વાચકોની કૃતિઓ – સંકલિત

દુનિયા નોખી-અનોખી – નીલમ દોશી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નીલમબહેન દોશીનો (કોલકતા) ખૂબ ખૂબ આભાર]

હોસ્પીટલ ની દુનિયા….
નોખી—અનોખી..
એક અજબ અનુભૂતિ,
એક અલગ અહેસાસ,
વિવશ…બેબસ…લાચાર…
ચહેરાઓ વચ્ચે….
લાંબી…અનંત ….
કદી ન ખૂટે એવી લાગતી….
પ્રતીક્ષા ની પળો…..
મન નો ફફડાટ….
પંખી સમ પાંખ ફફડાવતો….
ઉડવાને લાચાર….
આંખો માં…..ભય…..શંકા….કુશંકા….
ઓથાર વિહ્વળતાનો….
શું હશે? શું થશે? શું કહેશે?
મન અને આંખ માં થી ડોકાતા
અગણિત પ્રશ્નો…..
જાતજાત ના અને ભાતભાત ના.
મશીનો વચ્ચે ગોઠવાતા માનવશરીરો….
ઘડીમાં આવતી મરણચીસ…
ઘડીમાં સર્જન ની કિલકારી….
એ બે ની વચ્ચે નિર્લેપ રહી…..
યંત્રવત ચાલતી રે’તી…..
હોસ્પીટલ ની દુનિયા….
નોખી…અનોખી…
જલક્મલવત??????


રણ – કીર્તિદા બ્રહ્મભટ્ટ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી બ્રહ્મભટ્ટ બહેનનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર.]

ઊંટના ખોવાય પગલાં એ જ રણ
રેતમાં પ્રોવાય પગલાં એ જ રણ
કોક તો કારણ હશે ને એટલે
રોજ રસ્તો થાય પગલાં એ જ રણ
સાવ સૂક્કાં વાદળાંની ઓથ લઇ
ઝાંઝવે ખેંચાય પગલાં એ જ રણ
ઠારથી શું વ્હેણ એકે વહી શકે
રેતે રેતે જાય પગલાં એ જ રણ
કો’ ઉછીના છાંયડાની વેદનાના
વાયરો લઇ જાય પગલાં એ જ રણ
હોય કોઇ ક્ષણ ભલે સૂનકારની
ભીતરે પડઘાય પગલાં એ જ રણ
રેત રેતીને જ રોજે આથડે
રોજ એના થાય ઢગલા એ જ રણ

એ વિશ્વગુર્જરી છે – ‘રસિક’મેઘાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી વિજયભાઈનો (હ્યુસ્ટન, અમેરિકા) તેમજ શ્રી મેઘાણીભાઈનો (હ્યુસ્ટન, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

તમામ દેશોમાં રંગ ભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.
સમસ્ત ઉપવન સુગંધી કરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

વિરાટ એની છે કર્મભૂમી, વિરાટ એની બધી દિશઓ.
છતાંય લક્ષ્યે નિતાંત રમતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

ન એની ગરમી, ન એની ઠંડી,બધાય મોસમ છે એના મોસમ.
દુઃખોને ઝીલી હંમેશા હસતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

ન જીત એની, ન હાર એની, છતાં અડીખમ એ મરજીવો છે.
વમળમાંથી પણ ફરી ઉભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

નરમ મૃદુમય છે વાણી એની, સંવેદનાશીલ હ્રદય છે એનું.
સમગ્ર માનવથી પ્રેમ કરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

નગર સિમાડા ન એના બંધન,અસીમ રસ્તાનો છે પ્રવાસી.
અથાક વગડામાં ડગલા ભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

‘રસિક’ ધરા છે યુગોથી ધામો, છતાંય આકાશ લક્ષ્ય આજે.
અનંત અવકાશમાં વિહરતો, મળે તો એ વિશ્વગુર્જરી છે.

Advertisements

27 responses to “વાચકોની કૃતિઓ – સંકલિત

 1. being a dr,everyday we experience this.very nice good.like it .reality

 2. Very well expressed. I could picture the situations by reading the poem…. Good work….keep up the good work.

 3. અમિત પિસાવાડિયા

  શ્રી નીલમબહેન દોશી, શ્રી બ્રહ્મભટ્ટ ભાઈ તથા શ્રી વિજયભાઈ શાહ તેમજ શ્રી મેઘાણીભાઈ. સરસ રચનાઓ છે … અભિનંદન !!!

