હાસ્યના ફુવારા – સંકલિત

[સમગ્ર જૂન માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મુકાયેલા જૉકસનો સંગ્રહ ]

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, ‘આ શું બોલ બોલ કરો છો તમે ? ‘મારું ઘર’, ‘મારી કાર’, ‘મારા બાળકો’ એમ કહેવા કરતાં તમે ‘આપણું’ શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?’
છોટુ : ‘આપણું પાટલૂન શોધું છું.’
*******************
cartoon
છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.
છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું.
પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ !
છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !!
*******************

છગન : અલ્યા તું બધા ‘એસ.એમ.એસ’ મને બે-બે વાર કેમ મોકલે છે ?
મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
*******************

શિક્ષક : છોકરાઓ, સાયક્લોન એટલે શું ?
છોટુ : હું કહું સાહેબ.
શિક્ષક : હા, બોલ ને ! સાઈક્લોન એટલે ?
છોટુ : સાઈકલ ખરીદવા માટે જે લોન આપે ને…..એ …
*******************

છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું : ‘જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.’
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું : ‘મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.’
છોટુ એ ગાલ પંપાળતા કહ્યું : ‘યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.’
*******************

એકવાર બાપુ વજેસંગનો મોબાઈલ બગડી ગયો. દુકાનદારે પૂછયું : ‘સેમસંગનો છે ?’
બાપુ કહે : ‘વજેસંગનો છે.’
*******************

પત્ની : (પતિને) ગઈકાલે રાત્રે તમે મને નિંદરમાં ગાળો કેમ આપતા હતા ?
પતિ : અહીં જ તારી ભૂલ થાય છે.
પત્ની : કેવી ભૂલ ?
પતિ : એ જ કે હું નિંદરમાં હતો.
*******************

ગટુએ એના બાળકોને કહ્યું : ‘જે આજે રાત્રે જમવાનું નહીં માગે તેને મારા તરફથી રૂપિયા પાંચનું ઈનામ આપવામાં આવશે.’
બધાં બાળકો પાંચ રૂપિયા લઈને સુઈ ગયા. બીજે દિવસે સવારે શ્રીમાન ગટુએ બાળકોને ફરીથી કહ્યું :
‘જે આજે મને પાંચ રૂપિયા પાછા આપશે તેને જમવાનું મળશે !’
*******************

છોટુનો ચહેરો ઊતરેલો જોઈને તેના મિત્રએ એને પૂછયું : ‘અલ્યા છોટુ, તારો ચહેરો કેમ ઉતરી ગયો છે ? શું થયું ?
છોટુ : ‘મેં મારા મિત્ર ગટુને કૉસ્મેટિક સર્જરી કરાવવા માટે રૂપિયા પચાસ હજાર આપ્યા હતા. પણ હવે મને ચિંતા એ વાતની છે કે હું એને ઓળખીશ કેવી રીતે ?
*******************

અધ્યાપક : તું મોટી લડાઈ વિશે જાણે છે ?
ચિન્ટુ : હા જાણું છું.
અધ્યાપક : તો તો બતાવ…આ કલાસના સર્વે વિદ્યાર્થીઓને…
ચિન્ટુ : ના સાહેબ, મારા મમ્મીએ ઘરની વાત બહાર કરવાની ના પાડી છે.
*******************

પતિ (પત્નીને) : જ્યારે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમતા હતા તો પછી તું શા માટે મને રોકી રહી છે.
પત્ની : ઓ.કે. હવે તમને હું રોકીશ નહીં, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો.
પતિ : કઈ વાત ?
પત્ની : કે દ્રોપદીને પાંચ પતિ હતા…
*******************

એક કવિરાજને રોજ નવા નવા ચંપલ પહેરતા જોઈ તેમના પાડોશીએ પૂછયું : કવિરાજ, તમારી લોટરી લાગી છે કે શું ? રોજ નવા નવા ચંપલ પહેરો છો ?
કવિરાજ : એવું જ સમજી લો સાહેબ. વરસોથી કવિ સંમેલનમાં જાઉં છું પણ આજે પહેલીવાર કોઈ શ્રોતાએ મને બે ચંપલથી માર્યો છે.
*******************

લીલા : કાલે તમારા કુતરાએ મારી સાસુને પગે બચકું ભર્યું.
શીલા : માફ કરજો બહેન, એવું હોય તો હું તેના બદલે પૈસા આપવા તૈયાર છું.
લીલા : પૈસાની વાત નથી કરતી પણ હું એમ ઈચ્છું છું કે તમારો કુતરો જો મને વેચો તો કેટલા રૂપિયા મારે આપવાના ?
*******************

હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી.
*******************

પંડિતે કુંડલી જોતાં એક સ્ત્રીને પૂછયું : તો તમે તમારા ઈશ્કી-લડ્ડુ પતિનું ભવિષ્ય જાણવા માગો છો ?
પત્નીએ તરત કહ્યું : ના, ભવિષ્ય નહીં, માત્ર ભૂતકાળ જાણવા ઈચ્છું છું. એમનું ભવિષ્ય તો મારા હાથમાં છે.
*******************

