ગુરુતત્વ – સં. મૃગેશ શાહ

[ ભારતીય સંસ્કૃતિ ગુરુને વ્યક્તિ નહીં પણ તત્વ માને છે. ગુરુ વ્યક્તિ હોય એવું જરૂર પણ નથી. દતાત્રેયે પશુ, પંખી, શરીર, આત્મા વગેરે અનેકને ગુરુ કર્યાં. જે માધ્યમથી આપણા જીવનમાં જાગૃતિ આવી અથવા તો જીવન રૂડું લાગવા લાગ્યું તે માધ્યમ કે તત્વ એટલે ગુરુ. આજે ગુરુપૂર્ણિમાના દિવસે એ તત્વનું આપણે સૌ કોઈ સ્મરણ કરીએ. પ્રસ્તુત છે વેદો,ઉપનિષદો, રામચરિત માનસ તેમજ કેટલાક પ્રસિદ્ધ ગ્રંથોમાંથી ગુરુતત્વની વંદના….]

બંદઉં ગુરુ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ |
મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ||

હું ગુરુમહારાજનાં ચરણકમળોની વંદના કરું છું, જેઓ દયાના સાગર અને નરરૂપે શ્રી હરિ જ છે અને જેમનાં વચન મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યકિરણોના સમૂહ છે.

બંદઉં ગુરુ પદ પદુમ પરાગા | સુરુચિ સુબાસ સરસ અનુરાગા |
અમિઅ મૂરિમય ચૂરન ચારૂ | સમન સકલ ભવ રુજ પરિવારૂ ||

હું ગુરુમહારાજનાં ચરણકમળોની રજની વંદના કરું છું, જે સુરુચિ (સુંદર સ્વાદ), સુગંધ તથા અનુરાગરૂપી રસથી પૂર્ણ છે. તે અમર મૂળ (સંજીવની)નું ઉત્તમ ચૂર્ણ છે, જે સમ્પૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરનારું છે.

સુકૃતિ સંભુ તન બિમલ બિભૂતી | મંજુલ મંગલ મોદ પ્રસૂતી |
જન મન મંજુ મુકુર મલ હરની | કિઍં તિલક ગુન ગન બસ કરની ||

એ રજ સુકૃતિ (પુણ્યવાન પુરુષ)રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે, ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે.

શ્રી ગુર પદ નખ મનિ ગન જોતી | સુમિરત દિબ્ય દષ્ટિ હિયૅં હોતી |
દલન મોહ તમ સો સપ્રકાસૂ | બડે ભાગ ઉર આવઈ જાસૂ ||

શ્રી ગુરુમહારાજના ચરણ-નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે, જેનું સ્મરણ કરતાં જ હૃદયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે; એ જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે.

ઉધરહિં બિમલ બિલોચન હી કે | મિટહિં દોષ દુ:ખ ભવ રજની કે ||
સૂઝહિં રામ ચરિત મનિ માનિક | ગુપુત પ્રગટ જહૅં જો જેહિ ખાનિક ||

એના હૃદયમાં આવતાં જ હૃદયનાં નિર્મળ નેત્રો ખુલી જાય છે અને સંસારરૂપી રાત્રિનાં દોષ-દુ:ખ નાશ પામે છે તેમજ શ્રીરામચરિત્રરૂપી મણિ અને માણિક્ય, ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે, તે બધાં દેખાવા લાગે છે.

જથા સુઅંજન અંજિ દગ સાધક સિદ્ધ સુજાન |
કૌતુક દેખત સૈલ બન ભૂતલ ભૂરિ નિધાન ||

જેમ કે સિદ્ધાંજનને નેત્રોમાં આંજી સાધક, સિદ્ધ અને સુજ્ઞજનો પર્વતો, વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખાણો જુએ છે.

ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન | નયન અમિઅ દગ દોષ બિભંજન ||
તેહિં કરિ બિમલ બિબેક બિલોચન | બરનઉં રામ ચરિત ભવ મોચન ||

શ્રીગુરુમહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયનામૃત-અંજન છે, જે નેત્રોના દોષોનો નાશ કરનાર છે. તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરાવનાર શ્રીરામચરિત્રનું વર્ણન કરું છું.
**********************

કેટલાક પ્રચલિત ગુરુવંદનાના શ્લોકો….

કાશીક્ષેત્રં નિવાસશ્ચ જાહન્વી ચરણોદકમ |
ગુરુવિશ્વેશ્વર: સાક્ષાત્ તારકં બ્રહ્મ નિશ્ચય || (ગુરુગીતા,28)

સદગુરુ જ્યાં વસે છે ત્યાંજ કાશી છે. સદગુરુનું ચરણામૃત એજ ગંગા છે. ગુરુ પોતે જ ભગવાન વિશ્વનાથ છે અને ગુરુ એકલા જ તારણહાર છે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: |
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ: ||

ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ છે અને ગુરુ જ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા છે. એવા શ્રીગુરુદેવને નમન હો.

