એની એ રાખો – નીરવ વ્યાસ

[વડોદરાના નવા યુવા ગઝલકારની રચના, જેને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો એક મુશાયરામાં મળ્યો. – તંત્રી ]

જરા પણ થાય ના ઓછી, મજા બસ એની એ રાખો,
ગઝલ સાથે અમારી ચાહના, બસ એની એ રાખો.

ઉમેરો એક બે પ્રકરણ ખુશીના, જીવવા માટે,
ભલે ને જિંદગીની વારતા, બસ એની એ રાખો.

બુરાઈ સામે લડવું છે, અમે બસ એટલું જાણ્યું,
અમોને હામ દો, ચાહે હવા બસ એની એ રાખો.

જરૂરી છે ઊભો રહું મારી નજરોમાં અડીખમ હું,
પછી છો આખી દુનિયાની ઘૃણા બસ એની એ રાખો.

કસોટીનો સમય છે, ને વળી એ હું ય જાણું છું,
કઠિન છે પણ તમારી આસ્થા, બસ એની એ રાખો

Advertisements

9 responses to “એની એ રાખો – નીરવ વ્યાસ

 1. ઉમેરો એક બે પ્રકરણ ખુશીના, જીવવા માટે,
  ભલે ને જિંદગીની વારતા, બસ એની એ રાખો.

  વાહ!

 2. બહુ જ સુંદર પંક્તિઓ છે.
  અભિનંદન નીરવભાઇ ને.
  આભાર.

 3. Neerav is a good young friend who promises a prominent place in Gujarati Literature in the years to come. I have opportunity to hear his Gazals in ‘BudhSabha’ regularly. My good wishes to Neerav for his future.
  …….Kirtikant Purohit

 4. કઠિન છે પણ તમારી આસ્થા,બસ એની એ રાખો !

  આશા અમર છે !……… આભાર .

 5. Wah! Maza aavi gai…Bahot achhe!!

  Just stumbled upon this site while searching for something else. I will be regularly visiting/reading it.

 6. vah vah…..
  Niravbhai aapano abhar…

 7. આપની ગઝલ પરત્વે અમારી ચાહના અમે જરૂર એની એ રાખીશું… આપ પણ આપની ગઝલ-ચાહના બરકરાર રાખીને આવા અમૂલ્ય રસથાળ વારંવાર પીરસતા રહો એ જ આશા…

 8. જરૂરી છે ઊભો રહું મારી નજરોમાં અડીખમ હું,
  પછી છો આખી દુનિયાની ઘૃણા બસ એની એ રાખો.

  વાહ… સરસ… આખી જ ગઝલ ખૂબ સરસ છે.

 9. Excellent Gazal. congratulation to Nirav Viyas. Radeef also very attractiv- Rasik Meghani