બાળ જોડકણાં

[ આ અઠવાડિયાની શરૂઆતથી નવા શૈક્ષણિક સત્રના શ્રીગણેશ થયા અને બાળકોને વેકેશન પૂરું થયું. એમાંય જેઓને પહેલીવાર ભૂલકાંઓને બાલવાડીએ મોકલવાના હતા તેઓને નાકે દમ આવી ગયો. મોટો ભેંકડો તાણીને રડતા બાળકને પહેલીવાર પોતાનાથી અલગ કરતા કેટલીક મમ્મીઓ પણ રડી પડી ! બાલવાડીના ક્લાસરૂમમાં શિક્ષિકાઓ જ્યાં એકને શાંત રાખે ત્યાં બીજો રડવા બેસે – એવા અદ્દભૂત દશ્યો સર્જાયા. તો આજે પ્રસ્તુત છે એવા સરસ મજાના ભૂલકાંઓ માટે આપણા લોકપ્રિય જોડકણાંઓ. અત્રે ખાસ નોંધ લેવી કે વાચકોની માંગણીને ધ્યાનમાં રાખીને, વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અમે ટૂંક સમયમાં સંપૂર્ણ ‘દેશીહિસાબ’ રીડગુજરાતી પર લાવી રહ્યા છીએ જેને આપ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકશો. એ માટેની સુવિધા સાઈટના હોમપેજ પર મૂકવામાં આવશે. ]

જૉડ જૉડ જૉડકણાં, બોલ બોલ બોલકણાં |
બોલકણાંના રાતાં બી, જોડકણાં શીખવા આવો જી ||
*****************

મામાનું ધર કેટલે ?
દીવા બળે એટલે.
દીવા તો મેં દીઠા
મામા લાગે મીઠા.
ભાણીયા રમે ચોકમાં,
મામી બેઠા ગોખમાં.
*****************

અડકો દડકો દહી દડાકો
શ્રાવણ ગામે બીલુ પાકે
ઉલ મૂલ ધતુરાનું ફુલ
સાકર શેરડીનું ખજુર
*****************

ચકી ચોખા ખાંડે છે.
મોર પગલા માંડે છે.
રાજિયો ભોજિયો,
ટીલડીનો ટુંચકો,
માર ભડાકા ભૂસકો
*****************

લોઢાના બે લાટા,
એનું નામ પાટા.
પાટે ગાડી દોડી જાય,
છૂક છૂક કરતી ચાલી જાય
જરાક પાટા આડા થાય,
ધડાક કરતી તૂટી જાય.
*****************

ડોસા ડોસી ક્યાં ચાલ્યા ?
‘છાણા વિણવા’
છાણામાંથી શું જડ્યું ?
‘રૂપિયો’
રૂપિયાનું શું લીધું ?
‘ગાંઠિયા’
ભાંગે તમારા ટાંટિયા
*****************

ખાટલા ઉપર પગ મૂકીને,
ખાટલે ચડી બેઠા,
કડાક કરતો ખાટલો તુટ્યો,
ધડામ ગબડ્યા હેઠા.
*****************

મરચું કહે હું લાલ-લીલું,
પહેરું ટોપી નાની,
તીખું ભડકા જેવું,
જીભ રહે ના છાની.
*****************

કૂતરો મારો શાણો કેવો,
ચોર દેખી ભસતો,
ચોકી કરતો ઘર આંગણે,
રાત આખી ફરતો.
*****************

સસલાભાઈ તો બીકણ ભારે,
કાતરી ખાતા પાન,
ઉંદરભાઈના મામા એ તો,
લાંબા લાંબા કાન.
*****************

Advertisements

6 responses to “બાળ જોડકણાં

 1. ખૂબજ મઝા આવી ગઈ. વધારે ને વધારે જોડકણાં મૂકશો એવી આશા છે.

  નીલા

 2. I went back 40 years. It reminded me BALMANDIR & pre. school golden days. I literary churned & enjoyed those days while reading it.

 3. it was too good. expecting couple of more ‘balkavyo’ from ‘Meghdhanush’ named ‘Tabudiyo” and ‘Fandalu pet che pappa nu’…many thanks…

 4. Aww… these rhymes are my childhood memories. thanks a lot.
  i really enjoyed them and put more please.

 5. Thank you… a badha jodakna balpan ma gata hata e yaad avi gayu. ane have mari dikri ni sathe gaya khub j maja
  avi. haji vadhare balkavyo ane jodakna mukta raho evi asha chhe.

 6. aa jodakna vanchi ne avu lagyu ke hu mara balpan ma sari gayi hou….