કાલે મળજો – રિષભ મહેતા

આજ નહીં તો કાલે મળજો; પણ મળવાનું રાખો
મુજમાં ઓછા વધતા ભળજો; પણ ભળવાનું રાખો.

સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં
ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો.

જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી
મનગમતા ઢાંચામાં ઢળજો; પણ ઢળવાનું રાખો.

તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના
મને નહીં તો બીજાને ફળજો; પણ ફળવાનું રાખો.

તેનાથી કંઈ ફેર પડે ના આ જગનાં પાપોમાં
પુણ્યો થોડાં થોડાં રળજો; પણ રળવાનું રાખો.

માફકસરનું તમે બધાને આપી ના શકવાના
ઝીણું દળજો; જાડું દળજો; પણ દળવાનું રાખો.

ગઝલો પણ સાંભળવી, લખવી નીતર્યો બ્રહ્માનંદ છે
એ બાજુ છો ઓછા ઢળજો; પણ ઢળવાનું રાખો.

Advertisements

One response to “કાલે મળજો – રિષભ મહેતા

 1. Waah Mrugeshbhai…
  Maza aavi…
  Really very nice selection..!!

  સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં
  ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો.

  Its really true… What we search outside… Most of the time its within us.

  Je Shodhavama Jindgi Aakhi Pasaay Thay…
  Ne E Ja Hoy Pag Ni Tale, Em pan Bane..!!!