રસભરિયાં સ્મરણાં સ્નેહનાં – ગજેંન્દ્રભાઈ બૂચ

[ આ પ્રચલિત અને દુર્લભ કૃતિ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત “ગજેંન્દ્રનાં મૌક્તિકો” માંથી લેવામાં આવી છે. કવિશ્રીના સુપુત્ર શ્રી અનિલકાન્તભાઈ બૂચ (ગાંધીનગર) નો આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.]

અહિં ત્રુટતે દિલ ક્રૂર વિદાય એ,
રસભરિયાં સ્મરણાં સ્નેહનાં (2)

ઘડીક રીઝાવે ઘડીક મુઝાવે,
અયિ તો યે ઉભર્યાં નેહનાં…રે…. રસ…..

અહીં મળીયાં અહીં નયન ભરીને,
લીધ દર્શન પ્રેમલ જ્યોતનાં….રે…. રસ…..

અહિ ઉરશું ઉર ચાંપી દીધાં,
કૈં દાન એ દિલનાં દેહનાં…રે…..રસ….

અહીં છુટતા લોચન મન રડીયાં,
દીલ સૂનાં એ સ્નેહી જતાં…. રે… રસ…

દૂર પડ્યાં, વિધ વિધ અંતરાયે,
હવે સાંત્વન, સ્મરણે સ્નેહનાં…રે….રસ….

One response to “રસભરિયાં સ્મરણાં સ્નેહનાં – ગજેંન્દ્રભાઈ બૂચ

  1. very heart touching