એક અનોખા લગ્ન – પ્રેરણાકથા (સત્ય ઘટના)

મોંઘાદાટ લગ્નોમાં સાજન-માજનને કન્યાદાન કે ચાંલ્લારૂપે અનેક મોંઘીદાટ ભેટો આપવાનો રીવાજ જૂનો છે ત્યારે વિસાવદર તાલુકાના શોભાવડલા ગામના કમલેશ ભેંસાણીયા તથા મજેવડી ગામની સોનલ વાગડીયા માર્ચ-2006 માં લગ્નગ્રંથી થી જોડાયા. આ લગ્ન પ્રસંગે વર-કન્યા પક્ષના મળી કુલ 101 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું અને દેહદાન તથા ચક્ષુદાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પરંતુ લગ્નમાં મળેલી રોકડ રકમ પણ વૃદ્ધાશ્રમ તથા મુક બધિર બાળકોના લાભાર્થે આપી દીધી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નવદંપતિના વડીલ આર.બી. ભેંસાણીયા કહે છે કે, ‘અમારા પાંચ ભાઈઓના 90 કુટુંબ સભ્યો છે. દરેક સભ્ય વર્ષમાં બે વખત રક્તદાન કરે છે. અમારા કુટુંબના કોઈપણ સભ્યના મરણ પ્રસંગે બેસણું કે અન્ય વિધિ કરાતી નથી. પણ આવા પ્રસંગે નેત્રદાન કે દેહદાનનો સંકલ્પ કરાય છે.’

તેમના મૃત્યુ પછી તેમની આંખો કોઈ અંધ વ્યક્તિને દાન કરી નવી દષ્ટિ આપે તેવી તેમની ઈચ્છા છે. આ વિષે તેઓ વધુમાં કહે છે કે, ‘હૃદયનું દર્દ ભોગવનારને મારું હૃદય આપજો તથા બન્ને કિડની ફેઈલ હોય તેવા વ્યક્તિને મારી કિડની આપી નવજીવન આપજો તો કોઈ અકસ્માતનો ભોગ બનેલાને મારું રક્ત આપજો. મારા મૃત્યુ બાદ જો કંઈક દાટવું હોય તો મારા દુર્ગુણો, પૂર્વગ્રહો અને મર્યાદાઓને દાટી દેજો.’ ભેંસાણીયાએ આ શબ્દો જૂનાગઢ પાસેના મજેવડી ગામના ગરીબ ખેડૂત પરિવારની પુત્રી સોનલ અને કમલેશ ભેંસાણીયાના લગ્ન પ્રસંગે કહ્યા હતા. રોકડ ભેટ રૂપી ચાંલ્લાને બદલે સાજન માજન સહિતના 101 વ્યક્તિઓએ રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુ તથા દેહદાનનો સંકલ્પ કર્યો હતો.

આ લગ્નની અનોખી વાત એ હતી કે વર-કન્યા બન્ને પક્ષના લોકોએ રક્તદાન કર્યું હતું. લગ્ન પ્રસંગે પાઠવેલી કંકોત્રીમાં જ આમંત્રિતો પાસે એવો સંકલ્પ માંગ્યો હતો કે ચક્ષુદાન, દેહદાન તથા રક્તદાનથી કોઈકના જીવનમાં નવો પ્રકાશ આવશે. સોનલ વધૂએ કન્યાદાનમાં રોકડને બદલે આ ત્રણ દાનની માગણી કરી હતી અને લગ્નમાં આવનાર આમંત્રિતોએ આ સંકલ્પ સ્વીકારી લગ્ન પ્રસંગે એક નવો જ ચીલો ચાતર્યો છે. રક્તદાનની શરૂઆત નવવધૂ સોનલે કરી હતી. નવદંપતિએ રક્તદાન બાદ ચક્ષુદાન અને દેહદાન માટેની કાયદાકીય વિધિ પણ કરી હતી.

સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના આ લગ્નમાં કરેલા અનોખા આયોજનથી કેટલાય લોકોના જીવનમાં નવો પ્રકાશ આવશે. આ સામાજીક પ્રસંગે ઢોલ વગાડવા માટે આવેલા નાનજીભાઈ નામના ઢોલીએ પણ રક્તદાન કર્યું હતું અને વળતર પણ સ્વીકાર્યું ન હતું. સામાજિક ક્રાંતિના વિચારો કોઈની જાગીર નથી તેમ માત્ર પુરુષોનો જ અધિકાર નથી તે જૂનાગઢ નજીકના મજેવડી ગામની કોડભરી કન્યાએ પુરવાર કર્યું છે અને કદાચ સૌપ્રથમ વખત લગ્નગ્રંથીથી જોડાયા પહેલા વર, કન્યા, જાનૈયા અને માંડવીયાઓ મળી લોકોએ રક્તદાન કરી ચક્ષુદાન તથા દેહદાનના સંકલ્પ સાથે લગ્નોત્સવ યોજી મજેવડીયાના વાગડીયા અને વડોદરાના ભેંસાણીયા પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો છે.

