પ્રતીક્ષા – ‘મરીઝ’

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

Advertisements

11 responses to “પ્રતીક્ષા – ‘મરીઝ’

 1. બહુ જ સુંદર શબ્દો છે. મનહર ઉધાસે કંઠ પણ સુંદર આપ્યો છે.

  જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
  ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

 2. ‘મરિઝ’ અને ‘આદિલ’ બંને મને સરખા
  ને ઉત્તમ શાયરો લાગે છે ! આદાબ અર્જ !
  “તમે આમ અવગણના કરતા જશો તો ..
  થતી રહેશે ઇચ્છા વધારે વધારે !”

 3. hi
  very good work keep it up

 4. મરીઝની આ ખૂબ સુંદર ગઝલ નેટિઝન્સને આસ્વાદ્ય બનાવવા બદલ આભાર…

 5. મરીઝની આ લોકપ્રિય ગઝલ મનહર ઉધાસના કંઠે કંઇકવાર આકંઠ પીધી છે પણ ફરીફરી સાંભળવી કોને નથી ગમતી? સુંદર ગઝલ વાંચી આનંદ અનુભવું છું.વેબસાઇટ ઉપર મૂકવા બદલ આભાર.

 6. Badha vanchakmitro tatha mrugeshbhai,

  mein pehlivar j mulakat lidhi aa site ni. be varas thi hoon australia m ahcu ane shitya sathe no nato sahaj tuti gayo che. khub j anand thayo tamari site joyine. have to varmvar mulakt thati j rahse. mariz ni aa rachana mane khub j priy che. aapno khub khu abhar.

  Trupti Dave

 7. hu readgujarati.com no kayami vachak chhu. ghani saras mehnat karine tame site ne maintain karo chho. khub khub abhinandan……..

 8. tamaro gujarati bhasha pratye no prem kharekhar gamyo
  abhinandan……best of luck

 9. Tears swell up in the eyes when u read and reread this ghazal. Having seen the drama ‘Mariz’ the effect is accentuated. Our world has not treated the shayars properly. God help them and make their class prosper materially also.
  Thank u mrugeshbhai.

 10. i have visited this site first time, it gives a great pleasure that somoone is taking a big pain for all gujarati community. i am writing this in english as i do not have gujarati fonts.

  this is really admirable and thanks a lot to all the pepole who are doing this great duty

  i am a seniour excutive in ICICI PRRU LIFE, plase let me know if i can be helpful to you for this noble cause.

 11. it’s a good platform for guj literature & their fans
  thanx to the people who made this possible.