ વિસ્તારમાં કચરો વીણતાં બાળકોનું પ્રમાણ ઘણું વધારે છે. ત્યાં રહેતાં બાળકોનું અમે મ્યુનિસિપલ શાળામાં નામ નોંધાવ્યું છે, પરંતુ તેઓ ત્યાં જમીને પાછાં આવી જાય છે. બાળકોને શનિ-રવિમાં ગણિત અને અંગ્રેજી વિષય ભણાવીએ છીએ. આ બાળકો માટે અમે 600 ચોપડીની લાઈબ્રેરી પણ બનાવી છે. ધીમે ધીમે ત્યાંના બાળકો વાંચતાં પણ થયાં છે, એ જોઈને હર્ષની લાગણી થાય છે.’

રવિવારે સાંજે પાર્થ સુવર્ણમંદિરના વૃદ્ધાશ્રમમાં જાય છે. ત્યાં તે વૃદ્ધ લોકોની વાતો સાંભળે, તેમની જોડે અંતાક્ષરી રમે અને તેમનું કામ પણ કરી આપે. યુવા સંગઠનની મદદ લઈને સુવર્ણમંદિરના વૃદ્ધો માટે તેણે આંખના મોતિયાનો ચેક-અપ કેમ્પ તથા પ્રાણાયામ અને યોગ માટેની શિબિરનું પણ આયોજન કર્યું હતું.

પાર્થ જેવા યુવાનોને જોઈએ છીએ ત્યારે થાય છે કે યુવાનીને સ્વચ્છંદતાનો ચેપ નથી લાગ્યો. આજનો યુવાન ‘કુછ હટ કે’ કરવા માટે હંમેશા તત્પર હોય છે. જરૂરત હોય છે ફક્ત સાચા માર્ગની, માહિતીની અને માર્ગદર્શનની.

[ નોંધ : પાર્થ જેવા જ એક ગુજરાતના યુવાને હમણાં થોડા સમય પહેલાં 1000 જેટલા બાળકોને ગુજરાતી શિખવાડવાનું સુંદર સેવા કાર્ય પૂરું કર્યું છે જેનો એક લેખ ટૂંક સમયમાં ‘નવનીત સમર્પણ’ માં પ્રકાશિત થવાનો છે, જેને નજીકના ભવિષ્યમાં આપણે રીડગુજરાતી પર પણ માણીશું. – તંત્રી, મૃગેશ શાહ. ]

Advertisements

9 responses to “સેવા દ્વારા પર્સનાલિટી – પાર્થ વસાવડા

 1. Hello Parth,

  You are doing an excellent job. you know I have the same feeling for our country so, sooner I will be joining in this kind of activity also. I have always wanted to do something so different and unique which you have started it already. And I am very proud of you. I admire you for this Great Work, by helping others. God Bless You.. and wish you good luck in future..

 2. Congratulations Parth!! Your actions speak louder than words. We need more role models like you. Keep up the good work.

 3. તમે જે કંઇ સારુ ધારો કે વિચારો તે જો પ્રબળ મનોબળ હોય તો કરી જ શકો છો; પાર્થ અનું ઉત્તમ ઉદાહરણ છે. રોજિંદા કામ્કાજો ની પ્રવૃતિમાંથી ચેંજ મેળવવા માટે શું પાર્થને ફરવા જવાનુ કે મિત્રો સાથે શેરીના નાકે ટોળે વળી “વાતોનાં વડા” કરી સમય પસાર કરવાનું મન ના થતું હશે?! પણ એણે એવી પ્રવૃતિ શોધી કાધી છે કે એમાં એને કંઇક રચનાત્મ્ક કર્યાની લાગણી અને આનંદ મળે છે તથા આડકતરા લાભરુપે પર્સનાલિટી ડેવલપ થતી જાય છે અને આત્મવિશ્વાસ પણ આવી જાય છે. કાશ – બધા યુવકો જો પોતાનો થોડો સમય પણ જો આવા કોઇક રચનાત્મક કાર્ય માટે વાપરવાનું વિચારે તો કેવું સરસ પરિણામ મળી શકે.

  અભિનંદન પાર્થ. ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ.

 4. Parth, good going. Some people keep on thinking about doing good and some just do it. Good to see that you fall in to the second category. I’m sure society as a whole will benefit a lot from your noble deeds. Carry on Parth bhai.
  Also, words of praise for Mrugeshbhai. You are doing quiet good job. You are spreading the news of such a noble work through the very powerful medium of internet. Not all the gujjus across the world read the abhiyan but I’m sure they must be visiting this site.

  So good wishes to both Parth and Mrugeshbhai.

 5. You are giving a good expample to the youngsters. Keep it up Parth.
  All the best…

 6. કહેવાય છે કે અડગ મન ના મુસાફર ને હિમાલય પણ નથી નડતો.
  શ્રી પાર્થ ભાઇ નુ માનવતા નુ ગામ સર્વોત્તમ છે. ફ્રેંડ્સ જોડે ટોળટપ્પા ને મોજ મસ્તી મા મા સમય ગાળવાને બદલે તે સમય નો ઉત્તમ ઉપયોગ કરી એક માઇલ સ્ટોન સ્થાપ્યો છે તેમણે.

  આજનો યુવાન ‘કુછ હટ કે’ કરવા માટે હંમેશા તત્પર હોય છે. જરૂરત હોય છે ફક્ત સાચા માર્ગની, માહિતીની અને માર્ગદર્શનની.
  એકદ્દમ સાચી વાત.

  પાર્થ વસાવડા ને ખૂબ ખૂબ અભિનંદન.

 7. parth bhai,
  Me and my sister think you have done a great job for other people.All the best for the future.

  Good luck!!

 8. Dear Parth, its very noble and courageous what you are doing. You are an inspiring example for those who have same thoughts but can’t take a step forward towards action. You are changing the world for better. Keep going mate!

 9. Abhinandan Parth,

  As kamyogi wrote , i always have such thoughts but can’t take a step forward towards action. the work you are doing is very inspiring to me.
  keep it up. God bless u.

  Thank you Mrugeshbhai for spreading the news of such a noble work.