હૃદયના સ્પંદન – ગૌરાંગ વિજય ભટ્ટ

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ગૌરાંગભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર]

વિસામો

કિનારે ઊભી છે નયન કેરી નૌકા
વખત આવે વહેશે કદી ના કદી
છે ક્ષણભર વિસામો માસુમ દિલને
પછી તો છે વહેવું જેમ વહાવે નદી

દૂર હશો તો પણ મુજ સાદ સંભળાશે તમને
લોક પૂછે તો ન કહેતા કે એ તો મળતો નથી
મુજ ઊર્મિનાં મોજાં તવ કાન કેરા અથડાશે
તારા દિલ દરિયે ભલેને હોય ઓટ કે ભરતી

હૃદયમાં છે સ્પંદન પણ મુખ પર છે બંધન
મૌન મન છે કંઈ અણસાર મળતો નથી
પૂછ્યું લોકોને કે ‘રાહ જોવાની છે કેટલી’
કોઈકે કહ્યું ‘સાલ’ તો કોઈકે કહ્યું ‘સદી’

વાસનાનાં વહેણમાં વખત વીતતો જ જાય છે
પણ પ્રેમમાં પ્રવાસીને સૂકાની સાચો મળતો નથી
તવ સ્મૃતિનો સંગાથ આમ તો છે આ સફરને
બસ, તારા વ્હાલ કેરો વિસામો ક્યાંય જડતો નથી

એ જ સાચો યાર….

સુખમાં સાથીદાર સદા, દુ:ખમાં થાતો ભાગીદાર
મુશ્કેલીનાં મહાયુદ્ધોમાં મન જેના પર મૂકે મદાર
પડછાયા પહેલા પહોંચે, કરે વિલંબના પળવાર
એ જ સાચો યાર હોઓઓ, એ જ સાચો યાર….

નાણાં વગરનો નાથિયો આજે, થશે નાણે નાથાલાલ
કિષ્ણ-સુદામા ક્યાં કોઈ આજે, કંચને કેવી કરી કમાલ
ફદીયાથી પર રૂદીયામાં રહેતો, પ્રેમનો પહેરેદાર
એ જ સાચો યાર હોઓઓ, એ જ સાચો યાર….

મોજ મજા ને માટે મિત્રો, ભેદ ભલે ને ભૂલી જાતા
આવે અહમ્ ને અંશ આંચ તો અંદરખાને અચકાતા
દીવા જેવો સ્પષ્ટ દીસે ને, દરિયા જેવો જે દિલદાર
એ જ સાચો યાર હોઓઓ, એ જ સાચો યાર….

હેતુ એક તો સૌ સાથે, હેતુ સરે સૌ વિખરાતા
ફાંટા અનેકો ફંટાતાને, ભેરુ ભૂલી સૌ ભરમાતા
સંબંધસેતુથી સમત્વ સાધે, સરળ એવો સૌનો સરદાર
એ જ સાચો યાર હોઓઓ, એ જ સાચો યાર….

સુખ-સંપત્તિ-સિદ્ધાંતોના સાથી, એ કોઈ મોટી વાત નથી
પણ ‘એક પ્રભુનાં સૌ સંતાનો’, ભૂલે એ માનવજાત નથી
સગા નથી, છે છતાંયે વહાલાં, જીગરી એવા જોડીદાર
એ જ સાચો યાર હોઓઓ, એ જ સાચો યાર….

Advertisements

7 responses to “હૃદયના સ્પંદન – ગૌરાંગ વિજય ભટ્ટ

 1. નાણાં વગરનો નાથિયો આજે, થશે નાણે નાથાલાલ
  કિષ્ણ-સુદામા ક્યાં કોઈ આજે, કંચને કેવી કરી કમાલ

  વાહ… સરસ..!!

 2. very nice.
  thanks

 3. Hitesh Dixit

  Very well written poems both..bring up more!

  Rgds
  Hitesh.

 4. Sameer Trivedi

  Dear G Bhatt
  Really well said sir..

  Good…

  Regagards
  Sam T

 5. સુખ,ધન,મોજ,પ્રેમ ,સગાઈ…બધામાં
  સાચી દોસ્તી કવિએ સઘળે શોધીને મેળવી છે !
  ગૌરાંગભાઈ,મૃગેશભાઈ..સદ્ વાંચન મળ્યું !

 6. Yogen Vaidya

  Dear Gaurang,

  Very nicely knitted poem. Keep it up. I am seeing tomorrow’s great poet in making…

 7. gaurang bhai,

  You are invited to write in the Gujarati Forum at, http://www.tirangatimes.com/forum/index.php?showtopic=130. Readers of Tirangatimes will welcome you whole heartedly.

  regards.