મનનીય સુભાષિતો

ચિરં સંશ્રુણુયાન્નિત્યં જાનીયાત્ક્ષિપ્રમેવ ચ |
વિજ્ઞાય પ્રભજેદર્થાન્ન કામં પ્રભજેત્કવચિત ||

અર્થ : જે વ્યક્તિ સામાની વાત લાંબા સમય સુધી સાંભળી શકે પછી તે વાતનો મર્મના રહસ્યને પામી જઈ તે વાતનો સાર ગ્રહણ કરે અને પછી કરવા યોગ્ય કાર્ય કરે; કાર્ય કરતી વેળા કે પછી કોઈ લાલચમાં ન ફસાય તેવી વ્યક્તિ હંમેશા પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં સફળ થાય છે.

ત્રિવર્ગશૂન્યં નારમ્ભં ભજેત ચાવિરોધયન |
અનુયાયાત્પ્રતિપદં સર્વધર્મેષુ મધ્યમ: ||

અર્થ : જેમાં ધર્મ, અર્થ (ધન) અને કામ એ ત્રણેય સિદ્ધ થતાં ન હોય તેવું કોઈ કાર્ય ન કરવું. પ્રત્યેક કામમાં મધ્યમમાર્ગી થવું-બહુ ચડવું નહિ તેમ બહુ પડવું નહિ.

નાડગૈશચેષ્ટેત વિગુણં નાશ્નીયાત્કટુંક ચિરમ |
દેહવાક્ચેતસાં ચેષ્ટા: પ્રાક શ્રમાદ દિનિવર્તયેત ||

અર્થ : પોતાના શરીરનાં અંગો વડે નિરર્થક કે અવળી ચેષ્ટાઓ કદી ન કરવી. ખૂબ કડવા ને તીખા તમતમતા પ્રદાર્થો ન ખાવા. દેહ, વાણી ને મનને કામ કરતાં થાકે ત્યાર પહેલાં વિશ્રામ આપવાનું રાખો.

આદૌ કુલં પરીક્ષેત ત તો વિદ્યાં ત તો વય: |
શીલં ધનં તતો રૂપં દેશં પશ્ચાદ્વિવાહયેત ||

અર્થ : કન્યાનો વિવાહ કરતા પહેલા સૌ પ્રથમ વરના કુળની ખાનદાની તપાસવી, પછી વિદ્યાભ્યાસ જોવો; પછી તેની ઉંમર જોવી, પછી ધન, શીલ અને બળ વગેરે તપાસવાં.

વૃષ્ટિ-શીતોષ્ણ-નક્ષત્ર્ગતિ-રૂપ-સ્વભાવત: |
ઈષ્ટાનિષ્ટાધિકન્યૂનાચારૈ: કાલસ્તુ ભિદ્યતે ||

અર્થ : સમયનો પ્રવાહ સમથળ ને એક લાગે છે. છતાં શિયાળો, ઉનાળો ને ચોમાસું, નક્ષત્રોની ગતિઓ, ગ્રહોની ગતિઓ, રૂપ, સ્વભાવ, ઈષ્ટ, અનિષ્ટ, વધારે અને ઓછું સમયના એવા અનેક ભેદ જોવા મળે છે. અર્થાત એક જ સમય અનેક પ્રકારે જોવા મળે છે.

અધિકારે ક્ષમં દુષ્ટવા હ્માધિકારે નિયોજયેત |
અધિકારમદં પીત્વા કો ન મુહ્યેત્પુનશ્ચિરમ ||

અર્થ : અધિકાર માટે સક્ષમ હોય તેવી વ્યક્તિને જોઈ તપાસી પરીક્ષા કરી અધિકારપદે મુકાય; કારણ કે અધિકાર રૂપ મદ્ય પી કોણ ઉન્મત્ત થયા વિના રહે ? વળી કોઈ એક જ વ્યક્તિને એકના એક અધિકારપદે લાંબો સમય ન રખાય.

