ટેલિફોન – રોહિત શાહ

‘હેલ્લો’
‘કોણ ?’
‘આપને કોનું કામ છે ?’
‘પ્લીઝ, મને આપનું નામ કહો ને !’
‘નામ તો નહિ કહી શકું. જોકે, તમને મારો અવાજ સાંભળીને એટલો ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું પુરુષ નથી…’
‘એક્ઝેટલી… તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે હું સ્ત્રી નથી.’
‘જરૂર….જરૂર ! તમારો અવાજ પુરુષ જેવો જ છે….. આઈ મીન, તમારો અવાજ પુરુષનો જ છે.’
‘અને તમારો અવાજ સ્ત્રીનો છે. પણ…. તમારું નામ….’
‘નહિ કહું. પહેલા મને એ કહો કે તમારે કોનું કામ છે અને તમે કોણ બોલો છો ?’
‘ઠીક, તમે તમારું નામ ના કહેશો, બસ ! પન મારે તો તમારું જ કામ છે.’

‘આપણે પરસ્પરનાં નામ પણ જાણતાં નથી, તો પછી તમારે મારું શું કામ હોઈ શકે ?’
‘હોઈ શકે.’
‘કેવી રીતે ?’
‘જેવી રીતે આપણે જેનું નામ જાણતાં હોઈએ તેવી દરેક વ્યક્તિનું કામ આપણને હંમેશાં નથી હોતું….’
‘વેરી ગુડ…. કહો, તમારે મારું શું કામ છે ?’
‘તમે ધીરજ નહિ રાખી શકો ?’
‘તમે ઉતાવળ નહિ કરી શકો ?’
‘તમારી દલીલો ઉત્તમ છે, એલ.એલ.બી કર્યું લાગે છે.’
‘જી નહિ, હું તો બી.એ. છું.’
‘અને હું એમ.એ’
‘વેરી ગુડ…. હવે કામની વાત કરશો ?’
‘તમારો અવાજ ખૂબ મધુર છે….’
‘અને તમારી ભાષા.’
‘ખોટી વાત.’
‘કેમ ?’
‘આજ સુધી મને ઓળખતી હોય એવી કોઈ વ્યક્તિએ મારી ભાષા સારી હોવાનું કહ્યું નથી. મારા મિત્રોએ પણ નહિ.’
‘તમારા મિત્રો કાં તો ભાષા સમજતા નહિ હોય અને કાં તો કદરદાન નહિ હોય.’
‘એ સિવાય પણ એક શક્યતા છે.’
‘કઈ ?’
‘મેં મારા મિત્રો આગળ, તેમને ભાષાની કદર કરવી જ પડે તેવી કોઈ રજૂઆત કદી કરી જ ના હોય.’
‘તો એમણે તમારા મૌનની કદર કરી હોત.’
‘હું મૌન તો રહી શકતો નથી !’
‘એમ તો હું નાની હતી ત્યારે મારાં દાદી પણ મને કહેતાં હતાં કે, હું ખૂબ બોલકી છું. મારી મમ્મી પણ મને લઢતી હતી કે છોકરી થઈને આટલું બધું બોલવું સારું નહિ. જોકે મારા પપ્પાને તો મારો બોલકણો સ્વભાવ ખૂબ ગમતો હતો.’

