કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ

ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************

ખુલ્લા
આકાશનું માપ શું ?
લાવ,
તારી આંખને માપશું ?
**************

એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે નામ તમારું ?”
**************

‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?
એ યાદ આવી જાય છે.
**************

જિંદગીને એમણે
રંગીન કાગળ ગણી.
મને છોડ્યો છે
હાંસિયો ગણી.
**************

હું સીધે રસ્તે ચાલ્યો
તો ઈશ્વર મળ્યા
અને સામે ચાલી
જરી ગલીમાં વળ્યો
ત્યાં તો એણે
દોટ કાઢી.
**************

ઊડ્યો પાલવ એમનો,
એમને ક્યાં ખબર છે ?
જઈને સ્પર્શ્યો જેમને, પૂછો
એમના શું ખબર છે.
**************

નક્કી મને લાગ્યા છે
કો’કના નિસાસા,
આ ફોરાં વરસાદનાં
વાગે છે ખાસ્સાં !
**************

એવું જરૂરી છે,
આંસુ વહેતાં જ હોય ?
આવો, કારગીલની સરહદ પર,
બરફનાં ચોસલે-ચોસલાં બતાવું !
**************

એકમેકમાં મિક્સ કરો તોય
રિઍકશન ક્યાં આવે છે ?
મારું ને સમસ્યાનું
બ્લડગ્રૂપ એક આવે છે.
**************

હું એ નથી માગતો
કે મને મંઝિલ દે !
સફર દે !
ને એક મજેદાર સાથી દે !
**************

‘Beware of Dog’
બંગલાની બ્હાર
પાટિયું લાગ્યું :
આમાં ‘Dog’ ની જગ્યાએ
‘Dogs’….
હવે કેવું લાગ્યું ?
**************

તમારી આંખમાંથી ટપક્યું
એકાદ ટીપું આંસુ,
હું દોડું તે પહેલાં દોડ્યાં,
મારી આંખમાંથી આંસુ.
**************

છે સ્વપ્ન મારું,
લાડકું છોકરું,
એને કેમ આમ થાય છે !
સત્ય સાથેના ઝઘડામાં
રોજ માર ખાય છે.
**************

હશે કયા જન્મનું લેણું
તે ઉઘરાવવા બેઠા છે,
ઘા કરીને મીઠું
ભભરાવવા બેઠા છે.
**************

ચલો, મારી જિંદગી
કો’કને એટલી તો ફળી !
મફતના ભાવમાં,
એક પ્રયોગશાળા તો મળી !
**************

આપણો રસ્તો તો એક જ હતો
પણ ડિવાઈડરની એક એક બાજુએ રહ્યાં :
આથી અકસ્માત તો ના થયો,
એક પણ ના થયાં.
**************

મારી આવડી અમથી આંખમાં
હું બેઉને કેમ સમાવું ?
નીંદર કે’ હું અંદર આવું
કવિતા કે’ હું બા’ર ના જાઉં
**************

સૌની
માત્ર પારદર્શક
આંખો તારી,
અપાર-દર્શક !
**************

મને
વહેલો જગાડશો મા.
થોડીક તો જીવવા દો
જિંદગી સપનામાં !
**************

અંધારું પણ મને છેતરી ગયું !
પછી થશે અજવાળું, પહેલાં ના કહ્યું !
**************

ચલો,
સમસ્યામાં સામ્ય
આટલું તો છે !
તને દુ:ખ છે થાકનું
મને દુ:ખનો થાક છે.
**************

સપનાંનાં સરનામા

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે !

મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ?

શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.

ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે !
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે !

ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે !

આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે !

તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?

Advertisements

29 responses to “કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ

 1. Waah… Maza aavi gayee..!!

  તમારી આંખમાંથી ટપક્યું
  એકાદ ટીપું આંસુ,
  હું દોડું તે પહેલાં દોડ્યાં,
  મારી આંખમાંથી આંસુ.

  હશે કયા જન્મનું લેણું
  તે ઉઘરાવવા બેઠા છે,
  ઘા કરીને મીઠું
  ભભરાવવા બેઠા છે.

  ” તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે ! ” Too Good..!!

  I can recall these lines here ” જીવન સ્વપ્ન છે એજ જુનાં પરંતુ, નવેસરથી એની મરામત કરી છે. શિકલ બદલી ગઇ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો, કરામત કરી છે. “

 2. wow..nice. it was fun reading it.
  thanks
  nd i also like Ms. Jayshree’s poem

 3. EXCELLENT! NO WORDS FOR EXPRESSING ENJOYMENT IN READING!WAH! WAH!

 4. Wah Wah, I dont have words about.

  જિંદગીને એમણે
  રંગીન કાગળ ગણી.
  મને છોડ્યો છે
  હાંસિયો ગણી.

  તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
  તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?

  Kharekhar shabdo nathi malta kai rite tamaro aabhar manvo aavi sundar rachna karva badal. Thanks Ashokbhai.