 4. નીલમબેન
  શબ્દો શણગારવામાં માહીર છો.
  શ્રી બ્રહ્મભટ્ટ ભાઈ, શ્રી વિજયભાઈ તથા શ્રી મેઘાણીભાઈને ખૂબ જ અભિનંદન

  નીલા

 5. એક માહિતી . રસિકભાઇ ધર્મે એક મુસ્લીમ છે. પણ કરાંચીમાં હતા ત્યારથી ગુજરાતી કવિતાને વરેલા છે, અને અમેરીકામાં પણ આ પ્રીત ચાલુ છે.

 6. ભાઈશ્રી મૃગેશભાઈ! મારો સંદેશ નીલમબહેનને
  પહોંચાડવા કૃપા કરશો ?નોખી-અનોખી દુનિયા
  એમણે તાદૃશરીતે દિલના ઉંડાણમાંથી રજૂ કરી
  હોવાથી એમને મારાં અનેકાનેક અભિનંદન !

 7. દિલથી આભાર.આપ બધા ના શબ્દો ઉત્સાહ આપે છે.મારા ujas (paramujas.wordpress.com)ને પણ આપ સૌની શુભેચ્છા મળશે ,એવી આશા.

 8. veary good poem by kirtida brahmbhatt

 9. ઊંટના ખોવાય પગલાં એ જ રણ…વાહ સુંદર કૃતિ વાંચી આનંદ થયો.આ કૃતિ આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવી આપનાર બ્રહ્મભટ્ સાહેબ અને કવિયત્રી બંન્નેને હ્ર્દયપૂર્વકના અભિનંદન. કવિયત્રીની બીજી રચનાઓ પણ આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થાય તેવી આશા અસ્થાને નહિં લેખાય…વેબસાઇટ ઉપર તેમની રચનાઓની આતુરતાથી રાહ જોઇએ છીએ.ફરી વાર બંન્નેનો આભાર…

 10. Kirtida is an inborn poetess.Congratulations!!
  Nita

 11. very nice choice of subject.congretulation TO MRS BRAHMBHATT for her poem RAN…

 12. Ran A place where everything disappears in sand. It may be a place to visin in your joyous time, It may become place to cry. Desert can direct you no where but teach you to find your way. Really enjoyed readin it MA. but littlebit difficutl for me to understand whole so I just wrote what I felt after reading it…

 13. IAM APRESAD KIRTDA BRAHMBHATT POEAM……AND PRUD LIEK THAES TEP POEM YOU TAK IN YOUR WAB SIED ..GOOD LAK AND ALL TH BST KIRTDA BRAHMBAHTT

 14. I am happy to rde are good poem from kirtida..good lak to har

 15. i lav and good and pravud in my lif a gat GART BA i tra to adrtad GUJARTE FROM HAR ONLE

 16. gat poem……and we happy to rd it and gart good lak to mrs.brahmbahtt

 17. grt and ware iprsv lagvg…….pitu and jadi from ..PARTH australa

 18. ita good sabjkt takn we nawer see …dagrt in parth so we happy to red and sabjakt all so …
  pitu nad bujal

 19. GRAT AND GOOD FOR AS AND ALL GOOD LAK FOR KIRTDA AND HAER FAMIYLE…KAML/BIJAL

 20. IT A GRT IN OWER LIF WE GAT GRAT KAKI..TO RIT GRAT GOOD POEM NOT OLE THES BUY HER ALL POEM GRAT AND LIFA TACHABAL . AGN GOOD LAK

 21. RALE GART WE PRUD OF YOU AND …WE ITRSTAD LIK THES TIEP OF POEM…. GART HALP OF YOUR FAMILY ALL SO AND YOUR ALL CHIELD AND BAPUGE AND BA AND MATHER FATHER ALL SO ..I HOP RDE AWER TIEM YOUR GUJARTE POEM AND ATHER …GOOD LAK TAK CER

 22. IAM HAPPY TO RED GART POEM …I LAN GUJARTE FROAM KIRTBA.I HOP I LAN TO MUCH FROM HAR ..WATIG FOR MOR GOOD GUJRATE ARTCAL IN SAM WAB SIED …ALL BAST I HOP YOU RD IT

 23. LIF IS LIK WEELL. SAM PEPEL MAK IT STON AND SAM PEPEL MAK IT GOLD…I LIK THES POEM ..IT A REAL GOLD WARD AND SILVAR LIEN ……..I HOP NU CAM MOR POUEM WETH MOR AND MOR GODAN WARDS… ALL TAH BST …

 24. GART… GOOD LAK ..