યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ – કલ્પના દેસાઈ

નજીકના ભવિષ્ય પર નજર નાખતાં, આપણું ઓળખપત્ર ધરાવતું મલ્ટીપર્પઝ કાર્ડ કંઈક આવું હશે. આપણી મેડિકલ હિસ્ટરી + ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતું, ATM કાર્ડની જેમ અને ઈલેકટ્રોનિક પર્સની જેમ કામ કરતું અને નેશનલ લાઈબ્રેરીમાં પણ કામ આવે તેવું હશે. ‘જંગલી સેન્ડવિચ કૉર્નર’માં ઑર્ડર આપતી વખતે કેવી વાતચીત થશે ?

ઓપરેટર : ‘થેંક યુ ફોર કૉલિંગ જંગલી… શું હું તમારો….’
કસ્ટમર : ‘હાલૂ….., શું હું ઑર્ડર…..?’
ઓપરેટર : ‘શું હું તમારો મલ્ટીપર્પઝ કાર્ડ નં. પહેલાં જાણી શકું, સર ?’
કસ્ટમર : ‘ઓહ ! ઊંહ ! હં… જરા ઊભા રહો. હં…. લખો.. 61054023044-10010’
ઓપરેટર : ‘ઓ.કે. ! તો તમે…. મિ. ભૂખણદાસ છો અને તમે લોખંડવાલા-અંધેરીથી બોલો છો. બિલ્ડિંગ… અને ફલેટ… ફોનનં…. મોબાઈલ નં… ઑફિસનં…. આ છે, રાઈટ ?
કસ્ટમર : ‘બા…પ…રે ! તમને મારા આટલા બધા નંબર ક્યાંથી મળ્યા ?
ઓપરેટર : ‘અમે તમારી સેવા કરવા બંધાયેલા છીએ.’

કસ્ટમર : ‘શું હું તમારી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવિચનો ઑર્ડર આપી શકું ?’
ઓપરેટર : ‘સર, એ સારો વિચાર નથી (નોટ અ ગુડ આઈડિયા!).’
કસ્ટમર : ‘કેમ ? કેમ ?’
ઓપરેટર : ‘તમારા મેડિકલ રિપોર્ટ મુજબ તમને હાઈ બી.પી છે. અને કૉલેસ્ટ્રોલ પણ વધારે છે.
કસ્ટમર : ‘શું ?… તો પછી તમે શું સજેસ્ટ કરો ?’
ઓપરેટર : ‘તમે તમારી સાદી સેન્ડવિચ વિધાઉટ બટર ખાઈ શકો છો. તમને ભાવશે.’
કસ્ટમર : ‘તમે કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકો ?’
ઓપરેટર : ‘સર, તમે ગયે અઠવાડિયે નેશનલ લાઈબ્રેરીમાંથી ‘ફૂડ વિધાઉટ ફેટ’ ચોપડી લીધી હતી.’
કસ્ટમર : ‘ઓ.કે. માની ગયો. તો પછી તમે ત્રણ ફૂલ સાઈઝ પ્લેઈન સેન્ડવિચ મોકલી આપો. કેટલા પૈસા થશે ?’
ઓપરેટર : ‘પંચોતેર રૂપિયા થશે, સર.’
કસ્ટમર : ‘શું હું ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવી શકું ?’
ઓપરેટર : ‘સર, તમારે રોકડા ચૂકવવા પડશે. ક્રેડિટ કાર્ડની મુદત પૂરી થઈ ગઈ છે. અને તમારે હાઉસિંગ લોનના હપ્તા પણ ભરવાના બાકી છે.
કસ્ટમર : ‘હું ધારું છું કે, હું નજીકના ATM માંથી તમે આવો તે પહેલાં પૈસા લઈ આવું.’

