શ્રાવણ અને આરાધના – ઉત્સવ વિશેષ

[આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે આપણે સૌ માણીએ શ્રાવણ માસને અનુરૂપ એક કાવ્ય અને શિવ સ્તુતિ. ]

lordshiv

આ શ્રાવણ – બાલમુકુંદ દવે

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર. ]

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલની કોઈ ઝીલો જી,
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી,
પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી,
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ શરણાં કેરાં કરા પડે કોઈ ઝીલો જી,
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી,
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી,
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી,
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી,
પેલા શિવ-લોચન અંબાર હો કોઈ ઝીલો જી.

શિવ સ્તુતિ – નીનુ મઝુમદાર

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]

સત સૃષ્ટિ તાંડવ રચયિતા
ધ્રીગ તામ તામ ધ્રીગ ધીં ધીં તામ
હે આદ્ય ગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:

ગંભીર નાદ મૃદંગના
ધબકે ઉરે બ્રહ્માંડમાં
નીત હોત નાદ પ્રચંડના
નટરાજ રાજ નમો નમ:

શીર જ્ઞાન ગંગા ચંદ્રમા
ચીદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં
વિષ નાગમાલા કંઠમાં
નટરાજ રાજ નમો નમ:

તવશક્તિ વામાંગે સ્થિતા
હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા
નટરાજ રાજ નમો નમ:

Advertisements

6 responses to “શ્રાવણ અને આરાધના – ઉત્સવ વિશેષ

 1. Mrugeshbhai,
  hoon somnath mahadev na sanidhya ma rehava vado, vichaarto j hato ke aaj thi pavitra shraavan maas sharu thaai chhe, to readgujarati par Bhoda naath ni mahima wado lekh/stuti to hovi j joiye.
  ane maari dharna saachi padi.

  Har Har Mahadev
  Jai Somnath

 2. ૐ નમ: શિવાય ,
  પવિત્ર શ્રાવણ માસ ની શુભ શરૂઆત ,
  શ્રી ગોપાલભાઈ પારેખ અને શ્રી નીલાબહેન કડકિયા નો ખુબ ખુબ આભાર.
  ૐ નમ: શિવાય.

 3. ૐ નમ:શિવાય ! પાર્વતી માતની જય !
  ગણપતિદાદા ,અને કાર્તિકેયનો જય !
  ભાઇ ગોપાલભાઇ અને બહેન શ્રી.નીલા-
  બહેન ! તમે સમયોચિત કર્યું છે !આનંદ !

 4. Very good contribution. I was looking for the full stuti to memorise….

  Though, there is one correction.. વાહ માંગે ની જગ્યા એ વામાંગે હોવું જોઈએ..

  Could you please make that correction?

 5. આપ સૌનો આભાર. શ્રાવણ વિષે વધુ વાંચવા ઈચ્છુક
  http://shivshiva.wordpress.com/ માં જઈ વાંચી શકે છે. શ્રાવણની શરુઆતથી આ મારો નવો બ્લોગ ચાલુ કર્યો છે. પાશેરામાં પહેલી પૂણી સમો એટલે ક્ષતિ તરફ ધ્યાન દોરશો તો ખૂબ જ આનંદ આવશે. અને ગમે તો comment લખશો તો ગૌરવ અનુભવીશ.

  નીલા

 6. I like this Shiv-Stuti (Ninu Mazumdar) very much. I just want to know if there is any sung version ( composition) of this song.

  If anybody has it. Plz let me know from where I can get it.

  thanks.

  My email is: hgparekh@gmail.com

  Hemang Parekh