તાદ્વિજ્ઞાનાર્થે સ ગુરુમેવાભિગચ્છેત્ |
સમિત્પાણિ: શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્ || (મુંડકોપનિષદ)

જ્ઞાન માટે ગુરુ પાસે જાઓ. સદગુરુ પાસે હાથમાં સમિધ લઈને જાઓ. ગુરુ જ્ઞાની તેમજ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શ્રોત્રિય એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ સુંદર રીતે સમજાવનાર અને બ્રહ્મનિષ્ઠ એટલે પરમાત્મતત્વમાં સંપૂર્ણ નિષ્ઠારાખીને જીવનાર.

યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો |
તસ્યૈતે કથિતા હ્યર્થા પ્રકાશન્તે મહાત્મન: પ્રકાશન્તે મહાત્મન: || (શ્વેતાશ્વર ઉપનિષદ)

જે વ્યક્તિ ઈશ્વરને સાચા અંત:કરણથી ભજે છે અને ઈશ્વર પ્રત્યે જે ભકિત રાખે છે, તેવી અને તેવી જ ભક્તિ પોતાના ગુરુ ઉપર રાખવાથી તે ધર્મના ગુઢ તત્વોના રહસ્યને જાણી લે છે અથવા એમ કહી શકાય કે તેના હૃદયમાં શાસ્ત્રોના ગુઢ અર્થો સ્વયં પ્રગટ થઈ જાય છે.

એકં નિત્યં વિમલમચલં સર્વધીસાક્ષિભૂતં |
ભાવાતીતં ત્રિગુણરહિતં સદગુરુ તં નમામિ ||

ગુરુનું સ્વરૂપ, સદગુરુનું તત્વ એક છે. તે સદા સ્થાયી અને નિત્ય છે. સદગુરુ સર્વના અંત:કરણના સાક્ષીરૂપ છે. તે ભાવ-અભાવ થી સર્વદા પર છે તથા સત્વ, રજ અને તમ એમ ત્રણે ગુણોથી બનતી માયાવાળી પ્રકૃતિથી રહિત છે. એવા સદગુરુ ને હું નમન કરું છું.

દષ્ટાન્તો નૈવ દષ્ટાસ્ત્રિભુવનજઠરે સદગુરોર્જ્ઞાનદાતુ: |
સ્પર્શશ્ચેતત્ર કલ્પ્ય: સ નયતિ યદહો સ્વર્ણતામશ્મસારમ્ ||
ન સ્પર્શત્વં તથાપિ શ્રિતચરણયુગે સદગુરુ: સ્વીયશિષ્યે |
સ્વીયં સામ્યં વિદ્યતે ભવતિ નિરુપમસ્તેન વાલૌકિકોડપિ || (શત શ્લોકી, આદિ શંકરાચાર્ય)

આ ત્રણેય ભુવનોમાં જ્ઞાનદાતા સદગુરુની સાથે સરખાવી શકાય એવું કોઈ પણ દષ્ટાંત શોધ્યું જડશે નહિ. એની તુલના કરવા માટે આપણે કદાચ પારસમણીની સાથે એને સરખાવીએ તો પણ તે દષ્ટાંત પણ અપૂર્ણ જણાશે. કારણકે પારસમણિ તો લોહલોખંડને સુવર્ણ જરૂર બનાવી દે છે પણ તેને બીજો પારસમણી બનાવી શકતા નથી. જયારે કૃપાળુ સદગુરુના તો ચરણયુગ્મ નો સ્પર્શ કરતા જ ગુરુ પોતાના શિષ્ય ને પોતાની માફક પરબ્રહ્મ સ્વરૂપ બનાવી દે છે. તેથી સદગુરુનો મહિમા નિરુપમ અને અલૌકિક છે.

Advertisements

5 responses to “ગુરુતત્વ – સં. મૃગેશ શાહ

 1. ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય
  બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય.

  સુંદર લેખ. આભાર.

 2. કબીરા હરિકે રુઠતે ગુરુકી શરણી જાય
  કહે કબીરા ગુરુ રુઠતે હરિ નહી હોત સહાય

  નમસ્તે ગુરુદેવો ભવ

  નીલા

 3. કબીર કહે કમાલકો,દો બાતાં સીખ લે:
  કર ખુદાકી બંદગી,ભૂખેકો અન્ન દે !
  માટી કહૈ કુમ્હારકો,તૂ ક્યા રોંન્દે મોય ?
  ઇક દિન ઐસા આયેગા,મૈં રુંદુંગી તોય !
  ગુરુજી !……….પ્રણામ !

 4. ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ,

  ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
  કામ ક્રોધ દો પર્વત ઠાઢે, લોભ ચોર સંગાથ … ગુરુ બિન

  મદ મત્સરકા મેહ બરસત, માયા પવન બહે દાટ,
  કહત કબીર સુનો ભઇ સાધો, ક્યોં તરના યહ ઘાટ … ગુરુ બિન

  – સંત કબીર

 5. Sir, Is it possible to lead a life without GURU. I have ssen people living a decent life without GURU following and specific policy. Such people follow different doctrine to lead the life with some meaning.

  your feedback may dispel some of the unclear thoughts