‘વાહ ! મારે તો પપ્પા છે જ નહિ ! મોટા ભાઈ છે અને ભાભી પણ છે. એક વખત ભાભીએ મને કડવાશથી કહેલું કે આટલું બધું બોલવું સારું નહિ.’
‘તમને માઠું નહોતું લાગ્યું ?’
‘લાગ્યું’તું ને ?’
‘પછી ?’
‘પછી તો મેં ભાઈ-ભાભીનું ઘર જ છોડી દીધેલું.’
‘આટલી બધી રીસ રાખો છો ?’
‘પહેલાં રાખતો હતો.’
‘હવે ?’
‘હવે તો… રીસ કોની ઉપર ચડાવું ?’
‘…ઓહ ! હું તો ભૂલી જ ગઈ…. તમારે મારું કાંઈક કામ હતું, ખરું ને ?’
‘હા, કામ તો કરી રહ્યો છું.’
‘મતલબ ?’
‘ઘરમાં એકલો એકલો કંટાળી ગયો હતો. ઑફિસે રજા છે. ટી.વી. બગડ્યું છે. છાપું આખેઆખું વંચાઈ ગયું છે. બીજું કંઈ વાંચવાનો શોખ નથી. પાડોશમાં બેસવાની ટેવ નથી. રેડિયો ઉપર આજકાલ સારા પ્રોગ્રામ્સ આવતા નથી…. એટલે હું ‘બોર’ થઈ ગયો હતો. મનમાં થયું કે લાવ, ટેલિફોન ઉપર કોઈકની સાથે થોડી વાત કરું. મારો ટાઈમ પાસ કરવા માટે તમારો ટાઈમ હું બગાડી રહ્યો છું.’
‘તમને મારો નંબર કોણે આપ્યો ?’
‘મારા જમણા હાથની પહેલી આંગળીએ…’
‘આવી રીતે આડેધડ ગમે તે નંબર જોડીને વાત કરવાની ટેવ સારી ના કહેવાય.’
‘હું જાણું છું, પણ કેટલાક અપરાધ જાણીજોઈને કરવાની ય આગવી મજા હોય છે…’
‘ધારો કે હું રિસીવર મૂકી દઉં તો ?’
‘મારે તમારો આભાર માનવાનો રહી જાય.’
‘આભાર ? શાનો આભાર ?’
‘તમે આટલો સમય મારી સાથે વાતો કરીને મને ‘કંપની’ આપી તે બદલ…’
‘ખરું કહું તો મારે પણ આજે એવી જ સ્થિતિ હતી. ઘરમાં હું એકલી જ હતી… જોકે સ્વેટર ગૂંથવાનું કામ હતું…’
‘પપ્પા-મમ્મી ક્યાં ગયાં છે ?’
‘એક સગાને ત્યાં…’
‘સોશિયલ કામ હશે….’
‘મને ખાસ ખબર નથી…’
‘તમારી સાથે આટલી વાત કર્યા પછી મને લાગે છે કે, તમે હજી ‘મિસ’ જ છો, ‘મિસિસ’ બન્યાં નથી…’
‘બિલકુલ સાચું.’
‘તમે મારા વિશે કલ્પના કરી શકો છો ?’
‘તમે એકલા જ છો એવું તમે કહી દીધું છે એટલે મારે કલ્પના કરવાની રહેતી જ નથી.’
‘કેમ, એવું પણ બની શકે કે હું પરણેલો હોઉં ને મારી પત્ની થોડા દિવસ માટે એના પિયર ગઈ હોય અથવા તો અમે છૂટાછેડા લીધા હોય… અથવા તો હું વિધુર હોઉં…’
‘હું એવી કોઈ શક્યતા સ્વીકારવા તૈયાર જ નથી.’
‘કેમ ?’
‘પરણેલા પુરુષો તો રંગીન મિજાજ ધરાવતા હોય…’
‘તો શું મારો મિજાજ તમને રંગીન ના લાગ્યો ? તમારા જેવી એક અજાણી છોકરી સાથે આ રીતે હું વાત કરું છું… એ ઉપરથી પણ તમને…’
‘ચાલો, એ વાત છોડો.’
‘પણ તમે બીજી કોઈ વાત છેડો…’
‘તો તો પછી આપણી મુલાકાતનો અંત જ નહિ આવે.’
‘અને ત્યાં સુધી મારી ખુશીનો અંત પણ નહિ આવે.’
‘પણ હું બીજી શી વાત કરું ?’
‘કોઈ પણ, તમારી હૉબી… તમારા કૉલેજજીવનની એકાદ ઘટના… તમારાં દાદીએ તમને બાળપણમાં કહી હોય તેવી કોઈ પરીકથા…’
‘તમને બાળકથા ગમે છે ?’
‘તમે કહેશો તે બધું ગમશે…’
‘ગુડબાય… કહું તો ?’
‘એ પણ ગમશે… પરંતુ એ ક્ષણ પછીની કોઈ પણ ક્ષણ મને નહિ ગમે…’
‘પણ મારી પાસે વાત કરવા માટે કોઈ મુદ્દો જ નથી…’
‘અચ્છા, તો હવે એ કહો કે તમને મારી સાથે ફોન ઉપર વાત કરવાનું કેવું લાગ્યું ?’
‘મજા આવી.’
‘ખરેખર ?’
‘ખરેખર…ખૂબ મજા આવી…’
‘તો તમે મારો નંબર, મારું નામ કશું જ કેમ પૂછયું નહિ ?’
‘તમે હજી એવી તક જ ક્યાં આપી છે ?’
‘તકની રાહ જુઓ છો ?’
‘ના… મારો વિશ્વાસ સાચો પડે તેની રાહ જોઉં છું…’
‘કેવો વિશ્વાસ ?’
‘એ જ કે, હું નહિ પૂછું તોપણ તમે મને તમારો ફોનનંબર જણાવશો…’
‘ફોનનંબર તો આપું, પણ એક વાત ધ્યાનમાં રાખજો કે હું સવારે દસ ત્રીસથી સાંજના છ-ત્રીસ સુધી ઑફિસે હોઉં છું.’
‘ઑફિસમાં કામ શું કરો છો ?’
‘ખાસ કાંઈ નહિ…’
‘એટલે ?’
‘સરકારી ઑફિસમાં છું.’
‘તો પગાર સારો હશે….’
‘અત્યારે તો એકલો જ છું એટલે પંચોતેર ટકા પગાર બચતમાં પડ્યો રહે છે.’
‘આટલી બધી બચત ક્યાં સુધી કરશો ?’
‘ખબર નથી.’
‘તમને કેવી પત્ની ગમે ?’
‘કોઈ તદ્દન અજાણી વ્યક્તિને હું પત્ની તરીકે પસંદ કરું. જે વાચાળ હોય, બી.એ. પાસ હોય… અને જેને મારી સાથે વાતો કરવામાં ખરેખર ખૂબ મજા આવતી હોય.’