જૂનાગઢ નજીક પાંચ હજારની વસ્તી ધરાવતા મજેવડી ગામમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા ધીરૂભાઈ પોપટભાઈ વાગડીયાને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. આર્થિક સંકડામણ વચ્ચે મોટી પુત્રી સોનલને હોમ સાયન્સ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો પરંતુ આ યુવતીએ મજેવડી બહાર શિક્ષણ મેળવવા જતાં પહેલાં પોતાના માતા-પિતાની ઈજ્જત વધારવાનું વચન આપ્યું હતું. તે પ્રમાણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ ધો. 8 માં હિન્દી વિષયમાં ‘રક્ત ઔર હમારા શરીર’ પાઠમાં શિક્ષક જે. એમ. ઢોલરીયાના હૃદયસ્પર્શી વિશ્લેષણથી પ્રેરાઈ રક્તદાનની હિમાયતી બની હતી.

વરરાજા કમલેશના વડોદરામાં આર.બી.ભેંસાણીયાના વિચારોથી ‘સોનલ’ ને પોતાના વિચારને સાર્થક કરનાર સાસરીયું મળ્યું હતું. બન્ને પરિવારોએ લગ્ન ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં નિર્ધારીત કર્યા હતાં. કંકોત્રીમાં પણ કન્યાદાન, ચાંદલાના સ્થાને રક્તદાનની હિમાયત કરી હતી. સમાજ માટે પ્રેરણાદાયી લગ્નને મજેવડીના ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી ગામની દિકરીના અનોખા લગ્ન માટે સજ્જ થયા હતાં. બ્લ્ડ ડોનેશન વિષે વાત કરતા વરના કાકા ડૉ.ભેંસાણીયા કહે છે કે, ‘અમે જાનની સાથે અમારા પોતાના મેડીકલ સ્ટાફ અને બ્લ્ડ ડોનેશન અંગેની સામગ્રી પણ લઈ ગયા હતા જે માટે ત્યાં જઈને તાત્કાલીક બ્લ્ડ ડોનેટ કરવાનું કાર્ય શરૂ થઈ શકે.’

લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની માંડવીયા આગતા સ્વાગતા કરે તે સ્વાભાવિક છે. આ ફર્જ નિભાવ્યા બાદ ડૉ.ભેંસાણીયા તથા તેનો સ્ટાફ તથા વલ્લભભાઈ લુણાગરીયાએ લગ્ન વિધિની ચિંતા છોડીને રક્તદાનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. વધુમાં ભેંસાણીયા કહે છે કે તેમાં જાનૈયાઓ સાથે વર, કન્યા પણ ચોરીના ફેરા ફરવાને બદલે પ્રથમ એક સાથે રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાનૈયા તથા માંડવીયા ભાવવિભોર બની ગયા હતા અને રક્તદાન માટે ઉમટી પડ્યા હતાં. જોતજોતામાં 101 લોકોએ રક્તદાન સાથે મૃત્યુબાદ ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો છે.

કન્યાના પિતા ધીરૂભાઈ અને માતા ધીરજબહેન આ પ્રસંગે કહે છે કે, ‘અમારી પુત્રીએ કુટુંબની જ નહીં ગામ અને સમાજની શાન વધારી છે. સોનલના બન્ને ભાઈઓ વિજય અને વિપુલ અપરિણીત છે. તેમણે પણ બહેનના પગલે લગ્ન થતી વેળાએ રક્તદાન કરવાનો સંકલ્પ લીધો હતો. લગ્ન માણવા આવેલા જાન પક્ષના મહિલા ખેડૂત સરોજબેન સતારીયાએ કહ્યું કે, ‘ઘણીવાર જાણે અજાણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ ત્યારે રક્તદાન દ્વારા અન્યનો બુઝાતો જીવનદીપ જલતો રાખવાની તક મળી છે.’

[સૌજન્ય : ઈ.ટી.વી ગુજરાતી – ગુજરાત સમાચાર, ‘સૌજન્ય માધુરી’ મેગેઝીનમાંથી સાભાર]

Advertisements

17 responses to “એક અનોખા લગ્ન – પ્રેરણાકથા (સત્ય ઘટના)

 1. Wow..
  Really Inspiring….

  When most of the families spend a big part of saving on marriages, this is a good example.

 2. it’s little bizarre to hear this, but it’s very nice of them and it’s inspring too.

 3. bahuj prasansniya kaam, aava kutumbne ketli duao mali hashe

 4. વિચારવા જેવી વાત છે.

  નીલા

 5. સમાજ સેવા નો એક ઉમદા અભિગમ અહી જોવા મળ્યો . સમાજ ને એક રાહ ચીંધતો પ્રસંગ છે , ખરેખર વિચારવા જેવી બાબત છે. માનવ સેવા એ પ્રભુ સેવા.

