હાસ્યમેવ જયતે !!

[રીડગુજરાતી પર સમગ્ર ઑગસ્ટ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ]

પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
****************

એક મૂરખ બે કાન ઉપર હાથ રાખીને ડૉકટરને બતાવવા આવ્યો.
ડૉકટર : કાનમાં શું થયું ?
દર્દી : કંઈ નહીં, હું ઈસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો !
ડૉકટર : પણ બીજા કાનમાં શું થયું ?
દર્દી : એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.
****************

મગન ક્યારનો અરીસા સામે આંખો બંધ કરીને ઊભો હતો. પત્નીએ બૂમ પાડી : શું કરો છો ?
મગન : જોઉં છું કે હું સૂતો હોઉં ત્યારે કેવો લાગું છું.
****************

ધીરુભાઈ : હેલો હું ધીરું બોલું છું…ધીરું…
કાકા : કોણ બોલે છે ? કાંઈ સંભળાતું નથી…
ધીરુભાઈ : હું ધીરું બોલું છું…ધીરુ…ધીરુ….
કાકા : જખ મારવાને ધીરુ બોલે છે. જરા જોરથી બોલને….
****************

ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે.
ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે.
પોલીસ : કોણ ?
ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું.
****************

મગન એના મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો. વજેસિંગબાપુ જોતા હતા.
વજેસિંગબાપુ : અલ્યા શું કરે છે ?
મગન : સેવ કરું છું
વજેસિંગબાપુ : અઢીસો ગ્રામ મારીય કરજે ભેગાભેગી.
****************

દર્દી : ડૉકટર સાહેબ, હવે મને તમારું બિલ આપી દો તો સારું.
ડૉકટર : હજી તમને આરામની જરૂર છે તમારામાં હજી એટલી શક્તિ નથી આવી, સમજ્યા !
****************

‘અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.’
સલાહકાર : એમ કરો સાથે માથાનો દુ:ખાવો દુર કરવાની ગોળી ક્રોસીન આપો.
****************

મગન : લગ્ન એટલે શું ખબર છે ?
છગન : ના, નથી ખબર. શું ?
મગન : લગ્ન આપ-લેની રમત છે. બહેતર છે કે તમે તેને આપી દો નહિ તો એ ગમે તે રીતે લઈ લેશે.
****************

શિક્ષકે સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?
સંજયે કહ્યું : સાહેબ ! ગઈ કાલે વરસાદ ખૂબ પડતો હતો એટલે.
શિક્ષકે કહ્યું : સારું. તો પછી આજે મોડો કેમ આવ્યો ?
સંજયે કહ્યું : સાહેબ ! હું વરસાદ પડે તેની વાટ જોતો હતો.
****************

મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.
****************

મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.
એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : ‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’
****************

એક દિવસ રાજુએ તેના પપ્પાને પૂછ્યું : ‘રાજુ, શિયાળાનો દિવસ ટૂંકો અને ઉનાળાનો દિવસ લાંબો કેમ હોય છે ?’
આ સાંભળી રાજુએ કહ્યું : ‘પપ્પા, એનું કારણ એ છે કે ગરમીમાં દરેક વસ્તુ મોટી થાય છે અને ઠંડીમાં સંકોચાઈને નાની બની જાય છે.’
****************

એક દિવસ શિક્ષકે પૂછ્યું : ‘રાજુ, માણસ અને ગધેડામાં શું ફરક છે ?’
રાજુ એ કહ્યું : ‘સાહેબ ! ઘણો ફરક છે. માણસને ગધેડો કહી શકાય છે. પણ ગધેડાને માણસ કહી શકાતો નથી.
****************

રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’
અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’
****************

પરેશ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા ! હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?’
પરેશે કહ્યું : ‘ના. ત્યાં પહોંચવા માટે તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.
****************

રાજુ : ‘યાર. સારું થયું કે મારો જન્મ ભારતમાં થયો, અમેરિકામાં ન થયો !’
દિપક : ‘કેમ ? અમેરિકામાં જન્મ થયો હોત તો શું થાત ?’
રાજુ : ‘મને અંગ્રેજી ભાષા બોલતા ક્યાં આવડે છે !?!’
****************

સુનિલ એક દિવસ એક દુકાને ગયો. અને દુકાનદારને પૂછ્યું : ‘ભાઈ ! તમારે ત્યાં માંકડ મારવાની દવા છે ?’
દુકાનદારે કહ્યું : ‘હા છે ને !’
સુનિલે કહ્યું : ‘ઉભા રહો. હું હમણાં જ મારા ઘરમાં રહેલા બધા માંકડો લઈ આવું છું !’
****************

એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.
****************

શીલા : ‘આ તારા પતિ પાઈપ પર ચઢીને ઉપર ઘરમાં કેમ જાય છે ?’
રમા : ‘જ્યાં સુધી એમના પગનું પ્લાસ્ટર ખૂલી ન જાય, ડૉકટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાની મનાઈ કરી છે.’
****************

પિતાએ પોતાની દીકરીનું ચિત્ર મિત્રને બતાવતા કહ્યું : ‘આ સૂર્યાસ્તનું ચિત્ર કેટલું મોહક છે. મારી દીકરી વિદેશમાં ચિત્રકામ શીખી છે, ખબર છે ?’
મિત્રએ ચિત્રને ધ્યાનથી જોતાં કહ્યું, ‘જરૂર શીખી હશે, કારણકે આપણા દેશમાં તો આ જ દિવસ સુધી આવો સૂર્યાસ્ત ક્યારેય નથી થયો !’
****************

એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા. ગેંડાલાલે વાડકામાં સિક્કો નાખતાં ભિખારીને પૂછ્યું, ‘બીજો વાડકો શું કામ મૂક્યો છે ?’
‘આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !’ ભિખારીએ ખુલાસો કર્યો.
****************

છગન : ‘મારી પ્રેમિકા છેલ્લા બે મહિનાથી દર રવિવારે સો રૂપિયા માંગે છે.’
મગન : ‘એમ ? પણ એ રૂપિયાનું એ શું કરે છે ?’
છગન : ‘એ વાતની તો મને પણ ખબર નથી. કારણકે મેં હજુ સુધી એને ક્યારેય પૈસા આપ્યા જ નથી.
****************

શિક્ષકે રાજુને પૂછ્યું : ‘રાજુ, જો તારો ભાઈ કોઈ તાળાની ચાવી ગળી જાય તો તુ શું કરે ?’
રાજુએ કહ્યું : ‘સાહેબ ! હું કંઈ જ ન કરું. કારણ કે અમારા ઘરમાં દરેક તાળાની બે ચાવી છે.’
****************

ભૂલકણા પ્રોફેસરે ખિસ્સામાં હાથ નાખ્યો ને જોયું તો પાકિટ ગુમ હતું. ઘેર આવી પત્નીને વાત કરી તો પત્ની કહે, ‘શું કોઈએ તમારા ગજવામાં હાથ નાખ્યો ત્યારે તમને ખબર ન પડી ?
પ્રોફેસર કહે, પડી તો ખરી, પણ મને એમ કે મારો હાથ જ છે.
****************

ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’
દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’
****************

પત્ની સાથે ઝઘડો થતા પતિએ પત્નીને ગુસ્સામાં કહી દીધું કે ‘બસ હવે તો હું 10મા માળેથી આપઘાત કરવા જાઉં છું.’
બિચારી પત્ની તો અવાક્ જ થઈ ગઈ. પછી તેને યાદ આવ્યું કે તેમનું મકાન તો ફક્ત બે માળનું જ હતું. તો પતિએ રોફભેર કહ્યું, ‘તો શું છે ? હું પાંચ વાર ઠેકડો મારીશ.’
****************

મગન : ‘તને ખબર છે ફુગાવો એટલે શું ?’
છગન : ‘ના. નથી ખબર.’
મગન : ‘ફુગાવો એટલે બસો રૂપિયાનું ઘડિયાળ ખરીદ્યા બાદ તે રિપૅર કરાવવાનો વખત આવે ત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવા પડે. સમજ્યો !’
****************

નટુ : ‘આ રેલ્વેટાઈમ ટેબલ નો શું ઉપયોગ તને ખબર છે ?’
ગટુ : ‘ટ્રેનનો સમય જોવા માટે. બીજુ શું ?’
નટુ : ‘ના. આ રેલ્વેટાઈમ ટેબલ ટ્રેન કેટલી સમયસર છે એનાં કરતાં કેટલી મોડી છે એ જાણવામાં વધુ ઉપયોગી થાય છે.’
****************

એક યુવકે બડાશ હાંકતાં કહ્યું : ‘હું બહુ મહેનત કરીને નીચેથી ઉપર પહોંચ્યો છું.’
બીજાએ કહ્યું : ‘ખબર છે, પહેલાં તું બૂટપૉલિશ કરતો હતો અને હવે માથા પર તેલમાલિશ કરે છે !’
****************

દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.
દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.

Advertisements

2 responses to “હાસ્યમેવ જયતે !!

  1. Very Good. Funny jokes lightened up the morning.

  2. very funny. very very funnnnyyyyyyy…. Ha ha hahaha haha ha ha ha haaaaa