પરિક્ષકેર્ન્દ્રાવયિત્વા યથા સ્વર્ણ પરીક્ષતે |
કર્મણા સહવાસેન ગુણૈ: શીલકુલાદિભિ: ||
ભૃત્યં પરીક્ષયેન્નિત્યં વિશ્વસ્તં વિશ્વસેતદા |
ન જાતિર્ન કુલં ચૈવ કેવલં લક્ષયેત કવચિત ||

અર્થ : સોનીને સોનાની પરીક્ષા કરતાં કદી જોયા છે ? તે લોકો સોનાને ઓગાળી સુવર્ણનીપરીક્ષા કરે છે. તે રીતે જ તમે સૌ કાર્યથી, સહવાસથી, ચારિત્ર્ય તથા કુળગત ગુણોથી નોકરચાકર, મિત્ર, ભાઈબંધ વગેરેની પ્રથમ પરીક્ષા કરી જુઓ. ત્યાર પછી જ જે વિશ્વાસપાત્ર લાગે તેની સાથે સબંધ બાંધો. કેવળ વંશગત કે જાતિગત સ્વરૂપે કરેલી પરીક્ષા વિશ્વસનીય ન પણ હોય.

અન્નં ન નિન્દ્યાત્સુસ્વસ્થ: સ્વીકુર્યાત્પ્રીતિભોજનમ |
આહારં પ્રવરં વિદ્યાત ષડ્રસં મધુરોત્તમ ||

અર્થ : ક્યારેય રાંધેલા અન્નની નિંદા ન કરવી. સ્વસ્થ મનુષ્ય તો પોતાની સામે જે અન્નપાન હાજર થાય તે પ્રેમ અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારે. અન્નના આટલા રસ છે. તીખો, કડવો, ખાટો, ખારો, તૂરો અને મીઠો, આ છયે રસથી યુક્ત ભોજન શ્રેષ્ઠ ભોજન ગણાય. મધુર રસયુક્ત ભોજન સર્વોત્તમ ગણાય છે.

યથાચ્છિદ્રં ભવેત્કાર્યં તથૈવ હિ સમાચરેત |
અવિસંવાદિ વિદુષાં કાલેઅતીતેઅપ્તનાપદિ ||

અર્થ : ભવિષ્યમાં પોતાને કે પોતાનાં કુટુંબીને પોતે કરેલા કાર્યના ફળસ્વરૂપ કોઈ વિપત્તિમાં મુકાવું ન પડે તેવાં કામો જ હંમેશા કરવા. બુદ્ધિશાળીઓએ કે વિદ્વાનોએ ઉચિત ઠરાવ્યાં હોય તેવા કાર્યો કરવા.

પરદ્રવ્યં ક્ષુદ્રમપિ નાદત્તં સંહરેદણુ |
નોચ્ચારયેદધં ક્સ્ય સ્ત્રિયં નૈવ ચ દુષયેત ||

અર્થ : વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

આદૌ વરં નિર્ધનત્વં ધનિકત્વમનંતરમ |
તથાદૌ પાદગમનં યાનગત્વમનમ્તરમ ||
સુખાય કલ્પતે નિત્યં દુ:ખાય વિપરીતકમ ||

અર્થ : પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહનમાં સવારી સારી – કારણકે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોમાં ઊંધું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે અતિ દુ:ખકારક છે.

ન ભૂષણત્યલંકારો ન રાજ્યં ન ચ પૌરુષમ |
ન વિદ્યા ન ધનં તાદગ્યાદક સૌજન્યભૂષણમ ||

અર્થ : મનુષ્યને જુદા જુદા પ્રકારનાં સુવર્ણઅલંકારો, રાજ્ય, રાજ્યસત્તા, પરાક્રમ, ઉચ્ચશિક્ષણ, ધનદોલત વગેરે શોભા આપનારાં અવશ્ય છે; પણ સૌજન્યશીલ સ્વભાવરૂપી એક જ આભુષણ ઉપરના સૌ કરતાં ચડિયાતું છે.

Advertisements

5 responses to “મનનીય સુભાષિતો

  1. je vanchi ne shubh vicharo aave eva subhasit che……

  2. This is very good column & every person should followo atleast some of the points in their life

  3. prerna dayak
    sankalan kari vanchanmate muki Mrugeshbhai a “bhojanthhl” pahela na “starter” jevu saras pirsu chhe.

  4. Really encouraging quotations. Thanks for this collection. Keep giving such inspirational gifts.