વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ – પલ્લવી મિસ્ત્રી

[ આ લેખ પુસ્તક ‘હાસ્યકળશ છલકે…’ માંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ તેમજ લેખ મુકવાની પરવાનગી આપવા બદલ હાસ્યલેખિકા શ્રીમતી પલ્લવીબહેન મિસ્ત્રીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. વાચકમિત્રો લેખિકા બહેનનો આ સરનામે સંપર્ક કરી શકે છે તેમજ પ્રતિભાવો પણ મોકલી શકે છે : pallavimistry@yahoo.com ]

‘હલ્લો નીરવભાઈ, ખૂબ ખૂબ અભિનંદન ! બારમા ધોરણમાં ચાર સબ્જેક્ટમાં પાસ થવા બદલ.’
‘થેન્કયૂ’
‘તમને વિશ્વાસ હતો ખરો કે તમે ચાર સબ્જેક્ટમાં પાસ થશો ?’
‘હા મને પૂરો વિશ્વાસ હતો કે હું એટલીસ્ટ ચાર સબ્જેક્ટમાં તો પાસ થઈશ જ.’
‘તમારા આવા પ્રચંડ આત્મવિશ્વાસ પાછળનું કારણ ?’
‘આયોજન – સંપૂર્ણ અને વ્યવસ્થિત આયોજન.’
‘જરા વિગતવાર જણાવશો ?’
‘સ્યોર. મારી બર્થડે પર મેં ટીચર્સને ગ્રાન્ડ પાર્ટી આપી હતી અને પપ્પાએ એમને ‘સ્કૂટી’ જેવી ‘રીટર્ન ગિફ્ટ’ આપી હતી. પ્રિન્સિપાલને તો ‘કાયનેટીક’ પ્રેઝન્ટમાં આપેલું અને પરિણામે મને બધા પેપર્સ અગાઉથી મળી ગયેલા.’

‘વેરી ગુડ. તમે એ પ્રમાણે પ્રીપરેશન કર્યું અને…’
‘પ્રીપરેશન ? માય ફૂટ ! એવી ગદ્ધામજૂરીમાં હું માનતો જ નથી.’
‘તો પછી તમે ચાર-ચાર વિષયોમાં પાસ કઈ રીતે થયા ?’
‘મને જે કવેશ્ચન પેપર્સ મળી ગયાં હતાં, તેના મોસ્ટ એપ્રોપ્રીયેટ આન્સર્સ મારા ટ્યુશન સરોએ રાતદિવસની મહેનત બાદ શોધી કાઢ્યા.’
‘ઓહો ! અને તમે તે લર્ન કરી નાંખ્યા એમને ?’
‘નોટ એટ ઓલ ! લર્ન કરવાનું કામ મારું નહીં.’
‘તો પછી તમે….’
‘પાસ કઈ રીતે થયો એમ જ પૂછો છો ને ?’
‘હા, હા..’
‘હું કોપી કરવામાં એક્સપર્ટ છું. મારા ટ્યુશનસરોએ શોધી કાઢેલા આન્સર્સ એમણે ઝીણા પણ વાંચી શકાય એવા અક્ષરોએ કાગળની કાપલીઓ પર લખી નાંખ્યા.’
‘વેરી ઈન્ટરેસ્ટીંગ’
‘હજી સાંભળો તો ખરા. આ કાપલીઓ ક્યાં ક્યાં સંતાડવી તે એમણે મને શિખવાડ્યું. જોકે ઘણાં વર્ષોથી હું આ કામ કરતો આવ્યો છું એટલે મને જરાય અઘરું ના લાગ્યું. અને ક્યા આન્સરની કાપલી ક્યાં સંતાડી છે તે દર્શાવતી એક કાપલી બનાવી રાખીને ક્યાં સંતાડવી તેય શીખવ્યું.’
‘ઓહ ! વન્ડરફૂલ ! ’

‘ખરું કૌશલ્ય તો મારે હવે બતાવવાનું હતું. સુપરવાઈઝરની નજર ચુકાવીને કાપલી કાઢીને કોપી કરવી એ ઘણું જ ‘ટફ’ કામ છે. પણ તમે તો જાણતા જ હશો કે ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.’ મેં મારા આયોજન મુજબ આ મુશ્કેલ કામ પણ પાર પાડ્યું.’
‘તો પછી તમે ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયા ?’
‘ગુડ ક્વેશ્ચન. બાકીના વિષયની પરીક્ષા વખતે પપ્પાને અચાનક બહારગામ જવાનું થતાં સુપરવાઈઝરોને ખરીદી શકાયા નહીં.’
‘વેરી સેડ !’
‘યુ નો, પપ્પાની લાગવગ પોલીસથી માંડીને પોલિટિશીયન સુધીની છે. માર્ક્સ મૂકીને પાસ કરી આપવાનો કોનો કેટલો ભાવ છે તે પપ્પા સારી રીતે જાણતા હતા. એટલે એમણે બધી ગાયોને (ખરું કહું તો આખલાઓને) એમનો ‘ચારો’ ખવડવી જ દીધો’તો.’
‘તો પછી…’
‘સમજી ગયો. હજી તમારા મનમાં એ જ પ્રશ્ન રમે છે ને કે હું ફક્ત ચાર જ વિષયમાં પાસ કેમ થયો ?’
‘એકઝેટલી, યૂ આર વેરી ઈન્ટેલીજન્ટ’
‘થેન્કસ ફોર ધ કૉમ્પ્લીમેન્ટસ.’
‘તમે આગળ કંઈ કહો જેથી તમારા પછીના સ્ટુડન્ટસને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે.’
‘સ્યોર. મારા કેસમાં ગરબડ એવી થઈ કે પપ્પાએ ચાર સબ્જેકટમાં પેપર તપાસનારને મારો સાચો નંબર લખી આપ્યો હતો અને બાકીના ત્રણ સબ્જેક્ટમાં ભૂલથી એમણે ખોટો નંબર લખ્યો તેથી હું ફુલ્લી પાસ ના થઈ શક્યો. એટલે સ્ટુડન્ટસને મારે એ જ કહેવાનું કે પપ્પા નંબર લખીને આપે ત્યારે તમારે ચૅક કરી લેવાનો. નહીંતર મારા કેસમાં જેમ થયું તેમ બીજો કોઈ લાભ ખાટી જાય.’