ઓપરેટર: ‘માફ કરજો સર, પણ તમે તમારા રોજના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા છે જેની લિમિટ પૂરી થઈ છે.
કસ્ટમર : ‘કંઈ વાંધો નહીં. તમે સેન્ડવિચ મોકલી આપો. હું રોકડા પૈસા તૈયાર રાખું છું. કેટલી વાર લાગશે ? આશરે ?’
ઓપરેટર : ‘લગભગ પોણો કલાક. પણ જો તમારાથી ન રહી શકાય (ખાધા વગર) તો તમે તમારી મોટરસાઈકલ પર આવી શકો છો.
કસ્ટમર : ‘તમે કેવી રીતે જાણ્યું કે મારી પાસે મોટરસાઈકલ છે ?’
ઓપરેટર : ‘બહુ સહેલું છે. તમારી બધી વિગતો અમારી પાસે હોવાથી. તમારી બાઈકનો નંબર…… છે, રાઈટ ?’
કસ્ટમર : ‘સા…લી, વાંદરી બધું જાણે છે.’
ઓપરેટર : ‘પ્લી…ઝ સર ! તમારી ભાષા પર કાબૂ રાખો. યાદ છે ને 15 ઑગસ્ટ 1980માં કોઈ પોલીસને ગાળો આપતાં તમે જેલની હવા ખાઈ આવેલા તે ?
કસ્ટમર : ‘?’
ઓપરેટર : ‘બીજું કંઈ સર ?’
કસ્ટમર : ‘કંઈ નહીં. પણ તમે ત્રણ સેન્ડવિચ સાથે ત્રણ કૉલ્ડડ્રિંક તો ફ્રી આપશો ને ?’
ઓપરેટર : ‘જરૂર સર. અમારી ફરજ છે. પણ વાત એમ છે ને કે…. તમારા રેકોર્ડ મુજબ તમે ડાયાબિટીક છો ! માફ કરજો સર ! બીજી કોઈ સેવા સર….?’
કસ્ટમર : ‘???’

Advertisements

10 responses to “યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ – કલ્પના દેસાઈ

 1. હહહહહહહ , આવી સરસ સેવા બદલ તમારો આભાર , હહહહ.

 2. MAJA AAVI GAYI, YAAR, BAHUJ SARAS, SHU SEVA AALI CHHE?, PAN BHAVISHYA MA AAPNI HAALAT AAVI THAVANI CHHE J?????

 3. મઝા આવી ગઈ. મોબાઈલ ફોન જેવી.

  નીલા

 4. Good one…
  But copied from some online jokes on SARDARJI
  not impressed

 5. Pranam Kalpanaben

  Vanchi ne ghano anand thayo – be waat no. Ek e ke lekh kharekhar ghano saras chhe ane haswa maate tatha vicharva maate ghanu mali rahe tem chhe. Biju ke aapdi Gujarati bhasha ma pan aapna jeva hasya lekhako chhe ane teo Gujarati bhasha nu naam unchu rakhwa maate sakriya chhe.

  Mrugeshbhai, aaje paheli wakhat hun aa website joi rahyou chhu ane maara anand no par nathi. Kem ke Gujarati sahitya aa rite duniya na koi pan khune besi ne wanchwa maltu hoy to biju shu joiye? Gujarat ni ane Gujarati ni yaad apavi didhi. Jyare Vadodara aavavanu thashe tyare tamne jaroor this malwa mangish.

  Subhechhao!

  Kushal

 6. યહ સેવા ભી યહૉ ઉપલબ્ધ હૈ, વાહ ક્યા બાત હૈ. મજા આવી ગઈ.

 7. Very good translation of an American emial in circulation!

 8. ઉપરના બે પ્રતિભાવોને જો સાચા માનીએ,
  તો કહેવું પડે કે :
  ઘણા લોકોની જેમ………..અખાના શબ્દોમાં:
  ” કથ્યું કથે તે શાનો કવિ ?
  શીખી વાત તે શાની નવી ?”
  બધાને તૈયાર ખીચડી ભાવતી હોય છે.

 9. લેખિકા શ્રીમતી કલ્પના બહેને આ લેખની કોપી કરી હોય કે એવું કંઈ નથી. આ લેખ પ્રચલિત ઈ-મેઈલમાંથી જ અનુવાદ કરવામાં આવ્યો છે, પરંતુ આ લેખ જે સોર્સ માંથી લેવામાં આવ્યો તેમાં શરતચૂકથી ‘ફોર્વર્ડેડ ઈમેઈલમાંથી સાભાર’ એવી નોંધ છાપવાની પ્રકાશક તરફથી રહી ગઈ હતી. તેથી અહીંયા પણ એ નોંધ લઈ શકાઈ નહીં. હાલમાં લેખિકાબહેન સાથે સંપર્ક થતા આ માહિતી મેળવી શકાઈ છે.

  શરતચૂકથી થયેલી આ ભૂલ બદલ વાચકો ક્ષમા કરે.