વાચકોના કાવ્યો – સંકલિત

[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ ડૉ. નૂતનબહેન જાનીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

રાવ – નૂતન જાની

રણની રેતી રાવ કરે પવનને
ગમતું નથી તપવું હવે મારા મનને

જઈને જળને કહી દો મન મૂકીને વરસે
વનની લીલોતરી જોવાને આંખો આ તરસે
સાવ સુકું ભઠ આંગણું એકલા નથી જીવાતું
તરસ્યા આ હોઠ ને હૈયું મૃગજળ નથી પીવાતું. રણની રેતી….

જ્યાં દેખું ત્યાં હું ને મહીં ગોતું મારી છાયા
તપ્ત આ ભૂમિ ભીતર ઊગી નીકળી માયા
સૂરજ સાથે સગપણ બાંધ્યું તડકાનું ચોમાસું
તડકાની આ સત્તામાં આંખ વહાવે આંસું. રણની રેતી…..

પૂર્ણવિરામ ઘણું દૂર છે…. – પાયલ દવે

[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ પાયલબેન દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર]

પહેલાં માત્ર પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ અને ?
પછી ઉદગાર !
હવે અર્ધવિરામ ;
ત્યાં જ અલ્પવિરામ, અલ્પવિરામ બસ,
હવે ‘અવતરણ ચિહ્ન’
અને તરત જ સંયોગ-ચિહ્ન
પછી ત્યાં જ શરૂ સ્પષ્ટીકરણ __________
એનો ક્યારેય અંત નહી આવે
પૂર્ણવિરામ ઘણું દૂર છે.


ભર ચોમાસે – છાયા ત્રિવેદી

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ શ્રી રાકેશભાઈ ચાવડાનો (સુરત) તેમજ છાયાબહેન ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર ]

ભરચોમાસે
ધોમધાર વરસાદે
મેં અહીં એક
શબ્દ વાવ્યો હતો
તેને કૂંપણ ફૂટી કે નહીં ?

સ્વાતિ નક્ષત્ર જેવા
મારા ચિક્કાર એકાંતમાં
મેં એક
સંવેદના ઘુંટી હતી
તે છીપમાં મોતી બંધાયું કે નહિ ?

સતત કચડાતા
માનવ પ્રવાહમાં
મેં એક
સંબંધની હોડી વહેતી મુકી હતી
તેને હલેસાં જડ્યાં કે નહીં ?

મારા આકાશની
અનંત ક્ષિતિજોમાં
મેં એક
સ્વપ્ન તરતું મુક્યું હતું
તે બરફ પંખીને ટહુકો
ઉગ્યો કે નહિ ?

Advertisements

6 responses to “વાચકોના કાવ્યો – સંકલિત

 1. અમિત પિસાવાડિયા

  રાવ – નૂતન જાની, પૂર્ણવિરામ ઘણું દૂર છે –પાયલ દવે, ભર ચોમાસે – છાયા ત્રિવેદી . ત્રણેય વાચકો ની રચનાઓ સુંદર છે. અભિનંદન !!!

 2. ત્રણેય રચનાઓ ખરેખર અદભૂત છે!!
  ‘રાવ’ અને ‘ભરા ચોમાસે’ વધારે ગમી…
  નૂતન જાની, પાયલ દવે અને છાયા ત્રિવેદી ખૂબ ખૂબ અભિનંદન!!

  મૃગેશભાઇને ખાસ અભિનંદન.

  “ઊર્મિસાગર”
  http://urmi.wordpress.com

 3. payalben રચના ખરેખર અદભૂત છે!!
  પૂર્ણવિરામ ઘણું દૂર છે –પાયલ દવે

 4. nice poems..
  congratulation to all the writers..!!

 5. ત્રણે રચનાઓ ખુબ જ સરસ છે.

  રાવ : એકલતાની વ્યથા વ્યક્ત કરતી સરસ રચના તથા એક સાબીતી કે ડૉકટરો માં પણ ભાવનાત્મક રચનાશકિતઓ છુપાયેલી હોય છે.

  વ્યાકરણની ચોપડી સિવાય કદાચ પહેલીજ વાર આટલા બધા વિરામ ચિન્હો એકસાથે બેસેલા જોયા. ખુબ જ સરસ રચના. પાયલ ને અભિનંદન.

  ભર ચોમાસે : માનવ પ્રવાહમાં મેં એક સંબંધની હોડી વહેતી મુકી હતી તેને હલેસાં જડ્યાં કે નહીં ? છાયાએ આ એક વાક્યમાં ઘણું બધું કહી દીધું છે. શબ્દોને આ રીતે ગોઠવીને આવા સર્જન માટે ખુબ ખુબ અભિનંદન.

 6. All the Three poems are so good. Every poems has something to say.
  The one i like most is “Purna Viram Ghanu Dur Che” from Payal Dave, the way it has been written is outstanding. Not that easy to understand at first sight. This Poem has marked a remarkable precense on my mind.

  “Abhinandan” Payal Dave.

  Thanks to Read Gujarati to give the readers a chance to express their feelings and providing the stage to the hidden tallent.