ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

[કવિશ્રી ઉર્વીશભાઈ વસાવડાનો (જૂનાગઢ), ‘ટહુકાનાં વન’ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ આભાર. આ સુંદર રચનાઓ તેમના ઉપરોક્ત લિખિત પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ કૃતિઓ અંગે આપના પ્રતિભાવો આપ કવિશ્રીને આ સરનામે મોકલી શકો છો : urveeshv@yahoo.co.uk ]

જાવાનું થશે ……

આમ એને દ્વાર જાવાનું થશે
આમ ક્ષણની પાર જાવાનું થશે

રાહબર એને બનાવ્યો આપણે
જ્યાં જશે અસવાર જાવાનું થશે.

યુદ્ધની રેખાઓ ખેંચાઈ ગઈ
સાંભળી ટંકાર જાવાનું થશે.

જન્મ લેનારા અહીં પ્રત્યેકની
છે કથાનો સાર જાવાનું થશે.

બે ઘડીનો છે વિસામો આપણો
વાધ મા વિસ્તાર જાવાનું થશે
જેટલી વેળા અહીં આવો તમે
એ બધીયે વાર જાવાનું થશે

શબ્દનો આધાર…..

જ્યાં પીડાઓ છે ને પારવાર છે
ત્યાં જરૂરી શબ્દનો આધાર છે

આંખ ખોલી તોજ સમજાયું મને
ચોતરફ કેવો ગહન અંધાર છે

શ્વાસના વર્તુળને છેદીને જવું
આપણો સૌથી વિકટ પડકાર છે

આ બધું બ્રહ્માંડ સૃષ્ટિને ધરા
મૂળમાં તો શૂન્યનો વિસ્તાર છે

કાન દઈને સાંભળો એને તમે
મૌનમાં કેવો અજબ ચિત્કાર છે

Advertisements

8 responses to “ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

 1. જન્મ લેનારા અહીં પ્રત્યેકની
  છે કથાનો સાર જાવાનું થશે.

  જેનો આપણને સૌથી વધુ ભય હોય છે તે મૃત્યુ ભયંકર નથી પણ જીવનનો સાર છે. વાહ !
  જબ આયે સંસારમેં, સબ હંસે ખુદ રોય.
  કરની ઐસી કર ચલો, આપ હંસે જગ રોય.

  બન્ને કાવ્યો બહુ જ સરસ છે.

 2. કાન દઈને એને સાંભળો તમે,
  મૌનમાં કેવો અજબ ચિત્કાર છે ! વાહ કવિ !
  આપને શ્રી.ઇન્દ્ર વસાવડાનો પરિચય ખરો કે ?

 3. Nice poems…I can find the tone of Junagadh in both poems (effects of Narsih and Girnar). Poets from Junagadh have their own school of poetry.

  You will find similar effecdts in Manoj Khanderia, Rajendra Shukla, Javahar Baxi, Shyam Sadhu and lot more….

 4. good poems
  Neela

 5. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » ટહુકાનાં વન - ઉર્વીશ વસાવડા

 6. Nicely written poem. Keep up good work.

  Yogendra

 7. પિંગબેક: ટહુકાનાં વન - ઉર્વીશ વસાવડા | pustak