બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા

યુવાન પુત્રી ઘરથી દૂર, બહારગામ ભણવા જાય ત્યારે એ કોઈ પણ માતા માટે ચિંતાનો વિષય બની જાય. પુરુષોને માતાની આ વેદના ન સમજાય એ સ્વાભાવિક છે કારણકે સંતાનના લોહી-માંસથી બંધાયેલા પિંડની સાથે પિતા કરતાં માતાનો વધુ સંબંધ હોય છે. જન્મ્યા પછી સંતાનની દુંટી સાથે બંધાયેલું પેલું નાડું કપાતાં માતાની લાગણીના સંબંધો કંઈ કપાઈ જતા નથી !

મારી પુત્રીને ન છૂટકે મારે હોસ્ટેલમાં રહી ભણવાની સંમતિ આપવી પડી એ માત્ર એના ભવિષ્યને કારણે જ. પુત્રી સારું ભણે, ઉચ્ચ કેળવણી લે અને કોઈ સુપાત્ર સાથે જીવન જોડે એ જોવા માટે તો માતા તલસતી જ હોય છે.

મેં મારી પુત્રીને બહારગામ ભણવા જતાં પહેલાં એની પાસે એક શરત મૂકી હતી કે એણે અઠવાડિયે બે પત્રો અવશ્ય લખવા. દરેક પત્રમાં એણે મને એના અંતરની વાત લખવી. કોઈ પણ મૂંઝવણ હોય તે બેધડક જણાવવી જ. પણ આધુનિક યુવતી એની જુનવાણી માતાની વેદના સમજવા સજ્જ હોતી નથી. એ ખુદ માતા નહિ બને ત્યાં સુધી સંતાન સાથેના લાગણીના સંબંધો નહિ જ સમજી શકે. સતત માતા-પિતાની દેખરેખ નીચે ઊછરેલી, શાળાએથી કે સખીઓને ઘેરથી મોડી આવવા બદલ ઠપકો સાંભળતી કે સત્તર સત્તર વર્ષથી ‘આ નહિ કરવાનું’ કે ‘આમ જ કરવાનું’ જેવા હુકમો સાંભળવા ટેવાયેલી યુવતીને જ્યારે મુક્ત ગગન મળે ત્યારે માતાની શિખામણો કે હુકમોનું એ કેટલે અંશે પાલન કરવાની ?

મારી પુત્રી શેફાલી પણ ધીમે ધીમે મારી સૂચનાઓને હળવાશથી લેવા લાગી. શરૂઆતનો એકાદ મહિનો એણે મારાં સૂચનોનું પાલન કરી દર અઠવાડિયે બે પત્રો (અલબત્ત, બહુ ટૂંકા) લખતી કારણકે સરનામાવાળાં કવરો મેં જ લખી આપેલાં એટલે; પણ પછી એ બહેનબા ફોન-સેવાનો લાભ લેવા લાગ્યાં. દર અઠવાડિયે રવિવારે એ ફોન કરતી. સવારે નવ વાગે એ અચૂક ફોન કરે અને અઠવાડિયાની આપવીતી સંભળાવે. ચાલો, આટલું યે એ કરે છે જાણી મને સંતોષ થયો.

