વાહ ! ક્યા અંદાઝેબયાં – સં. આશિત હૈદરાબાદી

[રીડગુજરાતીને સુંદર શેરોના સંકલન ધરાવતું પુસ્તક ‘વાહ ! ક્યા અંદાઝેબયાં’ મોકલવા માટે શ્રી આશિતભાઈ નો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]

આવ્યો છું તારે દ્વાર હું પરવાનગી વગર,
મારું ટકોરો કેવી રીતે આંગળી વગર
– ભગવતીકુમાર શર્મા

મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી !
– મકરંદ મુસળે

ઘરની ભીતર તો શૂન્યતા વ્યાપી છે એવી કે
ભાગી જવાને ક્યાંક વિચારે છે બારણું !
– મનોજ ખંડેરિયા

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે !
– ગની દહીંવાલા

પહેલા ચમનમાં ક્યારે હતી આટલી મહક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે !
– આદિલ મન્સૂરી

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માગુંને તું આપી દે એ વાત મને મંજૂર નથી !
– નાઝિર દેખૈયા

કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની,
જીત પર બાજી હતી ને હારવાનું મન હતું !
– મૂળશંકર ત્રિવેદી

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે !
– શયદા

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !
– મરીઝ

ઘણું સારું થયું મારા સુધી આવ્યા તમે સાંઈ,
ચરણ લઈ ચાલવા જેવું નહોતું જોર મારામાં !
– હરજીવન દાફડા

એ નિશાની છે ખલીલ એક મિત્રની,
એટલે એ ડાઘ મેં ધોયો નથી !
– ખલીલ ધનતેજવી

એટલે ‘આશિત’ નથી મેં બંધ દરવાજા કર્યા,
દર્દ જે હમણા ગયાં, પાછા વળે તો શું કરું ?
– આશિત હૈદરાબાદી

આજ સુધી તો મશાલ સળગી,
હાથ સળગવો શરૂ થયો છે !
– સતીશચંદ્ર વ્યાસ

હાથથી સરકી પડેલો એક સિક્કો શોધતાં,
એક સોડમ સાંપડી છે ઘૂળને ધોયા પછી !
– હરકિશન જોષી

પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ,
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ ?
– રતિલાલ ‘અનિલ’

મિલનની એ ક્ષણોનું શી રીતે વર્ણન કરૂં સાથી ?
મજા જે જાણવામાં છે, સમજવામાં નથી હોતી !
– ચંદ્રા જાડેજા

સરળ શબ્દોનો સરવાળો મને ક્યાં લઈ ગયો અંતે,
વધુ પડતી નિકટતામાં ઘણી તકલીફ પહોંચી છે !
– પ્રફુલ્લ નાણાવટી

Advertisements

12 responses to “વાહ ! ક્યા અંદાઝેબયાં – સં. આશિત હૈદરાબાદી

 1. OMG!!! I love these gems. Killer ones are:

  જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’
  હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે !
  – ગની દહીંવાલા

  હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
  હું માગુંને તું આપી દે એ વાત મને મંજૂર નથી !
  – નાઝિર દેખૈયા

  કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની,
  જીત પર બાજી હતી ને હારવાનું મન હતું !
  – મૂળશંકર ત્રિવેદી

  હાથથી સરકી પડેલો એક સિક્કો શોધતાં,
  એક સોડમ સાંપડી છે ઘૂળને ધોયા પછી !
  – હરકિશન જોષી
  Hath thi kaink shodhta, aankho ma thi pan kaik tapki padyu ke shu? Nahin to dhul ma sodam shani???

 2. ધૂળની સુગંધ ચોમાસાને પ્રથમ દિવસે આવે !બધાજ શેર સરસ છે.આભાર

 3. Very nice maja padi gayi. thanks

 4. It should be published oftenely, which express the richness of GUJARATI GAZAL & SHAYRI.
  Which upgread the level of the reader’s understanding & believing of Gazal as a strong & the most form of effectiveness through softly organised words

  Just love it

  jayesh panchal – Sydney

 5. પિંગબેક: વાહ ! ક્યા અંદાઝેબયાં… - આશિત હૈદરાબાદી « રીડગુજરાતી : પુસ્તક પરિચય

 6. wah kya gazal he.
  pls. send something new.

 7. પિંગબેક: વાહ ! ક્યા અંદાઝેબયાં… - આશિત હૈદરાબાદી | pustak