અમેરિકાની વાંચનભૂખ – કાન્તિ મેપાણી

અમેરિકનો શું વાંચે છે ? કેટલું વાંચે છે ? શા માટે વાંચે છે ? એની તાજેતરમાં મોજણી થઈ અને એનું તારણ બહાર પડ્યું. અમેરિકનોનું વાંચન ઓછું થતું જાય છે. જુવાન અને બુઢ્ઢા, ગરીબ અને તવંગર, ભણેલ અને અભણ, કાળા અને ગોરા – બધાય ટી.વી. જોવામાં, સંગીતના જલસા માણવામાં અને ખેલકૂદની સ્પર્ધાઓ જોવામાં જેટલો સમય ગાળે છે એના ત્રીજા ભાગનો સમય પણ વાંચનને આપતા નથી.

સમાજનો ડાહ્યો વર્ગ આ હકીકતથી બહુ જ ચિંતિત છે. મગજની નિષ્ક્રિયતા તરફ લોકોનું વલણ વધી રહ્યું છે અને કોઈ પણ વ્યક્તિ કે સમાજના ઘડતર માટે આ કંઈ સારું ચિહ્ન નથી. અલબત્ત મગજના વિકાસ માટે જેટલો ફાળો લેખનનો છે એટલો ફાળો વાંચનનો નથી. છતાંય માણસના ઘડતરમાં વાંચન મહત્વનો ભાગ ભજવે છે. કાફકા જેવા વિદ્વાનો કહે છે કે પુસ્તક માનવીના મન પર જામી ગયેલા બરફના થરને તોડવાનું કામ કરે છે. માત્ર છવ્વીસ અક્ષરોની આડીઅવળી ગોઠવણીથી કેવું અદ્દભૂત મનોવિશ્વ સર્જાય છે ! આ અ,ઇ,ઈ,ઉ ના છવ્વીસ અક્ષરોની વાત છે. આ આશ્ચર્ય તો કોઈ પુસ્તકનો આસ્વાદ લેનારને જ સમજાય. આ છવ્વીસ અક્ષરોની વિવિધ રંગોળીઓ જગતની સંસ્કૃતિઓના મૂળમાં છે.

ટેલિવિઝન, ઈન્ટરનેટ અને વિડિયો ગેમ્સ માનવીના મગજને જડ બનાવી મૂકે છે. આ ત્રણેય માધ્યમો દ્વારા પીરસાતી માહિતી રંધાઈને ટેબલ પર આવતી વાનગીઓ જેવી છે. એ વાનગીઓ આરોગનારને પોતાની વિચારશક્તિનો જરા સરખોય ઉપયોગ કરવાનું રહેતું નથી. એ પરિસ્થિતિમાં મગજ શિથિલ ના થાય તો બીજું થાય પણ શું ? વાસ્તવિક જીવનની જટિલ સમસ્યાઓ સામે આંખ આડા કાન કરવા માટે ટી.વીનો આશરો લે છે. એની જુદી જુદી ચેનલો ફેરવતાં પોતાની સમસ્યાનો કાયમી ઉકેલ મળી જશે એવા ભ્રમમાં એ રહેતો હોય તોય કંઈ કહેવાય નહિ. હકીકતમાં તો એટલા સમય પૂરતો એ પોતાની સમસ્યાઓને ભૂલવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

હવે વાંચનના અભાવના પરિણામો જોઈએ. આખો દિવસ ટી.વી, વિડિયો કે કૉમ્પ્યુટર સામે બેસી રહેનાર વ્યક્તિ પોતાના જીવનમાં એક પ્રકારનો ખાલીપો અનુભવે છે. કલાકોના કલાકો સુધી આ માધ્યમોની સામે બેસી રહેનારનાં મગજ કેવાં થઈ જાય ? સ્મૃતિલોપ (Alzheimer) ના વ્યાધિ માટે કંઈક અંશે વાંચનના અભાવને જવાબદાર લેખવામાં આવે છે. જેનું ભણતર, વાંચન ચાલુ છે એને આ રોગની ભીતિ ઓછી છે. જર્મનીના હિટલર અને ગોબલ્સે અને રશિયામાં સ્ટેલિને પુષ્કળ પુસ્તકો અને પુસ્તકાલયો સળગાવી મૂક્યાં હતાં, કારણકે વાંચનથી આવતી જાગૃતિ, ખીલતી વિચારશક્તિ અને માનવીય અસ્મિતાનો આ જુલમી શાસકોને ડર હતો. એમના જુલમી શાસનને જળમૂળથી ઉખેડી નાખવાની શક્તિ પુસ્તકોમાં છે.

