ગઝલ અને કાવ્ય – હિના વડગામા ‘મહેંક’

[ રીડગુજરાતીને પોતાની કૃતિઓ મોકલવા બદલ હિનાબહેન વડગામાનો (પૂણે) ખૂબ ખૂબ આભાર. ]

યુવાનીમાં

આંખો મહીં સ્વપ્ના ભરીને ચાલવાનું છે.
જીવન સતત અંજલિ કરીને ચાલવાનું છે.

લાખો મુસીબત માર્ગ છોને ચાલતા આવે;
એ આગના દરિયા તરીને ચાલવાનું છે.

સુખની વર્ષાની સાથ ગમનાં વાદળો આવે,
તોએ દુ:ખોને પણ વરીને ચાલવાનું છે.

તારે મહેચ્છાના જગતમાં જો રહેવું હો –
તો સમયની સાથે સરીને ચાલવાનું છે.

ન ‘મહેંક’ કો આફત તણો ડર ઉર કદીયે હો;
ના મોત સામે પળ ડરીને ચાલવાનું છે.

હું…તું…. મળીશું….? [અછાંદસ]

ઝુમખા સિતારોના;
અને વળી, આકાશે અડધો ચાંદ.
ઠંડી ઠંડી હવાની સાથ,
આવે મીઠી તારી યાદ….

પણ,
હું ધરતી,
ને
તું આકાશ

આપણું મિલન
દૂર ક્ષિતિજને સીમાડે;
ભ્રાંતિની ક્ષણે…..

Advertisements

16 responses to “ગઝલ અને કાવ્ય – હિના વડગામા ‘મહેંક’

 1. really nice..
  હું…તું…. મળીશું….? [અછાંદસ]
  ઝુમખા સિતારોના;
  અને વળી, આકાશે અડધો ચાંદ.
  ઠંડી ઠંડી હવાની સાથ,
  આવે મીઠી તારી યાદ….
  પણ,
  હું ધરતી,
  ને
  તું આકાશ
  આપણું મિલન
  દૂર ક્ષિતિજને સીમાડે;
  ભ્રાંતિની ક્ષણે…..

  this is just so fantastic… thank you Miss Heena..

 2. hi
  Mrs. Hina Vadgama
  I m vaidehi 4m navsari,gujrat.rite now 4m pune.its really 2gud.w all r fida on “hu dharati ne tu aakash,apanu milan door kshitij ne simade;bhranti ni kshane…..”i love u dear & miss u also sweetheart.
  my email id is “vaidehipatel_henri@yahoo.co.in” & my cell no is ‘+919923297738’.
  call me anytime dear whenever u free i want 2 meet u & u hve 2 give us party 4 nice lovely poems.dn’t stop writting.

  miss u
  take care
  have rocking weekend.
  love u bye

 3. Both poems are so good!

  હું ધરતી,
  ને
  તું આકાશ
  આપણું મિલન
  દૂર ક્ષિતિજને સીમાડે;
  ભ્રાંતિની ક્ષણે…..

 4. આંખો મહીં સ્વપ્નાં ભરીને ચાલવાનું છે:
  જીવન સતત અંજલિ કરીને ચાલવાનું છે !
  વાહ !’મહેક’સમર્પણ ?આભાર તંત્રીશ્રી.

 5. અમિત પિસાવાડિયા

  લાખો મુસીબત માર્ગ છોને ચાલતા આવે;
  એ આગના દરિયા તરીને ચાલવાનું છે.
  સરસ !
  ઘણો જ સુંદર પ્રયત્ન છે… , અછાંદસ પણ ઘણી સરસ છે.
  અભિનંદન … હિનાબહેન .

 6. વાહ …તમારા કાવ્ય ની મહેંક આખા ગુજરાતી સાહિત્યને તરબતર કરે એવી શુભેચ્છા.
  -ગૌરાંગ ભટ્ટ

 7. Namaskar Hina Vadgama,
  Very nice and meaningful gazal, chalvanuchhe…

  jivan na uchchatam aadarsh no sandesh aapti gazal chhe
  koi kale rushi katea hata, chare vaiti… chare vaiti
  aaje Hina kahe chhe…temnama ane aa shayrama sho farak ?

  Sapna bharine aankhma lakhti raheje tu
  jivan kari ne anjali dharti raheje tu

  bas te j shubhechcha

 8. hu dharti ne tu aakash…..
  it’s really…
  suppurb !
  vanchi ne j prem ni lagni
  anubhavay che..

 9. bahuj saras kavya chhe, jetli saralata thi gambhirta raju kari chhe, te khub j asarkarak chhe.
  khub khub abhinandan

 10. maheka ne tamare kvetaoma pana maheka chi

 11. both of them are simply fantastic.
  thank you so much, heenaben.

  હું ધરતી,
  ને
  તું આકાશ
  આપણું મિલન
  દૂર ક્ષિતિજને સીમાડે;
  ભ્રાંતિની ક્ષણે…..

  salaam chhe tamari kavi drashti ne..!!

 12. Good keep it up. All the best wishes from didi & jiju

 13. અત્યાર સુધી જીવ્યા તમારે સહારે
  તમારી એ યાદોના સહારે જીવશું
  તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા
  તમારી એ યાદોમાં પળ પળ મરશું
  ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં
  તમારી એ યાદોના સમંદરમાં તરશું
  પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને
  તમારી એ યાદોને આંખોમાં ભરશું
  એકલતાની વાત કોઠે પડી છે
  તમારી એ યાદોના ઉપવનમાં ફરશું
  માન્યા હતા તમને ખુદાથી વધારે
  તમારી એ યાદોની બંદગી કરશું

 14. તારીને મારી ચચૉ આપણી વચ્ચે હતી
  તો ય એમાં દુનિયા આપણી વચ્ચે હતી !
  આપણે એકાંતમાં કયારેય ભેગા કયાં થયા?
  તો ય જોને, કેવી અફવા આપણી વચ્ચે હતી
  આપણે એકબીજા સાથે શ્ર્વાસેશ્ર્વાસ જીવ્યાં તે છતાં,
  એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી !
  કોઇ બીજાને કશું કયાં બોલવા જેવું હતું ?
  આપણી પોતાની સતા આપણી વચ્ચે હતી.
  આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
  કાં અજુગતી કોઇ ઇચ્છા આપણી વચ્ચે હતી
  યાદ કર એ પુણ્યાશાળી પાપની એકેક ક્ષણ
  કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી !
  એક ક્ષણ આપી ગઇ વનવાસ સદીઓનો ખલીલ !
  એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી !

 15. Thank you my all fans.

  You can contact me:
  hina_vadgama@yahoo.com