 5. Wah……..Maja avi gai………..
  Wonderful………Thanks Ashokbhai

 6. EXCELLENT…EXCELLENT….EXCELLENT.
  WONDERFUL…WONDERFUL…WONDERFUL.
  BAHUJ SUNDER RACHANA. WELL DONE ASHOKBHAI

 7. હું સીધે રસ્તે ચાલ્યો ,તો ઈશ્વર મળ્યા:અને સામે ચાલી
  જરી ગલીમાં વળ્યો,ત્યાં તો એણે દોટ કાઢી !
  ઊડ્યો પાલવ એમનો,એમને ક્યાં ખબર છે ?
  જઈને સ્પર્શ્યો જેમને,
  પૂછો,એમના શા ખબર છે ?ડૉ. સાહેબ!તબિયત તો
  સારી છે ને ?આમાંના પ્રથમ પ્રતિભાવ બદલ જયશ્રી-
  બહેનના ઉદ્ગારો ધ્યાનમાં લેવા પડે !આભાર સૌનો !

 8. Wah…Wah! Aflatoon! Tame saral bhasha ma chotdar lakhyu che, even average person can also enjoy…

  ગામ આખું કે’ છે
  એ હસે છે તો
  એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
  હું પડ્યો પડ્યો ગણું છું,
  આ ખાડામાં, મારા સિવાય
  બીજા કેટલાં પડે છે ?
  is best..

 9. the best ever writing on the site… tooo… goood..
  thnks Ashokbhai n Mrugeshbhai keep writing and keep putting such wonderfull and touchy things many thanks again.

 10. બહુ જ સુંદર , એક થી એક ચડે તેવી કૃતિ ઓ છે ,,, simply exellent !!!

 11. Not music but words… You ROCK!!!!

  I have no words for the words that your wrote Dr. Ashok. Thanks for giving us such light yet deep writing. Keep your good work going. Thanks Mrugeshbhai for finding such gems…..

 12. Fantastic.. I am going to mail to all my gujju friends write away .. 🙂

  wah..Wah..Wah.. :-)))

  There is no words.. just happiness to read all these.

 13. ખૂબજ સુંદર કાવ્યો છે.
  મઝા આવી ગયી.

  શું કરું ખેંચતાણીની વાત?
  અહીં સાંધુ ને ફાટે પેલેપાર
  પછી થયું લાવને સાંધુ બે ચાર
  જોયું તો થીગડાં પારાવાર

  નીલા

 14. Good, no words please ……only feelings in heart by words and imagination from words

 15. Ashokbhai,
  ‘HUN E NATHI MAGATO KE MANE MANZIL DE!
  SAFAR DE! ne ek mazedar sathi de’
  jUO TAMANE TAMARI MAZEDAR KAVYAMAY MANZIL MA KETALA
  BADHA ‘SATHI’ [READERS] MALYA CHHE.
  Pankti vanchavani khub maza avi,Shabdo ne tamari kalam dwara ‘jivata’ karat rahesho. ABHINANDAN!
  Pallavi

 16. પિંગબેક: Vivek’s Blog » Blog Archive » Amazing Short Gujarati Poems !

 17. ‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
  કાયમ ભૂલ થઈ જાય છે,
  હું શું કરું ?
  એ યાદ આવી જાય છે.

  really, cute one!!!

  all of them are fantastic… laa javab che…

  love it…. avu mukta rehjo…

 18. Beautiful.!!! So Nice..!!!

 19. ASHOKBHAI
  WAH WAH NIKLI J JAY TEVI RACNAO MAA SARSWATI NI KRUPA TAMARA PER AVIRAT RAHE TEVI MANGALKAMNA.
  DHARMESH TRIVEDI,BARODA
  ગામ આખું કે’ છે
  એ હસે છે તો
  એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
  હું પડ્યો પડ્યો ગણું છું,
  આ ખાડામાં, મારા સિવાય
  બીજા કેટલાં પડે છે ?
  KHUB SARAS TAMAM RACHNA MAZEDAR CHHE.

 20. ‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
  કાયમ ભૂલ થઈ જાય છે,
  હું શું કરું ?
  એ યાદ આવી જાય છે.
  vah ashok bhai maza avi gai !!!!
  regards,
  parikshit

 21. Simply great!

 22. ‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
  કાયમ ભૂલ થઈ જાય છે,
  હું શું કરું ?
  એ યાદ આવી જાય છે.
  vah ashok bhai maza avi gai !!!!
  love it…. avu mukta rehjo…
  regards,
  Prashant

 23. ‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
  કાયમ ભૂલ થઈ જાય છે,
  હું શું કરું ?
  એ યાદ આવી જાય છે.
  vah ashok bhai maza avi gai !!!!
  love it…. avu mukta rehjo…
  regards,
  Prashant,bhumi

 24. Ashokbhai,

  The petals look more enchanting then the flowers.

  It was great. We certainly need more.

  Unmesh

 25. wahwah ………Ashokbhai
  thoda ma ganu kahi gaya……
  waiting for more………

 26. AA KAVYO AKHILAM MADHURAM LAAGE CHHE. QUITE HIGH EXPERIENCE AND THINKING OF THE POET.

 27. ગામ આખું કે’ છે
  એ હસે છે તો
  એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
  હું પડ્યો પડ્યો ગણું છું,
  આ ખાડામાં, મારા સિવાય
  બીજા કેટલાં પડે છે ?
  it’s too good!
  give us more……..