માણસ પુસ્તકો વાંચે તો એના જેવો થવાનો પ્રયત્ન કરે, પણ કશું જ વાંચે નહિ તો જેમ પાણી વગર છોડ કરમાઈ જાય એમ એની મગજની શક્તિઓ કરમાઈ જાય. સાહિત્ય માનવીનું માત્ર મનોરંજન નથી કરતું, એ એના જીવનને સમૃદ્ધ પણ બનાવે છે. એના સંસ્કારોને દઢ કરે છે, સારા-નરસાની સમજ કેળવે છે. અમેરિકા અત્યારે એક એવો દેશ છે કે જેની વસ્તીને વાંચતાં આવડે છે, પણ એને વાંચવું નથી. એની વાંચનભૂખ ઉઘાડવાની જરૂર છે અને એ કામ કેળવણી દ્વારા જ થઈ શકશે.

આપણા દૈનિક જીવનમાં વાંચન તાણાવણાની જેમ વણાઈ જવું જોઈએ. સ્વભાવથી જ માણસ સહેલા અને સરળ માર્ગે મનોરંજન મેળવવાનો પ્રયત્ન કરે છે. ટી.વી. વિડિયો ગેમ્સ એ આનંદ મેળવવાનાં સહેલાં સાધનો છે. એમાં મગજને કસરત કરવી પડતી નથી. સાથે સાથે એક માનસશાસ્ત્રીય સત્ય એ પણ છે કે સહેલા માર્ગે મેળવેલો આનંદ ઝાઝું ટકતો નથી. એ વરાળની જેમ ઊડી જાય છે. અઘરા માર્ગે મેળવેલો આનંદ સ્થાયી થઈને તમારી સાથે રહે છે. આપણે કયો માર્ગ પસંદ કરીશું ?

Advertisements

10 responses to “અમેરિકાની વાંચનભૂખ – કાન્તિ મેપાણી

 1. University of California ને લીધે જે શહેર વિકસ્યું, એ Berkeley નો 50 વર્ષ જૂનો book store, ‘cody’s books’ 10મી જુલાઇ, 2006 ના દિવસે બંધ કરવામાં આવ્યો. કારણ? ‘ઘટતા વાચકો અને વધતી હરિફાઇ’. પુસ્તકોની સાથે સાથે એ દુકાને Berkeleyને ઘણું ઘણું આપ્યું છે. સલમાન રશ્દીથી લઇ ને બિલ ક્લિન્ટન જેવા લેખકો જ્યાં આવી ચૂક્યા છે, એવો store 15 વર્ષ સુઘી ખોટમાં ચલાવ્યા પછી બંધ કરવો પડે, એ દર્શાવે છે કે અમેરિકનોનું વાંચન કેટલું ઓછું થઇ ગયું છે.

 2. Really shocking! Mepani’s article is eye-opening. And Jayshree! Your news about Cody’s will shock all sensible people. All on NET should encourage publishing of such news! … Harish Dave

 3. Wow, never knew that now in USA, it’s lack of reading. and really, it’s very unbelievable news about “Berkely’s Book Store” through Miss.Jayshree!!!
  i would never know about this big loss, since i live in the place where i see most of the people reading books, newspapers and reading… reading….
  even in my whole school district the administration has decided to spend at least 30 minutes behind READING in each school including high school. it’s the reading program which is called “STOP TALKING & START READING”.
  i feel really bad after knowing this news about decreasing all the readers due to such electronics stuff. 😦

 4. પુસ્તકમાંરહેલી વિદ્યા અને પારકા હાથમાં
  ગયેલું ધન કામમાં લાગતાં નથી એમ એક
  સંસ્કૃત સુભાષિતમાં વાંચ્યું છે.યોગ્ય લાગે
  તો વિચારવા જેવું તો છે જ !

