વિદ્વાન સાહિત્યકાર કે.કા.શાસ્ત્રીનું અવસાન

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુજરાતી સાહિત્ય, ઈતિહાસ વગેરે પર અત્યંત અગત્યના સંશોધનો કરીને ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપી છે. તેમને અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજસેવાના કામો ઉપરાંત તેઓ ખૂબ જ સાદું અને સરળ જીવન જીવતા હતા. તેમને મૃત્યુનો અણસાર આવી ગયો હોય એમ તેમણે ડોકટરને બોલાવીને એક પત્ર લખ્યો હતો અને તેમની સ્મશાનયાત્રા અમુક રસ્તેથી પસાર થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.

Advertisements

5 responses to “વિદ્વાન સાહિત્યકાર કે.કા.શાસ્ત્રીનું અવસાન

  1. ભગવાન તેમના આત્માને શાંતિ આપે

  2. પૂજ્ય કે.કા. શાસ્ત્રી ની આત્મા ને ઇશ્વર શાંતિ અને સદગતિ આપે.
    કોટી કોટી વંદન.

  3. વિદ્વાન શાસ્ત્રીજીના આત્માને ચિર શંતિ મળે, તેવી પ્રાર્થના !

  4. My husband Vijay & i had many occassions to meet him personally. He was a great teacher in all walks of life. He had his own belief, & was never influenced by anybody else. He lived life on own terms & died at own choice. ( He made all arrangements including planning his own funral) I M sure his soul must have found place in GOLOK.