તું પ્રેમ છું – નટવર મહેતા

[ રીડગુજરાતીને આ ત્રણ ગઝલો ‘તું’, ‘પ્રેમ’, ‘છું’ મોકલવા બદલ શ્રી નટવરભાઈ મહેતાનો (લેઈક હોપાટકોંગ, ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

‘તું’……

શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું

જાગતી રાતો અને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું

કરું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું

કેમ કરી જીતુ બાજી પ્યારની
તારી પાસે તો છે હુકમનું પાનું

કરીએ પ્યાર આપણે સાવ સાચો
તો પછી દુનિયાથી શું ડરવાનું ?

‘નટવર’ તો જીવે છે તારે માટે
તારા વિના જીવું તો કેવું જીવવાનું ?


‘પ્રેમ’…….

તારી અને મારી વચ્ચે ઓ સનમ
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?

જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

તું નથી રહી આસપાસ મારી
મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.

જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે કે પ્રેમ અંધ છે ?

આપણા પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.

લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો તો પ્રેમનો નિબંધ છે.


‘છું’…..

સાચવી સાચવી ડગ માડું છું
એટલે પગલે પગલે પડ્યા કરું છું.

કદી નથી જીત્યો હું તારી સાથે
છતાં ન જાણે કેમ લડ્યા કરું છું.

સપના તો સપના પણ છે એ મારા
સપનામાં સનમ તને મળ્યા કરું છું.

તને એમ કે હું બહું ખુશ છું.
હસતે ચહેરે હું રડ્યા કરું છું.

નથી મળવાનો તું મને કદી પ્રભુ,
છતાં તારી મૂર્તિને પગે પડ્યા કરું છું.

નથી કરતો એવા કામ ‘નટવર’
ન જાણે કેમ બધાને નડ્યા કરું છું ?

Advertisements

11 responses to “તું પ્રેમ છું – નટવર મહેતા

 1. ઘણી સરસ ગઝલો છે…

 2. ekdam hraday spasrhi vaat kahi che a gazal ma,dard ane lagni mishrit bhavo alekhya chhe….

 3. Simply superb, simple words but deep feelings

 4. Hey dad. I just wanted to say that you are the best dad and every poetry you write is THE BEST one. I love you and i m very lucky to have dad and a friend like u. love u a lot. =)

 5. Excellent!

  very short and yet touchy one!

 6. je kavyo ne dikari vakhane te behad sundar tema koi min mekh nathi.
  natvarbhai tamari aek kruti http://www.gujaratisahityasarita.wordpress.com upar with due respect muku chhu.

 7. je kavyo ne dikari vakhane te behad sundar tema koi min mekh nathi.
  natvarbhai tamari aek kruti http://www.gujaratisahityasarita.wordpress.com upar with due respect muku chhu.

 8. Tamari kavita gani sunder che.Mari yuvanina divaso yaad aavi jay che.Keep it up

 9. ભાઇ નટવર મહેતાની કૃતિ વાંચી અને તરત હ્રદયમાં સોંસરી ઉતરી ગઇ.સરળ શબ્દો અને ઉન્નત ભાવો અને તેથી પણ અદકુ પોતા પણુ.. જે કોઇ વાંચે તેને લાગે કે તેની પોતાની વાત છે. આ કવિના શબ્દોની ઉંડાઇ અને તેણે વેઠેલુ દર્દ સહજ બની ક્લમે ઉતર્યુ છે.દોઢ સદી પહેલા કદાચ આવા સરળ શબ્દો કલાપીએ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે..’સર્જ્યુ હતુ તેવુ સુંદર કથન નટવરભાઇએ

  “લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
  દિલથી વાંચો તો પ્રેમનો નિબંધ છે.”

  ગઝલ લગભગ કંઠસ્થ થઇ જાય તેટલી સરળ છે અને પાછી તેમા આજની વાત પણ છે અને તે

  “જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
  ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે”

  કારણ આજ કાલની ભૌતિક સંપતિની દુનિયામાં તમારી પ્રેમોર્મીનો પ્રત્યઘાત પ્રેમને બદલે મહદ અંશે લુખ્ખા થેંક્સ સિવાય ક્યારેય કશુ હોતુ નથી અને તેથીજ જો અપેક્ષાજન્ય વ્યવ્હાર હોય તો વિરહ નો પ્રબંધ ઘણો ઘણો જ હોય છે.

  છતા પ્રિયતમા તરફનો પ્રેમ એવો ઉન્નત છે કે કહ્યા વિના રહેવાતુ નથી

  “તું નથી રહી આસપાસ મારી
  મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.

  જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
  કોણ કહે કે પ્રેમ અંધ છે ?”

  નટવરભાઇ ક્યારથી લખે છે તે તો ખબર નથી પણ તેમની કૃતિઓ વધુ લોક ભોગ્ય થાય તેવી સ્વાર્થી વાત જરુર હુ કરીશ અને એટલુ પણ જરુરથી કહીશ કે મા સરસ્વતીની જ્યાં કૃપા હોય ત્યાંજ આવા સુંદર કાવ્યો રચાય.