 5. મારું મંતવ્ય આનાથી થોદું જુદું પડે છે. ઇન્ટરનેટના વ્યાપ પછી, આવતા 10-20 વર્ષમાં જ આ માધ્યમ સર્વવ્યાપી બની જવાનું છે. વધતું ભણતર, કોમ્પ્યુટરના ફાયદા અને નેટ પર વિના મૂલ્યે અને ઝડપથી મળતી માહિતી જોતાં જેમ કારના આવવાથી ઘોડાગાડીઓ બંધ થઇ ગઇ તેમ પુસ્તક પ્રકાશન પણ ઓછું થવાનું જ છે.
  ઘરમાં કોઇ પણ સમયે પોતાની અનુકૂળતા પ્રમાણે મળી રહેતું વાંચન, નોટબૂકના ઉપયોગથી વાહનોમાં પણ મળી રહેતું વાંચન, તમારે જેવું જોઇતું હોય તેવું વાંચન … પછી આ પ્રક્રિયાને દોષ દેવા કરતાં તેની સરાહના કરવી વધુ યોગ્ય ગણાશે.
  સાદો દાખલો આપું. મારા ગુજરાતી સર્જક પરિચ્ય બ્લોગ પર દુલા ભાયા કાગની છબી મારે જોઇતી હતી. માત્ર પાંચ જ મિનીટમાં સર્વ્હ કરવાથી મને તે મળી ગઇ, અને તે પણ અમેરીકાના એક નાના શહેરમાં બેઠા બેઠા.
  માટે આવા નકારાત્મક બળાપા કર્યા કરતાં આ માધ્યમમાં મૃગેશભાઇએ ઉપાડ્યું છે તેવું કામ ઉપાડી લેવાને જરૂર છે. મૃગેશભાઇને મળેલી સફળતા એ આનો સજ્જડ પૂરાવો છે.
  જરૂર છે – આપણી યુનિવર્સીટીઓમાં, આપણી લાયબ્રેરીઓમાં વિનામૂલ્યે આ સેવા યુવાનો ચોવીસ કલાક લઇ શકે તેવી સવલત પૂરી પાડવાની. નવા મંદિરો બાંધવા કરતાં આપણી યુવા પેઢીને સાચી દિશામાં વાળવા માટેના આવા અનેક પ્રયત્નો કરવાની જરૂર છે. અને આવી જગ્યાઓએ વાંધાજનક અને યુવાનોને ગેર માર્ગે દોરતી સાઇટોને બ્લોક કરી જ શકાય છે.
  સંસ્કારનું સીંચન કરે અને આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે તેવી મૃગેશ્ભાઇ અને અન્ય ગુજરાતી બ્લોગરો કરે છે તેવી પ્રવૃત્તિઓ જ ભવિષ્યની પેઢીને ઉન્નત અને વધુ તાકાતવાળી બનાવશે.

 6. Dada, you are absolutely right… Due to Internet, the inforamation is more conviniently available to everywhere.. and nothing wrong in it. Since last 40-50 days, I am reading different things in Gujarati on internet only..

  But, I guess the point here is, ‘The Reading’ itself is decreasing.. not the number of books published.

 7. reading is not decreasing, people are reading on internet. but internet is only good if you use to find something useful. interenet also provides bad sites for games, violence and pornograpy, which should be stop. Like in Library we used to get good books. but for internet most people misuse it. In US most of kids click on any advertise on net and virus attack on PC and stop computer. Many times i heard it. YOU MUST NEED INTERNET SECURITY and ANTI – VIRUS security, IF YOU WANT TO ALLOW YOUR KIDS TO SURF INTERNET. Also be there with your kid when he/she suft on net as many times i have seen kids go to “images” on Google and writes “Hindi Film Hero” name to see pics.

  Childrens read books is batter than they surf on Net. As surfing just make them curious to jump on different topics immediately. It’s like TV (kids jump on different channels)
  But Reading one book makes kid more concentrated, improves logical thinking and creative power and improves mother tounge, which is not very possible in Internet.

 8. As far as making more & more Gujarati children & youngsters reading,those who can play vital role are..
  1.Parents
  2.Teachers
  They can only create interest/curiosity in their child/students abt. reading & encourage them.
  Here in Mumbai I hv. seen that those studying in school/colleges hardly enjoy reading.

 9. I agree With Shree Sureshbhai Jani. What era we are living is; is Different then last and you can do so many things with inter net and all the electronics so we should use wht we have wisely. But on other hand we have to tech our new genration to read more even if it is on internet or liste to the good books on CD or MP3 or ipod.

 10. We cant say that reading is decreasing…..peaople do read the books….some read books….some read on net…nothing is wrong in that….now a days lots of books are comming in ‘e’ form, google is coming up with largest e-book collection and even stanford university is converting all the books into e-book form…..instead of waiting for ppl to come to library….library should go to ppl to keep it alive…

  -Dhaval