સ્મૃતિ – મોહનભાઈ પટેલ

શહેરમાં જવા તૈયાર થયેલી કલ્યાણીએ સુરેન્દ્રને પૂછ્યું : ‘બજારમાંથી કંઈ લાવવું છે ?’
‘બજારમાંથી તો નહિ, પણ પીયૂષભાઈને ત્યાંથી ‘એન્કાઉન્ટર’ નો ચાલુ અંક લેતી આવજે, અને ‘વડર્ઝ’ વાંચી રહ્યા હોય તો તે પણ લેઈ આવજે.’

કલ્યાણી ગઈ !

આ પ્રસંગ પરથી સુરેન્દ્રને પોતાનાં પાછલા વર્ષોની સ્મૃતિ તાજી થઈ આવી. એ ઘણી વસ્તુઓ મંદાકિની પાસે મંગાવતો. કંઈક લાવવા વિશે પોતે માત્ર અછડતું સૂચન કર્યું હોત તો પણ એ પેલી વસ્તુ લઈ આવી જ હોય. એક વખત પોતાના ઘડિયાળ માટે અમુક પ્રકારનું બ્રેસલેટ એ શહેરમાં નથી મળતું એવી ફરિયાદ એણે કરી ત્યારે મંદાકિની બોલી : ‘તારે એ લાવવું છે ને ?’ ‘અહીં શોધીને થાક્યો, મળતું જ નથી. તું શું લાવવાની હતી ?’
‘મારે થોડા વખતમાં મુંબઈ જવાનું થશે. લેતી આવીશ.’
પછી તો એ વાતને ખાસ્સા ત્રણ મહિના વીતી ગયા. અને કોઈ વખત એમની વચ્ચે બ્રેઈસલેટની વાત પણ નીકળી નહિ અને મંદાકિની મુંબઈ ગઈ એ દિવસે પણ સુરેન્દ્રને પેલું બ્રેઈસલેટ મંગાવવાનું કંઈ યાદ આવ્યું નહિ.

અઠવાડિયા પછી જ્યારે મંદાકિની મુંબઈથી પાછી ફરી ત્યારે એણે એક ચમકતું સોનેરી બ્રેઈસલેટ સુરેન્દ્રના હાથમાં મૂક્યું અને મરક મરક હસી રહી. સુરેન્દ્ર બોલી ઉઠ્યો : ‘અદ્દભુત ! સ્ત્રીઓની સ્મૃતિ આટલી તીવ્ર હોય છે એ તો આજે જ જાણ્યું.’

તરત જ જવાબ આપતાં મંદાકિની બોલી ઊઠી : ‘એવું કંઈ નથી. મારી મમ્મી મારી પાસે ઘણી ય વસ્તુઓ મંગાવે છે, એમાંથી કેટલીક ભૂલી જાઉં છું.’ અને પછી સુરેન્દ્ર તરફ જોઈને રહસ્યમય સસ્મિત વેરી રહી. મંદાકિનીના ચહેરા પરથી સઘળી વાત સમજી જતાં સુરેન્દ્ર બોલ્યો : ‘હં… સ્ત્રીઓ કોની ચીજ નથી ભૂલી જતી તે હવે સમજાયું.’

કલ્યાણી બજારમાંથી પાછી ફરી ત્યાં સુધી સુરેન્દ્ર પોતાની પહેલી પ્રીતની માદક સ્મૃતિમાંથી બહાર નીકળી શક્યો નહિ.
કલ્યાણીના પરત થયાનો અણસાર થતાં એ જાગૃત થઈ ગયો. એણે પૂછ્યું : ‘અંક લઈ આવી ?’
‘અરે !’ એકદમ દિલગીર થઈ જતી હોય એમ એણે જવાબ આપ્યો : ‘એ તો હું સાવ ભૂલી જ ગઈ !’
સુરેન્દ્રનું મોં પડી ગયું. એ મનમાં બોલ્યો : ‘કંઈ હરકત નહિ. સ્ત્રીઓ કોની ચીજ નથી ભૂલી જતી એની મને બરાબર ખબર છે.’

Advertisements

9 responses to “સ્મૃતિ – મોહનભાઈ પટેલ

 1. under estimate ladies

  Neela

 2. સુરેશ જાની

  હું તો મારી વાત કરું કે અમારી લગ્ન તારીખ હું અચૂક ભૂલી જતો અને સાંજે મારી પત્ની પૂછતી કે-‘કંઇ યાદ છે?’ – અને પછી રીસાણમાં અને મનામણાં —
  હજુ પણ બહાર જતી વખતે મારા બધાં કપડાં તૈયાર કરીને તે મૂકે છે ત્યારે સ્ત્રીઓની વત્સલતા અને અદભૂત સ્મૃતિ માટે માન થઇ આવે છે.

 3. well,
  khoob saachi story.
  strio ne yaad rakhwu hoi to badhu yaad rakhi shake chhe, pan jo bhulvu hoi to badhu j bhuli jai chhe.
  adbhut shakti chhe strio ma yaad rakhva vishe!

 4. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » વિકલ્પ -મોહનભાઈ પટેલ

 5. કલ્યાણી અને મંદાકિની વચ્ચેના પ્રેમનો ભેદ સમજાયો !આભાર લેખક શ્રી અને તંત્રીશ્રી !

 6. yes, it is kinda true, wife fogets things but girlfriend always remember each single thing.
  hum… it was a nice story… thanks author..(lol)

 7. It is not an underestimating Ladies. It is true for any person whether ladies or men.

  Manushya no sahaj svabhav.

 8. stree ekvar jene prem akre chhe ene koi rite bhuli shakti nathi..chahe enu nam chahe eni yaad k chahe eni koi b vastu..!!pan purush ne samjvo agharo che ene game etlo prem hoy pan ena vartn ma dekhay j nahi..!!