‘તમારી આટલી બધી મહેનત એળે ગઈ તે બદલ અમો દિલગીર છીએ.’
‘ચાલ્યા કરે એ તો ! બીજી વાર મહેનત ક્યાં નથી કરી શકાતી ? અને પપ્પા છે ત્યાં સુધી મારે શી ચિંતા ?’
‘અને તમારી મમ્મી?’
‘ડોન્ટ ટોક એબાઉટ હર. શી ઈઝ વેરી ઓર્થોડૉકસ વુમન. આખો દિવસ ‘બેટા બારમું છે, વાંચ’ કહ્યા કરે.’
‘હવે ભવિષ્યમાં તમે શું કરવા ધારો છો ?’
‘બસ, જલસા. બારમું પાસ કરી લઉં પછી કૉલેજની મસ્ત રંગીન જિંદગી અને પપ્પાનો બીઝનેસ તો છે જ.’
‘તમે બારમા ધોરણના વિદ્યાર્થીને શું ‘મેસેજ’ આપવા ધારો છો ?’
‘એ જ કે વડીલો તો કહ્યા કરે. ‘બારમું’ છે વાંચ. પણ આપણે તો આપણી રીતે જીવવું. કોઈ ટૅન્શન માથે લેવું નહીં. ભણી-ગણીને ય કોનું ભલું થયું છે તે આપણું થશે ? જીવન મોજ-મજા માટે છે તો કરો જલસા – ભણવાનો ભાર રાખવો નહીં, રિલેક્સ રહેવું.’
‘ઓ.કે. ઈન્ટરવ્યૂ બદલ આભાર. નીરવભાઈ, બાય !’
‘બાય ! બાય !’

Advertisements

19 responses to “વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ – પલ્લવી મિસ્ત્રી

 1. આજની શિક્ષણ વ્યવસ્થા પર તથા “શિક્ષણ ખરીદી શકાય છે” એવું માનનારાઓને આડકતરી રીતે સરસ “તમાચો”.

  હાસ્યલેખ તરીકે રાખીને કેટલી બધી સાચી વાત કહી દીધી છે.

  “એવા” લોકોની ઝાટકણી કરવા બદલ શ્રીમતી પલ્લવીબહેન મિસ્ત્રીને અભિનંદન.

  અજય.

 2. હહહહ… ખરેખર મજા આવી વાંચવાની… હહહ

 3. HA HA HA HA HA HA HA ! ! ! ! ! KHAREKHAR MAJA AAVI GAYI ! ! AAVO SARAS HALKO-FULKO LEKH VANCHI NE !! ABHINANDAN !!

 4. I agree with Ajaybhai. It is very true about today’s generation who believe in enjoying with father’s money.

  પાછળથી પસ્તાયે શો ફયદો?

  નીલા

 5. How do you all can write gujarati on computer?
  Is there any easy tool/editor which is being used?
  Can you put this information also on this website?

 6. Chaitanya – You can download fonts and editors available free of cost on net. One site from where u can have it C-DAC’s site.

 7. Bhau Saras rahyo, maja avi gayi.

 8. Samajna durgan ne hasy ni hathoti par sundar rite raju karvani Pallaviben ni shaily dad ne patr che. Matr akalmand ne isharo kafi.
  hasan

 9. Dear Readers,
  Read also Pallavi Mistry`s hasya-Lekh.
  “CHOKSAI” in my web site. http://www.hasan-tajmahal.com
  fromDenmark….. ….music,cartoons,varta,jocks,kavita and much more.
  hasan

  hasan

 10. very funny n with a nice theme about the bribes given to professors n teachers. The seel of the education is very sad.
  thanks for the article

 11. pallaviben
  simply you are having right to be greeted by heart to focous such serious issue in very light way but carry the right massage to our society keep it up.AT THE SAME TIME I MUST THANK AND CONGRATULATE MR.MRUGESH SHAH FOR HIS GREAT JOB ON INTERNET. WITHOUT YOUR EFFORTS IT MAY NOT POSSIBLE FOR EVERY ONE TO KNOW ABOUT GUJARATI”S BETTER WRITERS LIKE PALLAVIBEN
  WE HAVE JUST READ YOUR STORY IN SANDESH AND HUNTED YOUR SITE “CONGRATULATIONS” AND HEARTIEST WISHESH FOR ALL THESUCESS IN YOUR PROJECT
  THANKS
  DKTRIVEDI
  BARODA

 12. pallavi ben has shown the reality of education system
  in a funny way. it encourages us to read.and it is commenting on our education system also.

 13. Really funny article!

  I read in front of my kids and family. Everyone laughed a lot.

  Daughter was asking-Can it be happen?!

  I said-Might be! Anything can happen in our country!

 14. Gee.. I wish I could translate all your writings into English. Sounds like it is very interesting reading..

 15. nice article. the education system is very currupt now a days. i feel very shame..

 16. શિક્ષણખાતું લાંચ રુશ્વતથી ખદબદે છે.કોને પડી છે ?

 17. પિંગબેક: હાસ્યકળશ છલકે… - પલ્લવી મિસ્ત્રી | pustak

 18. @SP: Thank you so much for reference.