ન્યાયાધીશ : મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ધરમાં રાખી છે ?
ગુનેગાર : સાહેબ, વાત એમ છે કે…
ન્યાયાધીશ : બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે ?
*******************

અમિત : અરે, આટલો ગભરાય છે કેમ ? થોડા દિવસોમાં તો તું રેણુને ભૂલી જઈશ.
વિરેન્દ્ર : ના. એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં. એને મેં હીરાની વીંટી ભેટ આપેલી, તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી એ તો યાદ રહેવાની !
*******************

ટીચર મિસ મહેતા : ચંદુ, તને હોમવર્કમાં આપેલો આ નિબંધ ‘મને મિસ મહેતા શા માટે ગમે છે ?’ એ તારા પપ્પાએ લખી આપ્યો છે ?
‘ના, પપ્પા રાજીખુશીથી લખતા હતા, પણ મમ્મીએ ના પાડી.’ ચંદુ બોલ્યો.
*******************

જેલર : ‘અમે અહીં પ્રત્યેક કેદી પાસે તે બહાર જે કામ કરતો હોય તે કરાવીએ છીએ. તું શું કરતો હતો ?
કેદી : ‘જી, હું ઘેરઘેર ફરીને ફેરી કરતો હતો.’
*******************

‘તમે તે કાંઈ માણસ છો ?’ ડૉકટરે તેમના દર્દીને કહ્યું.
‘કેમ, એમ બોલો છો, સાહેબ ?’
‘ત્યારે શું ? દાંત કઢાવતી વખતે તમે એટલી બધી બૂમો પાડતા હતા કે મારા ત્રણ દર્દીઓ જતા રહ્યા’
*******************

ગંભીર હાલતમાં પહોંચેલા દરદીની વિદાય લેતાં દાકતર ઉમંગભેર બોલ્યા, ‘કાલે હું તમને પાછો મળીશ.’
‘બેલાશક, આપ તો મને મળશો જ.’ દરદીએ જવાબ દીધો. ‘પણ હું આપને મળી શકીશ ખરો ?’
*******************

કવિ : ‘કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.’
મિત્ર : ‘શું ચોરાયું ?’
કવિ : ‘તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.’
*******************

ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : ‘પૈસા કમાવાની એકસો તરકીબો’
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે ?
ભિખારી : એ સોમાંની જ આ એક તરકીબ છે.
*******************

ગ્રાહક : આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયાને સાત પૈસા કેમ રાખી છે ? ચાલીસ રૂપિયા રાખી હોત તો ન ચાલત ?
પ્રકાશક : ચાલતી હોત, તો બિચારા લેખકને શું મળત ?
*******************

બોસ : ‘મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?’
નવયુવાન : હા, સર.
બોસ : અચ્છા. તો તો બરાબર. આ તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !
*******************

ઘણા મહિના રાહ જોયા પછી અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર વાંચતા પતિએ પત્નીને કહ્યું : ‘લે, આ જો આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.’
પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈને જવાબ આપ્યો : અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.
*******************

મિત્ર : ‘આજે તારો ચહેરો સારો લાગે છે, રાતે ઊંઘ આવી ગઈ હતી ?’
અનિદ્રાનો રોગી : ‘હા, કાલે રાતે ઊંઘ આવી ગઈ હતી પણ ઊંઘમાં મને સપનું આવ્યું કે મને ઊંધ નથી આવી !’
*******************

નટુ : મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.
ગટુ : કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું ?
નટુ : ના યાર, એને બધું જ યાદ રહે છે, એ જ મોટો પ્રોબલેમ છે !!
*******************

પત્ની લીલીએ પતિ છગનનું ખૂન કરી નાખ્યું એટલે કેસ ચાલતા કોર્ટે લીલીને ફાંસીની સજા કરી.
સજા સાંભળીને રડતી લીલી બોલી, ‘જજ સાહેબ, મારી ઉપર રહેમ કરો…. હું વિધવા છું.’
*******************

છગને સ્કુટરવાળા મિત્ર મગનને કહ્યું, ‘ચાલ સ્ટેશને જઈએ. મારો એક મિત્ર આવવાનો છે… તને 50 રૂ. આપીશ.’
‘પણ માન કે તારો મિત્ર ન આવે તો ?’ મગને શંકા વ્યક્ત કરી.
‘જો ન આવે તો…’ છગન બોલ્યો, ‘100 રૂ. આપીશ અને ફર્સ્ટકલાસ હોટલમાં ફર્સ્ટકલાસ જમાડીશ.’

Advertisements

2 responses to “હાસ્યના ફુવારા – સંકલિત

  1. ડૉક્ટરની પડીકી ,અને અમેરિકાનું નાગરિકત્વ બન્ને હસાવે તેવી જોકસ લાગી!
    વાંચનમાં થોડી હળવાશ અનુભવી!શ્રી.મૃગેશભાઇની રજૂઆત ગમી.

  2. gujarati ma apni potani website..bahu sras abhinandan ne patra chho.

  3. Excellent jokes. In future keep doing the good work.