જે થાય તે સારા માટે

ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપાત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રદ્ધાળુ શિવભક્ત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘જે થાય તે સારા માટે.’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્યા તે એમને ગમ્યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયા : ‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.

એક-બે દિવસ પછી રાજા શિકારે ઉપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો. એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડી ગઈ. રસ્તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્યાં ફરતો ફરતો વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડોળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્યારે લોહીની ગંધ આવી. ઘાયલ થયેલા કે બીજાને ઈજા કરેલા ભક્ષ્યને સિંહ ખાતો નથી. એટલે લોહી સૂંધી સિંહ ચાલ્યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવ પર પહોંચ્યા, પણ મંત્રીની છેલ્લી સલાહ યાદ કરી અંદર જવાને બદલે પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.

રાજાએ મંત્રી સુકેતુને મુક્ત કર્યા. તેમનાં ડહાપણનાં વખાણ કર્યાં ને ઈનામ આપ્યું. પછી મંત્રીને પૂછ્યું, ‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય ?’ મંત્રીએ જવાબ આપ્યો : “મારા ગામમાં મારે શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’

Advertisements

4 responses to “જે થાય તે સારા માટે

  1. Its nice story. I have read it before also manytimes… still its good to read again, and remember the incidences which looked bad at the time they happened, but now gives a different feeling.

  2. હરિ કરે તે ખરી કરે ,તે આનું નામ !

  3. What ever GOD does – is for good. How? Well you need to memorize and remember later on that why you thought that some thing that you think was not good for you at that point of time, but was good later on. If the king would have not thought about his minister when the Lion left him, the King would never had realized that his fingured got hurt was for good. So keep your eyes and mind open. Try to think and memorize when you think that some thing bad has happened to you. May be after some time, you will be able to see that whatever happened in past was for your good future.

  4. No words, felt by heart, total agreement in subject matter