ખાલી હાથનો વૈભવ – રશીદ મીર

[1] રેત પરનાં પગલાઓ

ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ.

ઘડીમાં રાતની ઉકલી જશે સમસ્યાઓ,
રહે છે ચેનથી ઝુલ્ફામાં એના દ્વિધાઓ.

અવાજના દીવા એકાંતે ઓલવી દીધા,
સૂતો છું રાતના ઓઢીને એના પડઘાઓ.

અધૂરી લાગી છે તારા મકાનની રોનક,
નડ્યા છે આંખને બારી ઉપરના પડદાઓ.

મળી શકાય ગમે ત્યારે બેધડક આવો,
નથી મિલનને જરૂરી કોઈ શિરસ્તાઓ.

ફર્યો છું ‘મીર’ પાછો હું ય અડધે રસ્તેથી,
ભૂસી ગયું તું કોઈ રેત પરનાં પગલાંઓ.

[2] શ્રી સવા

ન સંશય છે કે ના કોઈ દ્વિધા છે,
તને મળવાની નક્કી આ જગા છે.

સળગતી રેત છે, ઊની હવા છે,
ચરણ થંભો કે આગળ ઝાંઝવાં છે.

સંબંધોની અહીં એટલી કથા છે,
અમારે શબ્દ લોહીના સગા છે.

તણખલાં નીડના વીંખી ગઈ છે,
બહુ કાતિલ; બહુ ઠંડી હવા છે.

ગમે તેને ન પૂછો પંથ મિત્રો,
અજાણ્યું શહેર છે, રસ્તા નવા છે.

શુકનવંતી ગઝલને ‘મીર’ વાંચો,
શ્રીફળ છે હાથમાં ને શ્રી સવા છે.

Advertisements

6 responses to “ખાલી હાથનો વૈભવ – રશીદ મીર

 1. Excellent poem. Very interesting

 2. વાહ !!!
  શુકનવંતી ગઝલને ‘મીર’ વાંચો,
  શ્રીફળ છે હાથમાં ને શ્રી સવા છે.

  બહુ જ સરસ.

 3. સાહિત્યના આ એક સુંદર પ્રકાર-ગઝલની હમણાં ખૂબ બોલબાલા છે અને તેની સવારી મિડિયાના આ વૈશ્વિક માધ્યમ- વેબસાઇટ મારફ્તે અહીંસુધી આવી પહોંચી છે ત્યારે મારા જેવા અનેક વાચકો હર્ષની લાગણી અનુંભવે છે..ગઝલકાર શ્રી રશીદ મીર પ્રસ્તુત બંન્ને ગઝલમાં વાતાવરણની એક સુંદર વાત લઇને આવ્યા છે..અને આપણે મહેફિલમાં ગોઠવાઇ ગયા હોય તેવું વાતાવરણ ઉભું કર્યુ છે..આભાર અભિનંદન…

 4. પિંગબેક: ખાલી હાથનો વૈભવ – રશીદ મીર « રીડગુજરાતી : પુસ્તક પરિચય

 5. Excellent GAZALS by Dr, Rasheedbhai. He has docterate in Gazals. He is a friend who is encouraging to both readers and writers. He is a most respected name amongst Gazal Writers and well appreciated throughout Gujrat. Congrats to Mir sab and your site.

 6. પિંગબેક: ખાલી હાથનો વૈભવ – રશીદ મીર | pustak