શબ્દનો ગરમાળો – ડૉ.વિવેક ટેલર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી વિવેકભાઈ ટેલરનો (સુરત) ખૂબ ખૂબ આભાર ]

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

Advertisements

5 responses to “શબ્દનો ગરમાળો – ડૉ.વિવેક ટેલર

  1. Wah saras, really enjoyed. Thanks to Doctor Tailor and Mruegeshbhai.

  2. દાક્તર ને દિલ !પરસ્પર જોડાયેલાં રહેવાથી, યાદના બોજાથી ,જીવન નિર્વાહનો ભાર પણ ન લાગ્યો !વાહ કવિ !વિવેકનાં મોતી વીણવામાં તો મૃગેશભાઈની તોલે કોણ આવે ?

  3. waah Vivekbhai…
    You are simply amazing.!!

  4. simply amazing..
    have read many other poems by Dr Vivek on his gujjju blog, and will say just one thing for him…
    “Dard ne sabdo nu sharir aapva ma doctor saheb kharekhar khub maher che :)”