વેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે

cooking1વેજિટેબલ કટલેસ (5 વ્યક્તિ માટે. તૈયારીનો સમય : 30 મિનિટ)

સામગ્રી :
100 ગ્રામ લીલા વટાણા
100 ગ્રામ ગાજર
300 ગ્રામ બટાટા
100 ગ્રામ ફણસી
100 ગ્રામ ફૂલગોબી
1 મોટો કાંદો
1 ચમચી જીરૂ
બ્રેડનો ભૂકો
ફૂદીનો અને ટામેટાં.
આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે.

બનાવવાની રીત :

1. સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો.
2. બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો.
3. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો.
4. બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો.
5. વેફર, સલાડ અને ચટણી સાથે પણ તે સ્વાદિષ્ટ લાગે છે. ગરમ ગરમ પીરસો.

પંજાબી છોલે (6 વ્યક્તિ માટે. તૈયારીનો સમય : 30 મિનિટ)

cooking2

સામગ્રી :
350 ગ્રામ કાબુલી ચણા
150 ગ્રામ બટાટાની ચીપ્સ
150 ગ્રામ ટામેટા
2 કાંદા
150 ગ્રામ કોપરાનું ખમણ
આમલી, સોડા, મીઠું, તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે.
સૂકો મસાલો : ધાણા-જીરૂ, મરી, તજ, લવિંગ અને એલચી.
લીલો મસાલો : આદું, મરચાં, કોથમીર

બનાવવાની રીત :

1. સૌ પ્રથમ, કાંદાને સમારીને ઘીમાં તળો. ઘી ગરમ કરી બટાટાની ચીપ્સ તળીને એક બાજુ પર રાખો.
2. તજ, લવિંગ, એલચી, ઘાણા-જીરૂં, મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો.
3. કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો.
4. હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી નાખી, બાફેલ ચણા અને મીઠું નાખો. થોડું ઉકાળો એટલે છોલે તૈયાર.
5. ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકાની ચીપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીર નાખો.
6. બસ, પંજાબી છોલે તૈયાર ! પરોઠા સાથે ગરમાગરમ છોલેનો ઉપયોગ કરો.

Advertisements

4 responses to “વેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે

 1. Are waah..
  aaje to tame sunday ne vadhare swadishta banavyo..!!

  Thank you…!!

 2. અમદાવાદની હેવમોર યાદ આવી ગઈ. તેના જેવા ચણા પુરી અને કટલેસ હજી સુધી ખાધા નથી.

 3. મૃગેશ,
  રવિવાર તો સુધરી ગયો પણ સાથે ભટુરાની ખોટ પડી. તો લો સાથે ભટુરાની રીત.

  સામગ્રી:- 1 વાડકી મેંદો, 1/4 વાડકી ઘઉંનો લોટ, ચપટી મીઠું, 1 મોટો ચમચો દહીં અને 1 મોટો ચમચો ગરમ કરેલું ઘી.
  રીત:- બંને લોટ ભેગા કરીને તેમાં મીઠું,ગરમ કરેલું ઘી અને દહીં ભેળવી પૂરી જેવો લોટ બાંધી 1 કલાક રાખી મૂકવો. ત્યારબાદ એક પેણીમાં ઘી અથવા તેલ ગરમ કરી રોટલી જેવડી પૂરી બનાવી ને તળવી.
  લ્યો ત્યારે ગરમ ગરમ પંજાબી છોલે સાથે ગરમ પંજાબી ભટુરા.
  આવી ગઈને ખાવાની મઝા?
  Enjoy your Sunday Readers.

  નીલા

 4. wow, looks very delisious!!! yuumm…
  now i have to tell my mom to make all this items. thank you mrugesh bhai. 😉