બંધિયારને બદલે નવલદષ્ટિ – સં. મહેશ દવે

[ આ કૃતિ ‘પાંદડે પાંદડે મોતી’ નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ કૃતિ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો ખૂબ ખૂબ આભાર.]

એક આરબ પાસે મિલકતમાં સત્તર ઊંટ હતાં. તેના અવસાન સમયે તેણે તેના ત્રણે પુત્રને બોલાવ્યા અને કહ્યું, ‘જુઓ, મારા મૃત્યુ પછી અંદરોઅંદર લડશો નહીં. મારી મિલકતમાં આઅ સત્તર ઊંટ છે. એ બધાંય ઊંટ તમારી વચ્ચે વહેંચી લેજો. હું ઇચ્છું છું કે સૌથી મોટાને મારાં અડધાં ઊંટ મળે, વચલાને મારાં ઊંટનો ત્રીજો ભાગ મળે અને નાનાને નવમો ભાગ મળે, કારણ કે મોટાની કૌટુંબિક જવાબદારીઓ વધારે છે અને હવે એ ઘરડો થવા આવ્યો છે, વચલાની જવાબદારી ઓ પણ ઠીક ઠીક છે અને એ આધેડ થવા અવ્યો છે, જ્યારે નાનો હજી પરણ્યો નથી, તેને જવાબદારીઓ નથી અને તેની પાસે કમાવા માટે ઘણો સમય અને શક્તિ છે.’ આવી રીતે પોતાની આખરી ઇચ્છા જણાવી આરબ મૃત્યુ પામ્યો.

આરબ મૃત્યુ પામ્યો પછી છોકરાઓ વિચારમાં પડી ગયા. ‘સત્તર ઊંટનાં અડધાં કેવી રીતે કરવાં ?’ એમ કરવા જાય તો એક ઊંટ ને મારી સાડા આઠ ઊંટ મોટા ને આપવા પડે. એ જ રીતે ઊંટની સંખ્યાનો ત્રીજો ભાગ અને નવમો ભાગ કરવા જાય તો ઊંટને મારી ને ભાગ કરવા પડે. એમ કરવાથી ત્રણે ભાઇઓ ને નુકસાન હતું. વળી ત્રણે ભાઇઓમાંથી એકે ઊંટ મારવા માગતો નહોતો. પોતાનાથી કોયડો ઊકલ્યો નહીં એટલે ત્રણે ભાઇઓ ગામના શેખ પાસે ગયા. શેખ બુદ્ધિશાળી હતાં અને ગામલોકોને સારું ને સાચું માર્ગદર્શન આપવા માટે ખ્યાતનામ હતાં. છોકરાઓએ પોતાના પિતાની ઇચ્છા શેખને કહી બતાવી અને સમસ્યા ઉકેલી આપવા વિનંતી કરી.

શેખે વિચાર કર્યો ને પછી કહ્યું. ‘ હું તમારાં સત્તર ઊંટમાં એક મારું ઊંટ ઉમેરી આપું છું. હવે થયાં અઢાર ઊંટ. તેમાંથી અડધાં એટલે નવ ઊંટ મોટા ભાઇનાં થયાં. મોટા ભાઇ અને બીજાં બંને ભાઇઓએ ખુશીથી વહેંચણી સ્વીકારી. પછી શેખે કહ્યું, ‘અઢાર નો ત્રીજો ભાગ, એટલે છ, એટલે છ ઊંટ વચલાં ભાઇનાં.’ વચલા અને નાના ભાઇ ને એ વહેંચણી થી સંતોષ થયો. અઢારના નવમાં ભાગ લેખે શેખે સૌથી નાના છોકરાને બે ઊંટ આપ્યાં. નાનો ભાઇ પણ બે ઊંટ મળવાથી રાજી થયો. મોટાને નવ, વચલાને છ અને નાનાને બે એમ કુલ સત્તર ઊંટ થયાં. એક ઊંટ વધ્યું. શેખે પોતાનું ઊંટ પાછું લઇ લીધું. સૌને પોતપોતાનું મળી રહ્યું.

આપણી બુદ્ધિ ન ચાલે ત્યાં લડવાને બદલે શાણા માણસની સલાહ લેવી જોઇએ. એક જ દિશામાં વિચારવાને બદલે શાણા માણસો નવો દ્દષ્ટિકોણ અપનાવે છે. બંધિયાર વિચારસરણીને બદલે નવા અભિગમથી વિચારએ તો ઉકેલ મળે છે.

Advertisements

7 responses to “બંધિયારને બદલે નવલદષ્ટિ – સં. મહેશ દવે

 1. Neela Kadakia

  Amit
  You are giving really articles. And also searching v.good Articles to read also . Keep it up.
  Neela

 2. સંસ્કૃતમાં કહેવત છે :બુદ્ધિર્યસ્ય બલં તસ્ય !
  છોકરાઓનો બાપ અને શેખ બંને બુદ્ધિશાળી !
  ઘરડાં જ ગાડાં વાળે !છોરાંથી છાશ ના પિવાય !

 3. શ્રી અમિતભાઇ,

  શાણા અને ડાહ્યા માણસો તેમની બુદ્ધિથી આમ જનતા ને ઉકેલ આપે છે. પરંતુ, હાલના સમય મા આ ડાહ્યા માણસો એક ઊંટ ઉમેરી અઢારે ય ઊંટ લઇ જાય એવા હોય છે.. ભગવાન બચાવે..

  દિલીપ ખત્રી.

 4. pallavimistry

  DRASTANT KATHA dwara Saras Vat kahi didhi.
  Pallavi

 5. Maulik Dave

  Really a nice story !
  I liked it very much !

 6. before years I had read this somewhere… not sure when and where…
  thanks to Mrugeshbhai and Amit..

 7. its sauch a nice one