‘અરે…. પપ્પા-મમ્મી આવી ગયાં લાગે છે… તમારો ફોનનંબર જલ્દીથી આપી દો. ઓહ સોરી… મારી પાસે પેન કે કાગળ કાંઈ જ નથી. હવે મારે ફોન તો મૂકી જ દેવો પડશે. આજ પહેલાં આવો ભય મને કદી લાગ્યો જ નહોતો….પણ તમારો ફોનનંબર ઝડપથી કહી દો મને યાદ રહી જશે.’
‘ના, યાદ રહે તેવો નંબર નથી. બહુ અટપટો છે. પ્લીઝ તમે કાગળ-પેન લઈ આવો ને !’
‘ના ના એટલો સમય જ નથી… પપ્પા-મમ્મી સીડી ચઢતાં સંભળાય છે…. પ્લીઝ ઝડપથી ફોન નંબર…’

‘હેલ્લો… શું થયું ? ફોન કેમ મૂકી દીધો ? મારો નંબર છે… ટુ ડબલ ફાઈવ… પણ હેલ્લો… હેલ્લો…. ઓહ ! ઠીક ત્યારે હું જ તમને ગુડબાય કહું છું…. તમને ભલે હું મારો ફોનનંબર આપી ન શક્યો, મારી યાદ તો તમને આપી જ છે… અને હા, તમારો નંબર મને પણ યાદ નથી. મેં તો આડેધડ આંગળી ફેરવી હતી.. મને પહેલેથી ખબર નહોતી કે તમે જ મને મળશો… ઓહ !’

Advertisements

14 responses to “ટેલિફોન – રોહિત શાહ

 1. અદ્દભૂત ,, 🙂 મજાનો ટાઇમ પાસ 🙂

 2. i was happy to read the story with some amunt of enxiety & worry because both the cherectors could not meet again.

 3. “પરણેલા પુરુષો તો રંગીન મિજાજ ધરાવતા હોય…’
  Good joke — that married men have colorful “mijaj” ?

 4. મજા આવી ગઈ. પરણેલા પુરુષોએ પોતાના રંગીન મિજાજ જાળવી રાખવો પણ આવી રીતે નહીં કે સામેવાળી ગભરાઈ જાય. Limit

  Neela

 5. અર્ધપક્વ યુવાનીનું સુંદર દર્શન!ડુંગર ખોદ્યો ,પણ ઉંદરેય ના નીકળ્યો !

 6. i love to read this story, it was tooo good…i wish our shit go to each gujarati…

 7. i loved to read this story, its tooo good…i wish our shit go to each gujarati…

 8. ROHITBHAI,
  TAMARI ‘HALAVI SANVADI SHAILY’ KHOOB GAMI,
  CHILACHALUN END NA BADALE vASTAVIK END LAVYA E BADAL DHANYAWAD!
  PALLAVI[WRITER]

 9. wow this is nice story. nice time pass trick .lol =))
  i enjoyed reading it.
  thanks

 10. It was a time pass..
  I thought somehow it would lead to a love story, or atleast start of a love story…

 11. chill >>>

  ghana samay thi avi koi story ni talash ma hato

  light 1 !!!

 12. Reaaly a good one and refreshing one also. Good Work. Keep it Up!!

 13. saras.3 kalaknu natak banavi shakay.saro time pass. ghanivar rong number ghani mazaa karave chhe ke phone mukwanu man nathi thatu.

 14. I dont know why but while reading the story was feeling that both characters are in front of me and whole thing is happening in front of me. Aavi varta o ne koi screen par utare to jovani kharekhar maja aave.A nice one and remembering story…