હાઈકુ, શેર અને મુક્તકો – સંકલિત

[ગુજરાતી સાહિત્ય અકાદમીના સુપ્રસિદ્ધ મેગેઝીન ‘શબ્દસૃષ્ટિ’ (ઈ.સ. 1984)માંથી સાભાર]

હાઈકુ – રાધેશ્યામ શર્મા

[1]
ભોંઠો હું
નેપકીન સાથે મારો
ચહેરો ધોવા નાંખી દીધો !

[2]
ગાલીચાના વાઘ
નહોરોને તીણા
કરવા ઉંદરોને ગોતે છે.

[3]
તારી આંગળીઓ
મારા હોઠ પર મૂક
વિના વાંસ વાગશે !

[4]
વસંતને કહો
આજે બહાર રહે
હું ય મારા ઘરમાં નથી.

[5]
રાતે સ્લીપરને
સૂતાં મેલીને
પગ સ્વર્ગેનરકે ભમે છે !

શેર અને મુક્તકો – ‘શૂન્ય’ પાલનપુરી

[1]
હું અગર ખોવાઈ જાઉં ખુદબખુદ નિજ ખોજમાં
છે ફક્ત એક જ ખુદા કે જે મને ખોળી શકે

[2]
જુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે

[3]
ત્રાસી ગયો છું એટલે એક જ અનુભવે
બીજો ખુદા નિભાવી શકુ એ જિગર નથી

[4]
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની

[5]
કામ દુ:શાસનનું સહેલું થઈ ગયું
વસ્ત્ર ખુદ કાઢી રહી છે દ્રૌપદી

[6]
તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે
બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે
ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી,
ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં નિશાનો છે.

[7]
સમયના ગજથી જેઓ પ્રેમની આવરદા માપે છે
સદા એ ડાઘુઓ પેઠે જીવનનો પંથ કાપે છે
અવસ્થા મંચ બદલે તો ફરક ઝાઝો નથી પડતો
બુઢાપો ગાય છે ગઝલો, જવાની દાદ માગે છે.

[8]
કામ તો મરજીવાનું સારું છે
પણ બહુ રંજ આપનારું છે
મોતી આપ્યાનો હર્ષ છે કિંતુ
મોં હજી પણ અમારું ખારું છે.

Advertisements

10 responses to “હાઈકુ, શેર અને મુક્તકો – સંકલિત

 1. તારી આંગળીઓ
  મારા હોઠ પર મૂક
  વિના વાંસ વાગશે !

  Nice one..!!

  તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
  મુજને પડી દરદની, તને સારવારની

  I wonder how our Dr. Vivek manage the Dard and Saaravaar both so nicely…!!!

 2. માણવાની બહુ મજા આવી .સરસ ….

 3. સરસ , માણવાની બહુ મજા આવી….

 4. શેં અવગણે
  આવી વસંત
  ભલે નથી હું ઘરે
  આવ વસંત
  ઉઘાડે દ્વારે

  નીલા

 5. good nice one

 6. કામ દુ:શાસનનું સહેલું થઈ ગયું
  વસ્ત્ર ખુદ કાઢી રહી છે દ્રૌપદી

  Waahhhhh, really awesome…..

 7. સમયના પેટારામાંથી જૂનો ખજાનો શોધી લાવવા બદલ અભિનંદન.

  રાધેશ્યામ શર્માની ટૂંકી કવિતાઓ ઘણી સુંદર છે. પણ કોઈ વાંચક ખોટી વાત ગ્રહણ ન કરે એ માટે જણાવું કે આ હાઈકુ નથી. હાઈકુ એ એકપ્રકારનો જાપાની કાવ્યપ્રકાર છે જે 5-7-5 અક્ષરોની બનેલી ત્રણ જ પંક્તિનું બંધારણ ધરાવે છે. તાન્કા એવો જ અન્ય જાપાની કાવ્ય પ્રકાર છે જે 5-7-5-7-7 ના અક્ષરબંધારણ વડે પાંચ લીટીનો શબ્દદેહ ધરાવે છે. 1984ની સાલમાં કદાચ હાઈકુની વ્યાખ્યા નિશ્ચિત ન પણ હોય… પણ આજના પરિપ્રેક્ષ્યમાં આ કવિતાઓ લઘુકાવ્યો તરીકે જરૂર સુંદર છે, પણ એને હાઈકુ ન જ કહી શકાય.

  અને શૂન્ય પાલનપુરીના આટલા બધા શેર એકસાથે આપવા બદલ પણ આભાર…

 8. EXCELLENT !!! GREAT WORDS, NICE MEANING, THIS IS A FRUIT OF SWEET WORDS OF MY GUJARATI

 9. Very nice muktako/sher….
  Thank you for sharing!

  Urmi Saagar
  https://urmi.wordpress.com

 10. Its gr8. Nice wordings in all panktis.