પણ એક બુધવારે બપોરે ચાર વાગે એણે ઘરના ફોનની રણકાવી. શેફાલીનો અવાજ સાંભળી મને નવાઈ લાગી અને ફાળ પણ પડી. કોઈ દિવસ આવે સમયે ફોન ન કરનારી શેફાલીને શું કામ પડ્યું હશે ? મેં ‘હેલ્લો’ કહ્યું કે તરત જ મારો અવાજ પારખી શેફાલી ગભરાટભર્યા અવાજે બોલી, ‘મમ્મી, મમ્મી, મારી રૂમ-પાર્ટનર હેતલ ખરીને, તે એણે આજે બપોરે કશુંક પીને આપધાત કરવાનો પ્રયાસ કર્યો છે…..’
‘એ જીવે છે ? ભાનમાં છે ?’ મારાથી રહેવાયું નહિ.
‘હા જીવી ગઈ પણ અત્યારે સૂતી છે. હું અને મારી કલાસ સ્ટુડન્ટ બપોરે રૂમ પર આવ્યાં ત્યારે એ બેભાન હતી. એના મોંમાંથી ફીણ નીકળતું હતું. પાસે કોઈ બોટલ પડેલી…. અમે બધી સ્ટુડન્ટ્સ એકઠી થઈ એને ઊંઘી કરી ઊલટી કરાવી. એક જણ બાજુમાંથી ડૉકટરને બોલાવી લાવ્યું. ડૉકટરની સારવારથી એ બચી ગઈ છે પણ એમણે અમને સલાહ આપી કે આ બનાવની પોલિસને જાણ કરવી….’
‘ડૉન્ટ ડુ ધેટ. એવું ન કરતી.’ હું ત્વરાથી બોલી ઊઠી, ‘પોલિસમાં ફરિયાદ કરશો તો નાહકની એ છોકરી છાપે ચડી જવાની એ પછી એના વિશે ખોટા ખોટા અહેવાલો પણ છપાય….’
‘તો શું કરીએ ?’
‘તમારી મેટ્રનને જાણ કરો. મેટ્રન કેવી છે ?’
‘આમ તો એ બિચારાં સારાં બાઈ છે. કુંવારા છે, લેકચરર છે અને હૉસ્ટેલના કૉર્નરમાં એમનું ક્વાટર છે….’
‘હમણાં એ ક્યાં હશે ?’
‘કૉલેજમાં. એમને લૅક્ચર્સ લેવાનાં ને !’
‘સારું, હેતલ જાગે ત્યાં સુધી તું એની પાસે જ બેસજે. ઊઠે ત્યારે સાંત્વન આપજે અને કહેજે કે તારી મમ્મીને તારી બહુ ચિંતા થાય છે…’
‘પણ એને મમ્મી જ નથી. એ તો ઘણા વખત પહેલાં અવસાન પામી છે.’
‘નથી પામી’ મેં અફર અવાજે કહ્યું, ‘તારી રૂમ-પાર્ટનર એટલે એ મારી પણ પુત્રી કહેવાય. સાંજ સુધીમાં એને મારો પત્ર મળી જશે… શું નામ કહ્યું એનું ?’
‘હેતલ…પણ મમ્મી, સાંજ સુધીમાં તું અહીં પત્ર કેવી રીતે પહોંચાડી શકશે ?’

‘કેમ બહેન, ટેલિગ્રામ સર્વિસ છે ને ! હમણાં જ એને પત્ર લખું છું. મોડી સાંજ સુધીમાં એને ટેલિગ્રામ મળી જશે. જોકે એ થોડો લાંબો હશે પણ એની ચિંતા ન કરવી. તું એની સારવારમાં જ રહેજે. કંઈ પણ અઘટિત થાય તો મને ફરી ફોન કરતાં અચકાતી નહિ. મેટ્રનને સમજાવી એની સારવાર કરજો.’

ફોન મૂક્યો. મારું માતૃત્વ સહસા જાગી ઊઠ્યું. હેતલ નામની આ છોકરીની મેં માત્ર તસવીર જોઈ હતી. શેફાલી અને હેતલે એ તસવીર કૉલેજ હૉસ્ટેલના બિલ્ડીંગ પાસે ખેંચાવેલી તે એણે મને મોકલી આપેલી. મેં આલ્બમ લઈ એમાંથી હેતલ અને શેફાલીની પેલી તસ્વીર કાઢી. કેવી સરસ નમણી, નિર્દોષ છોકરી હતી એ ! અરેરેરે, બિચારી માથે કેવી વિકટ સમસ્યા આવી પડી હશે તે મૂંઝવણમાં મુકાઈને આવું પગલું ભરી બેઠી હશે ? હું પણ મૂંઝાઈ ગઈ કે જે છોકરીને હું ક્યારેય મળી નથી એને હું શું લખું ?

તસવીરમાંની એ છોકરીને હું તાકી તાકીને જોઈ રહી. એના ગળે હાથ ભેરવીને ઊભેલી મારી પુત્રીને પણ મેં જોઈ. મને એક ખરાબ વિચાર પણ આવી ગયો કે આ હેતલની જગાએ મારી પુત્રી શેફાલી તો તો ? મારામાં રહેલો એક માતાનો જીવ ઊઠળી આવ્યો. તુરત જ મેં પેડ હાથમાં લીધું અને ટૂંકા વાક્યોમાં હેતલને સંબોધીને નાનકડો પત્ર લખવાનું શરૂ કર્યું. પત્ર લખતી વખતે હેતલ અને શેફાલી સેળભેળ થવા લાગ્યાં. પણ આ છોકરીને હું શું લખું ? બહુ વિચારને મેં પત્રનો આરંભ કર્યો.

‘મારી વહાલી દીકરી હેતલ,

તને સારું લગાડવા માટે મેં તને આ સંબોધન નથી કર્યું. વાસ્તવમાં તું ભલે શેફાલીની બહેનપણી હો, હું તો તને એની બહેન જ ગણું છું. માતા વિનાની છોકરીની માતા બનવાની તેં મને તક આપી એ બદલ હું તારી ઋણી રહીશ. તારી સાથે સુખ-દુ:ખમાં ભાગીદાર થવા હું સજ્જ છું. ચાલ, હું, તું અને શેફાલી સાથે હસીએ, રડીએ, વિચારીએ, મૂંઝવણોમાંથી માર્ગ કાઢીએ, એકબીજાને સમજીએ અને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનની રક્ષા કરીએ.

