તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

સુખની આખી અનુક્રમણિકા
                અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
                વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
                કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
                ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
                પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

8 responses to “તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

  1. શ્રી મુકેશ જોષીએ જિંદગીને એક પુસ્તકનાં રુપમાં જોઇને અને એનું કાવ્યરુપે વણઁન ખુબજ સુંદર રીતે વ્યક્ત કરયું છે.

    એમાં પણ “ફાટેલાં પાનાંનાં જેવાં..ફાટી જાતાં સગપણ….” એ નરી વાસ્તવિકતા કોણે નથી અનુભવી?

    જિંદગીને આમ “વાંચીને જોવાની” અલગ દ્ષ્ટિ આપવા માટે મુકેશજીને અભિનંદન.

  2. Its really true..

    Life has many different faces… and this is one of them..!!

  3. Neela Kadakia

    સબંધોની પારદર્શકતાનું સુંદર આલેખન

    નીલા

  4. સુરેશ જાની

    બહોત ખૂબ…. લયની શૈલી અને ભાવની અભિવ્યક્તિ બહુ જ સરસ છે.
    કૃષ્ણ દવે પણ મોટા ભાગે આ લયમાં જ લખે છે.
    આને કયો છંદ કહેવાય ? કોઇ જાણકાર પ્રકાશ પાડશે?

  5. DARREK KAVITA NE ‘DAD’ NATHI AAPI SHAKATI;
    NE JE VANCHI NE ZANZANI UTHAY, TYA ‘DAD’ ANE ‘VAH”VAH’KARYA VAGAR CHALTU NATHI TO MUKESH JOSHIJI “BAHUT KHUB”!.VAJAN CHHE.
    VANCHAKO NE MUBARAK KE AVI SARAS KAVITA AAM UPLABDH CHHE!

  6. Chandrik Rajdeep

    The first six words sukhni——–dukhna prakran reflects the conceptual v/s practical aspects of life.

  7. “સુખની આખી અનુક્રમણિકા
    અંદર દુ:ખના પ્રકરણ”

    એવી સુંદર પંક્તિ છે કે બધાને એકવાર તો થતું જ હશે કે મારા જીવનની અનુક્રમણિકા પણ કંઇક આવી જ છે… 🙂

    ઉર્મિ સાગર
    https://urmi.wordpress.com

  8. this is a unique site in the world.
    please enter some gujarati ghazals.
    poems r really good.like tears come from eyes.
    thanks n regards,
    sona.