 6. anokha lagna
  now a days we have lost sight of seeing good things happening in society. News papers/ tvs high light only isolated remote incident which frustrate our mind & everone feel that eveything is going worse in our society. This anokha marriage is eye opener that many many good things are happening & we should not lose our faith . when we come across such incidents i feel that Satyug is coming.
  G. P. Shah -V.V. Nagar 28/6/2006

 7. atyant avkardayak ghatna ani to bahuj publicity thavi joie ame pan gints international temaj anya madhyamo dwara prayatno karishhu-dr hiten bhatt vapi

 8. ચક્ષુ,રક્ત,દેહદાનના આવા દાખલા વિરલ હોય છે !સમર્પણની
  કે બલિદાનની આ વૃત્તિને લગ્નપ્રસંગમાં ગોઠવવામાં કેટલું બધું
  શાણપણ દેખાય છે ?સંપ કેવો ?ત્યાગ પણ કેવો ?

 9. મને એક વિચાર આવ્યો છે. આપણે તિરુપતી બાલાજી જઈને વાળ આપીએ છીએ, કેમકે બાલાજીને આપણાં શરીરનું કંઇ અંગ ધરવાની પ્રથા છે. વાળ આપવાથી આપણાંમાં ત્યાગની ભાવનાનો ઉદય થાય એવો કંઈક આશય આની પાછળ હોઈ શકે. જોકે તેનાથી જગતભરની વિગ બનાવતી કંપનીઓને અને બાલાજી ટ્ર્ષ્ટને ઘણો ફાયદો થાય છે.

  હવે, જો આપણે બાલાજી જઈને વાળ આપવાનું બંધ કરી, પાછા આવી તુરતજ રક્તદાન કરીએ તો? અથવા બાલાજી ટ્રષ્ટ વાળાં ત્યાંજ બ્લડબેંક ખોલે તો? કદાચ આપણા આખા દેશનેજ નહી પણ આખા એશિયાને ક્યારેય લોહીની અછત ન ભોગવવી પડે.

  જો આ પ્રથા બધાજ કૃષ્ણમંદિરો અપનાવે તો? શ્રીનાથજી કે દ્વારકાનાથજી પણ આવું કંઈ કરે તો?

  તમે વિચારી જુઓ.
  and if you all like this we can start it unitedly.

 10. very happy to hear from villagers.they are inspiring the
  whole country.it is really really an excellent social
  work

 11. પિંગબેક: Gujarati Sahitya Sarita »

 12. Wonderful.Sonal-Kamlesh,their family members and Janiyas all are great and real samaj sevak.While reading this we felt that KALIYUG MA PAN SATYUG NA MANAV CHHE.

 13. I know Dr. Bhesania very closely. and i am sure he is playing a vital role in constructing society in a right manner. And with his work i learnt to do something remarkable like him. I wish all the best to him

 14. amir garib banne kari shakei avu daan atle raktdaan,dehdaan,netradaan. darek jan aavo sankalp kare to dunima ujas thai jase.jaroor chhe loko aagal aave ane kari batave.ane aano prachar kare.

 15. hi, its really nice to say such examples of greater insights and understanding. I believe in a society of so many people there are many such examples are visible in our vicinity which are exemplery.

  However, i am as much impressed or may be more impressed by the person who wrote the article and brought it to the attention of the general public. I have been disappointed and at times frustrated by the headlines of dailies which dish out all the negative things happening in the society on the front page. any such positive activities get place in the back pages of the paper. people will create impressions as they read or hear or see and such positive stories can go long way to improve the mental frame of people.

  anyhow, leaving the media role in the society apart, i congratulate the families of bride groom for their contribution to the society and wish they continue the good work they have been doing.

  With best wishes

 16. Indian marriages are full of colour,traditions,serving the guests and spending the money which at end of the day results in picture’s.I agree to earlier comments that this couple’s innovative social help should be publicised in all indian channels rather than soft drink commercials so evrybody can applause their generosity..Sonal & kamlesh u guyscome from not so big metro city which are educated but u truly taught us what kind hearted and loving people u r…
  thx.

 17. આપણે બધાએ પ્રેરણા લેવા જેવો પ્રસંગ. લગ્નપ્રસંગે જે આડેધડ નકામો ખર્ચો (એ પણ માત્ર દેખાડો કરવા માટે) કરવામં આવે છે એને બદલે આવું કંઇક સમાજ ને – કે જનહિતને ઉપયોગી કાર્ય કરવામાં આવે તો કેટલા બધાની વિટંબણાઓ ઓછી થાય.

  સર્વેને ખુબ ખુબ અભિનંદન.

  આવા સરસ પ્રસંગની માહિતી આપવા બદલ રિડગુજરાતી.કોમ નો આભાર.

  અજય.