હું તારી માતા છું, તારી સખી છું. સોળ વર્ષની ઉંમર પછી સંતાનોને સમજવા એના મિત્ર બનવું જોઈએ. મને પણ એમ જ લેખજે. ભલે આપણે દૂર હોઈએ પણ મનમાં વિચારજે કે હું સદાય તારી સાથે જ છું. આવ, મને એક બીજી પુત્રીની માતા બનવાનું સૌભાગ્ય આપ, મારા સ્ત્રીજન્મની સાર્થકતા કર.

તારી વહાલી માતા.’

આ ટેલિગ્રામ રવાના કરી મેં મારા મનની વ્યગ્રતા ઓછી કરી. કાશ આ છોકરીના હૃદયમાં મારા શબ્દોરૂપી બીજ બરાબર રોપાય.

રાત્રે દસ વાગે ફોનની ઘંટડી રણકી. શેફાલી ઉષ્માસભર બોલી રહી હતી – મમ્મી, હેતલને તારો ટેલિગ્રામ રૂપી પત્ર મળી ગયો. એ વાંચીને એ ખૂબ રડી, મને ભેટી પડી, ક્યાંય સુધી એ મને વળગીને બેઠી રહી. એ પછી મને કહે – શેફુ, મારે મમ્મી જોડે વાત કરવી છે, અમે મેટ્રનની રજા લઈ ફોન-બૂથ પર આવ્યાં છીએ. તું એની સાથે વાત કર. શેફાલીએ હેતલને ફોન આપ્યો, પણ તે રિસીવરમાં એ માત્ર એટલું જ બોલી શકી – મમ્મી.

આટલે દૂર બેઠા હું હેતલને કલ્પી શકું છું. રિસીવરમાં મને માત્ર એનાં ડૂસકાં જ સંભળાયાં. એક છેડે એ રડતી હતી અને બીજે છેડે હું.

એક પણ વધુ શબ્દની આપ-લે વિના અમે બન્ને રડતાં રહ્યાં. અમારી લાગણીનો તાર બરાબર જોડાઈ ગયા હતા. એ ચાર-પાંચ મિનિટની વાતોમાં ટેલિફોનના તાર પર માત્ર બે જ શબ્દ વહી રહ્યા હતા – મમ્મી… મારી મમ્મી… દીકરી…. મારી વહાલી દીકરી…. જે શબ્દોમાં વ્યક્ત નહોતું એ બધું આ ડૂસકાંઓમાં વહેતું હતું. કોઈની લાગણીઓ સમજવા માત્ર શબ્દો જ સમર્થ નથી હોતા, અંતરમાંથી ઊઠતી લાગણીઓ એથી વધુ પ્રબળ હોય છે. એ દિવસ પછી હું બે પુત્રીઓની માતા બની.

શેફાલી અને હેતલ તો હવે અભ્યાસ કરી પોતાના મનપસંદ પાત્રો જોડે પરણી ગયાં છે. બન્ને સુખી છે, આનંદમાં છે.

એક દિવસ હેતલનો મારા પર પત્ર આવ્યો. આમ તો હેતલ અને શેફાલી જોડે હું સતત સંપર્કમાં છું. બન્ને બહેનો ઉત્સવ-તહેવારમાં ઘેર આવ-જા કરતી રહે છે, અમારું ઘર એ હવે હેતલનું ઘર બની ગયું છે.

હેતલનો પત્ર મળતાં જ હું નાચી ઊઠી. હેતલ લખતી હતી મમ્મી, હું સગર્ભા છું. હું જે કુટુંબમાં પરણી છું એ કુટુંબમાં એક પ્રથા છે કે વહુની પહેલી સુવાવડ પિયરમાં જ થાય. મા, મારી સુવાવડ તું કરશે ?

એક અજાણી છોકરીની માતા બની રહેવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું. હેતલનો પત્ર મળતાં જ મેં એને ફોન જોડ્યો. મારે એને કહેવું હતું કે બેટી, બહેન…. આવું પૂછવા માટે પત્ર લખાતો હશે ? ત્રણ-ચાર મહિનાનાં કપડાં બેગમાં ભરી ચાલી જ આવજે. તારા આવનાર સંતાનને પણ ભવિષ્યમાં થવું જોઈએ કે હું નાનીમાના ખોળામાં રમ્યો હતો…’

મેં હેતલનો નંબર ડાયલ કર્યો.

Advertisements

24 responses to “બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા

 1. Very emotional Story.

  It had brought tears in my eyes too.. ( I am missing my mummy…)

  Thanks Mrugeshbhai, your selection is always excellent.

 2. Very touching
  Tears welled into my eyes…..

 3. Really touching story. It is difficult to find such emotional and sensitive people in today’s world. Hope such feelings exist in real life as well.

 4. I am really touched by the story. I will try my best to help the needy people in my life.

 5. Is it possible to submit the comments also in gujarati? It creates a much deeper impact when one talks / reads in local language.

 6. Very emotional Story & very Intellanges.

  Really…heart-touching..

  Very good story.

 7. Very imotional and touching story. It brought tears in my eyes, but I swalloed it very fast as I read it in office. I’m taking its pritout for reading at home by everybody.

  Thanks to Mrugeshbhai for selecting such a nice story.
  Regards,
  Moxesh shah – Ahmedabad.

 8. Aww.. my gosh.. tears just ran outa my eyes..really emotional and heart-touching story…
  and yea..it’s soo true that not only biological mothers have heart for their own children but they have heart for all of the children. all the mothers in the world, can understand emotions and the inside of the children. The relationship is the soo amazing between a mother and a child….
  thanks for the great story…

 9. REALLY….HEART-TOUCHING

 10. સારું થયું સદ્ ભાગ્યે હેતલ ડૉ.ની સારવારથી બચી ગઇ !
  શબ્દો કરતાં પ્રબળ લાગણી ને પ્રેમ પરોપકાર વૃત્તિને સરસ
  પોષે છે.પોથી પઢ પઢ જગ મુઆ,પંડિત ભયા ન કોય !
  ઢાઇ અક્ષર’પ્રેમ’ કે પઢે સો પંડિત હોય !આ બે અક્ષરો તે
  પ્રેમ..ના !ગિરીશભાઈ અને મૃગેશભાઈ…. અભિનંદન !

 11. GIRISHBHAI
  KHREKHAR AA VARTA VACHYA PACHHI PRATIBHAV AAPVA MATE MARE SACHEJ KHUB VICHARVU PADYU PAN SHABDO NA MALTA ATLU LAKU CHHU. “ADBHUT ”
  LAGNI NE ANUBHAV NARA VACHAKO MATE”
  AABHAR MRUGESHBHAI NO TAMARA THAKI AA YANTRA YUG MAA YANTRA THAKI J LAGNI O SANKORVA MAA SAHAYBHUT THAVA MATE.
  Dharmesh

 12. ખરેખર આ લેખ વાંચતા આંખોમાં અશ્રુ નહિ આવે તો જ નવાઇ!
  થોડાં ટેલિગ્રામમાં લખાયેલાં, થોડાં કહેવાયેલાં, અને ઘણાં નહિં કહેવાયેલા છતાં દિલથી સંભળાયેલાં એવાં શબ્દોએ સર્જેલો સંબંધનો ચમત્કાર અદભૂત છે.

  આભાર મૃગેશભાઇ!

  “ઊર્મિ સાગર”
  http://www.urmi.wordpress.com

 13. oh what a wonderful story very emotional & touching story i can’t control my emotional feelings I also miss my mother too much she is in india & i am in africa i love you mom

 14. Very emotional & touchy story.

 15. Ma fakT janam nathee deti janamdata pan bane che ….Matrutva ne ujaadtee aava lekh lakhta rahejo…naaree ne sannaaree maani ne enu sthaan saachavta rahejo……khubaj abhar Girishbhai,Mrugeshbhai

 16. Great story. Thanks. I miss my mummy to.
  Thanks once again.

 17. Urmi Saagar Says:
  July 20th, 2006 at 11:18 pm
  ખરેખર આ લેખ વાંચતા આંખોમાં અશ્રુ નહિ આવે તો જ નવાઇ!

  I repeat the above words.
  Trupti

 18. Its heart touching.I’ve heard daughter loves his father and mother than a son.

  I sujjest mrugesh bhai please put on site some more stories like this.

 19. bahot acchi story thi, or kasamsa rona bhi bahot aaya.

 20. Its really heart touching story. After reading this story,i miss my mummy too much. It proves this proverb “gor vina moro kansar,maa vina suno sansar”

 21. i dont have words to explain my feeling about this story .. tears were falling from the eyes.. mother is god on the earth. i love and miss my mum too… story touch me more because i am a mother of one little girl….

  thank you murgesh bhai to find such good article.

 22. પિંગબેક: લાગણીનો સંબંધ « સહિયારું સર્જન - પદ્ય